Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાજકોટ, ગુજરાત માટે ગ્રીનફિલ્ડ એરપોર્ટના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાવક્તવ્યનો મૂળપાઠ

રાજકોટ, ગુજરાત માટે ગ્રીનફિલ્ડ એરપોર્ટના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાવક્તવ્યનો મૂળપાઠ

રાજકોટ, ગુજરાત માટે ગ્રીનફિલ્ડ એરપોર્ટના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાવક્તવ્યનો મૂળપાઠ

રાજકોટ, ગુજરાત માટે ગ્રીનફિલ્ડ એરપોર્ટના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાવક્તવ્યનો મૂળપાઠ


વિશાળ સંખ્યામાં પધારેલા સુરેન્દ્રનગર જીલ્લાના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

આ ચોટીલાએ ક્યારેય વિચાર્યું પણ હશે કે અહિયાં એરપોર્ટ આવશે? સુરેન્દ્રનગર જિલ્લાએ ક્યારેય વિચાર્યું હતું? એરપોર્ટ આવશે તો સારું લાગશે ને? એરપોર્ટ આવવું જોઈએ ને? અહિયાં એરપોર્ટ આવે, વિમાન ઉડે, બધી વ્યવસ્થા થાય, તેને વિકાસ કહીશું? આ વિકાસ તમને ગમે છે? વિકાસ થવો જોઈએ? વિકાસ જરૂરી છે? વિકાસ ગુજરાતનું ભવિષ્ય બદલશે? વિકાસ તમારા સંતાનોનું ભવિષ્ય બદલશે? શાબાશ!

તમે ગરીબમાં ગરીબ વ્યક્તિને પૂછો, જેની પાસે ઘર નથી તેને પૂછો, ઘર જોઈએ છે ?તો તે કહેશે હા જોઈએ છે. અને તેને ઘર આપવું છે, ગરીબને રહેવા માટે વ્યવસ્થા કરી આપવી છે તો વિકાસ કર્યા વિના તે શક્ય નથી. વિકાસ પહેલા પણ થતો હતો પરંતુ ત્યારે કોઈ ગામમાં કોઈ મહોલ્લામાં એક હેન્ડ પંપ લગાવી દીધો તો નેતા ત્રણ ત્રણ ચુંટણીઓમાં કહેતા રહેતા હતા કે જુઓ મેં તમારે ત્યાં હેન્ડ પંપ લગાવી દીધો છે. મને ચુંટણી જીતાડી દો, મેં તમારા વિકાસનું કામ કર્યું છે. એટલે કે હેન્ડ પંપ લગાવી દેવો, પાણી માટે હેન્ડ પંપ લગાવી દેવો એ જ વિકાસની વ્યાખ્યા હતી.

આજે એક એવી સરકાર છે, જે આટલી મોટી પાઈપ લાઈન લગાવીને માં નર્મદાનું પાણી ગામે ગામ અને ઘરે ઘરે પહોંચાડી રહી છે. અને સમગ્ર ગુજરાતમાં નર્મદા યોજનાના લીધે સૌથી વધુ લાભ જો કોઈને થવાનો હોય તો તે જીલ્લાનું નામ છે. શું નામ છે તે જીલ્લાનું? શું નામ છે? તે જીલ્લાનું નામ છે સુરેન્દ્રનગર. આ સુકી ધરતીને નંદનવન બનાવવા માટે માં નર્મદા તમારા ઘર સુધી આવી છે. અને માત્ર ગ્રામિણ અને કૃષિ જીવનમાં જ આ નર્મદાનો પ્રભાવ ઉત્પન્ન થશે એવું નથી. આ પાણી એક એવી તાકાત છે કે સુરેન્દ્રનગર જીલ્લો નર્મદાના પાણીને કારણે આવનારા દિવસોમાં ઔદ્યોગિક વિકાસનું પણ એક ખુબ મોટું કેન્દ્ર બનશે. રોજગારની સર્વાધિક સંભાવનાઓ સુરેન્દ્રનગર જીલ્લામાં ઉભી થશે. શિક્ષણનું આ ખુબ મોટું ધામ બનશે. કારણકે જયારે પાણી હોય છે તો વ્યવસ્થાઓ વિકસિત કરવાની સરકારની હિમ્મત વધી જય છે. અને આ એરપોર્ટ બની રહ્યું છે તેનું પરિણામ પણ એ જ છે. કે સુરેન્દ્રનગર જીલ્લો અને રાજકોટ જીલ્લો એક બીજા સાથે આવનારા દિવસોમાં સ્પર્ધા કરવાના છે, થાન આગળ નીકળી જાય કે મોરબી આગળ નીકળી જાય. અને આ તંદુરસ્ત સ્પર્ધા થવાની છે, વિકાસની તંદુરસ્ત સ્પર્ધા થવાની છે. અને એટલા માટે જે ઝડપી ગતિએ આગળ વધવાની સંભાવનાઓ સુરેન્દ્રનગર જીલ્લા અને રાજકોટ જીલ્લા તેની વચ્ચે ભારત સરકાર સેંકડો કરોડો રૂપિયા ખર્ચ કરીને આ ભવ્ય એરપોર્ટ બનાવવાની દિશામાં આજે મહત્વપૂર્ણ શિલાન્યાસ કરવાનું પગલું ભરી રહી છે. કેટલાક લોકો હોય છે જેમને આમાં પણ ખોટું લાગશે. પરંતુ તેમને કહો બસમાં જાય, અહિયાં વિમાનમાં શું કામ આવો છો, તો કહેશેના ના જલ્દી જવાનું છે એટલે. જો તારે જવું છે તો શું આ લોકોને નહીં જવું હોય?

