પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે મળેલી કેબિનેટની બેઠકમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પોલિસ તાલિમ અને વિકાસ અંગે થયેલા દ્વિપક્ષી સમજૂતિ કરારને બહાલી આપવામાં આવી છે.
આ સમજૂતિના કરારથી અફઘાનિસ્તાન નેશનલ પોલિસને ક્ષમતા નિર્માણમાં સહાય થશે અને આ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થામાં વધારો થશે.
આ સમજૂતિના કરાર પર હસ્તાક્ષર થયાની તારીખથી 5 વર્ષ માટે તેને મંજૂરી આપવામાં આવી છે અને વધુ ફેરફારો કર્યા વગર અથવા તો રિવિઝન કર્યા વગર તેને વધુ 5 વર્ષ માટે લંબાવી શકાશે.
પશ્ચાદ્દભૂમિકાઃ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે અને અફઘાનિસ્તાન નેશનલ પોલિસના કર્મચારીઓ નિયમિતપણે તાલિમના હેતુથી ભારતની વિવિધ તાલિમ સંસ્થાઓમાં આવે છે.
ભારત અને અફઘાનિસ્તાન દ્વારા વ્યૂહાત્મક ભાગીદારી અંગે બંને દેશો વચ્ચે ઓક્ટોબર 2011માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મિનિસ્ટ્રી ઓફ ઈન્ટિરિયર એફેર્સ, અફઘાનિસ્તાન, યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP), અફઘાનિસ્તાન અને બ્યૂરો ઓફ પોલિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR&D), MHA ના ડેલિગેટ્સ વચ્ચે નવી દિલ્હીમાં ઓક્ટોબર, 2016ના રોજ બેઠક યોજાઈ હતી અને અફઘાનિસ્તાનના ડેલિગેટસ દ્વારા ભારત તરફથી પોલિસ તાલિમ અને પોલિસ વિકાસ, લો ડેલિગેટસ માટેની સહાય ભારત તરફથી ચાલુ રખાય તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. જેથી અફઘાનિસ્તાનમાં કાયદાનો અમલ તથા શાસન મજબૂત કરવામાં સહાય મળે અને લાંબા ગાળાના ટકાઉ સહયોગનું નિર્માણ થઈ શકે. આ સહયોગને આગળ ધપાવવા માટે ડિપ્લોમેટિક ચેનલો મારફતે સમજૂતિના કરાર અંગે સંયુક્ત સંમતિ મેળવવામાં આવી હતી.
NP/J.Khunt