પીએમઇન્ડિયા
માનનીય પ્રમુખ શ્રી ડિલ્મા રોઉસ્સેફ,
માનનીય ચાન્સલેર એન્જેલા મેરકેલ,
માનનીય પ્રધાનમંત્રી શિન્ઝો અબે
માનવંતા પ્રતિનિધિમંડળોના સભ્યો,
આપ સહુનું સ્વાગત કરતાં મને ઘણો આનંદ થાય છે, એક શનિવારની વહેલી સવારે આ બેઠકમાં હાજરી આપવા માટે આપ સહુનો આભાર, હું ખાસ કરીને પ્રધાનમંત્રી અબેનો આભાર માનું છું, જેઓ હમણાં જ ન્યૂયોર્ક પધાર્યા છે.
યુનોની સલામતી સમિતિમાં સુધારણાની બાબત દાયકાઓથી વૈશ્વિક ધ્યાનનું કેન્દ્ર બની છે. કમનસીબે એ દિશામાં હજી સુધી કોઈ પ્રગતિ નથી થઈ.
આપણા 4 દેશોનું જી-4નું જૂથ, 2004માં વૈશ્વિક શાંતિ અને આબાદી પરત્વેની આપણી સમાન પ્રતિબદ્ધતા, બહુરાષ્ટ્રવાદમાં આપણી શ્રદ્ધા અને વિશ્વ આપણી પાસેથી જેની અપેક્ષા રાખે છે એવી વૈશ્વિક જવાબદારીઓ સંભાળવાની આપણી ઈચ્છા સાથે રચાયું હતું. મને એ વાતનો આનંદ છે કે સરકારોના વડાઓ સાથે આપણે દસ વર્ષ પછી અહીં ફરી મળીએ છીએ.
યુનોની 70મી વર્ષગાંઠ પ્રસંગેના મારા પત્રમાં મેં જણાવ્યું છે એમ, યુનોની જ્યારે, સ્થાપના થઈ એ સમયનાં વિશ્વથી મૂલભૂત રીતે જુદા વિશ્વમાં આપણે જીવીએ છીએ. સભ્ય દેશોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. શાંતિ અને સલામતી સામેની ધમકીઓ વધુ જટિલ, ધારણા બહારની અને અચોક્કસ બની છે. ઘણીબધી રીતે આપણાં જીવન વૈશ્વિક બની રહ્યાં છે. પણ આપણી આજુબાજુ ભયની રેખાઓ વધતી જાય છે.
આપણે ડિજીટલ યુગમાં જીવી રહ્યા છીએ. વૈશ્વિક અર્થકારણ, વિકાસનાં નવા સાધનો, વધુ વ્યાપક પ્રમાણમાં વહેંચાયેલી આર્થિક સત્તા અને સંપત્તિમાં વિસ્તરતા જતાં અંતરને કારણે બદલાયું છે.
વસ્તી શાસ્ત્ર, શહેરીકરણ અને રોજી-રોટી માટે લોકોનાં સ્થળાંતરે નવા પડકારો ઉભા કર્યા છે. હવામાનમાં ફેરફાર અને ત્રાસવાદ નવી ચિંતાઓ છે. સાયબર અને અવકાશ ક્ષેત્ર તકો અને પડકારોની સંપૂર્ણપણે નવી સીમાઓ છે.
આમ છતાં, આપણી સંસ્થાઓ, અભિગમો અને ઘણીવાર તો આપણી વિચારધારા – આપણું માનસ પણ આપણે જે સદીમાં રહીએ છીએ એનું નહિં પણ વીતી ગયેલી સદીનું પ્રતિબિંબ પૂરૂં પાડે છે. આ બાબત ખાસ કરીને યુનોની સલામતી સમિતિ સંબંધમાં સાચી પડે છે.
નિશ્ચિત સમયમર્યાદામાં સલામતિ સમિતિની સુધારણા એક તાકીદનું અને મહત્વનું કાર્ય બન્યું છે. સલામતી સમિતિમાં વિશ્વના મોટાં ચાલકબળ જેવી વિશાળ લોકશાહીઓનો સમાવેશ થવો જ જોઈએ. આનાથી સલામતી સમિતિની વિશ્વનિયતા તથા યોગ્યતા વધારો અને એ 21મી સદીના પડકારોનો સામનો કરવામાં વધુ પ્રતિનિધિત્વયુક્ત અને અસરકારક બનશે.
દાયકાઓ પછી છેવટે આપણે થોડીઘણી પ્રવૃત્તિ નિહાળી શકીએ છીએ. યુનોની મહાસભાના 69માં અધિવેશને પાક – આધારિત વાટાઘાટો શરૂ કરવાની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. નામદાર શ્રી સેમકુતેસા અને એલચી કોર્ટની રાત્રાય ગતિશીલ નેતાગીરી સિવાય એ શક્ય ન બન્યું હોત.
ગમે એમ પણ આ તો માત્ર પહેલુ પગલું છે. આપણે મહાસભાના 70માં અધિવેશનમાં આ પ્રક્રિયાને એના સુયોગ્ય અંત તરફ લઈ જવાનું ધ્યેય રાખવું જોઈએ. મને વિશ્વાસ છે કે, આપણી આજની બેઠક આ દિશામાંના આપણા પ્રયાસોને મોટો વેગ આવશે.
AP/J.Khunt/GP
Joining ranks...the G4 leaders meet at a summit hosted by India in New York. @AbeShinzo @dilmabr pic.twitter.com/LwRk5yQMJh
— PMO India (@PMOIndia) September 26, 2015
Reforms in United Nations Security Council has been the focus of global attention for decades – unfortunately, without progress so far: PM
— PMO India (@PMOIndia) September 26, 2015
I am delighted that we are meeting again as Heads of Government after ten years: PM @narendramodi at the G4 Summit in New York
— PMO India (@PMOIndia) September 26, 2015
We live in a fundamentally different world from the time the UN was born: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 26, 2015