પીએમઇન્ડિયા
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટે ભારત અને બેલારૂસ વચ્ચે મૂડી રોકાણો અંગે હસ્તાક્ષર કરાયેલી દ્વિપક્ષીય મૂડી રોકાણ સંધિ (BIT) પર થયેલા હસ્તાક્ષર અને બહાલીને મંજૂરી આપી છે.
આ સંધિને કારણે બંને દેશો વચ્ચે મૂડી રોકાણનો પ્રવાહ વધવાની સંભાવના છે. આ સમજૂતિને કારણે રોકાણકારોના વિશ્વાસમાં વધારો થવાની અપેક્ષા છે અને તેને પરિણામે સીધા વિદેશી મૂડી રોકાણ અને ઓવરસીઝ ડિરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (ODI) માં વધારો થવાની અપેક્ષા છે. આને કારણે રોજગાર નિર્માણમાં હકારાત્મક અસર થશે.
બંને દેશો વચ્ચે બીઆઈટીને બહાલી તથા હસ્તાક્ષરને પરિણામે વ્યૂહાત્મક પ્રયાસો હાથ ધરી શકાશે, કારણ કે બેલારૂસ યુરેશિયન ઈકોનોમિક યુનિયન (EAEU) નું સભ્ય છે. ભારત પહેલેથી જ કિર્ગિઝ રિપલ્બિક સમક્ષ દ્વિપક્ષીય મૂડી રોકાણ સંધિ પહેલ કરી ચુક્યું છે અને તે મોડેલ બીઆઈટી માળખાના આધારે એક નવી દ્વિપક્ષીય મૂડી રોકાણ સંધિ માટે રશિયન ફેડરેશન સાથે વાર્તાલાપ કરી રહ્યું છે.
NP/J.Khunt