સામાન્ય માણસ અને આજે હવાઈ મુસાફરી!! જુના જમાનામાં રાજા મહારાજા થઇ ગયા હવેએવું નથી રહ્યું. અને એટલા માટે મેં કહ્યું કે હું દેશના ઉડ્ડયન ક્ષેત્રનો વિકાસ એવી રીતે કરવા માંગું છું કે હવાઈ ચપ્પલ પહેરેલો વ્યક્તિ પણ હવાઇ મુસાફરી કરવા માંડશે અને એથી જ તમને નવાઈ લાગશે!!આજે સમગ્ર વિશ્વમાં ઉડ્ડયન ક્ષેત્રનું મહત્વ છે. પરંતુ ભારતમાં આઝાદી પછી ક્યારેય ઉડ્ડયનની નીતિઓ જ નથી બની.તમે ક્યારેય એવું વિચાર્યું છે ખરું. હિન્દુસ્તાન સરકાર હિન્દુસ્તાનની પાસે ઉડ્ડયનની કોઈ નીતિ જ નહોતી. અમે આવીને ઉડ્ડયનની નીતિ બનાવી અને મોટા મોટા અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ ત્યાં સુધી મર્યાદિત નહી પરંતુ નાના નાના સ્થાનો પર પણ હવાઈ મુસાફરી ઉપલબ્ધ કઈ રીતે થાય તેનું બીડું ઉપાડ્યુ. જ્યાં દુર દુર સુધી કોઈ આવાગમન નથી ત્યાં એક કલાકથી વધારેની મુસાફરી હોય, એક કલાક સુધીની મુસાફરી હોય અઢી હજારની ટીકીટ નક્કી કરીને ઉડ્ડયનને જોર આપ્યું છે, ત્યારે જઈને હવે આઠ રૂટ પર કામ કરવા લાગી ગયા છીએ. ગુજરાતમાં કંડલાનો લાભ મળી રહ્યો છે. મીઠાપુરને પણ લાભ મળી રહ્યો છે. નાના નાના સ્થળોને અને આના કારણે ભવિષ્યમાં આજે હિન્દુસ્તાનમાં એવા પણ રાજ્યો છે કે બે કે ત્રણ એરપોર્ટ, હવાઈ માર્ગો ખાલી પડી રહ્યા છે. પણએક પરિસ્થિતિ એવી આવશે એક એક રાજ્યમાં દસ-દસ પંદર-પંદર, વીસ-વીસ વિમાન મથકો કામ કરતા હશે. અને તમને જાણીને ખુશી થશે, હમણાં તાજેતરના જ સમાચાર મેં મેળવ્યા છે કે દેશમાં હાલના દિવસોમાં14 ટકા હવાઈ મુસાફરોની સંખ્યામાં વૃદ્ધિ થઇ છે,14 ટકા. અને એટલા માટે જ રાજકોટમાં આજે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ થઇ રહ્યો છે.

હું ગુજરાતના આ વિસ્તારના નાગરિકોને અભિનંદન આપું છું. અને મને ખુશી છે કે આટલો મોટા વિમાન મથકના પ્રોજેક્ટ માટે ફક્ત 4 ટકા જમીન ખેડૂતો પાસેથી લેવી પડી. 4 ટકા, 96 ટકા જમીન કે જે ઉજ્જડ હતી, વેરાન હતી. તે જમીન પર એરપોર્ટ બનાવવાનો નિર્ણય થયો છે. હવે તો સુરેન્દ્રનગરની જમીન ખેતી માટે મહત્વપૂર્ણ છે અને એટલા માટે જ ઉજ્જડ જગ્યાને પસંદ કરવામાં આવી છે. અને તેને અમે એરપોર્ટ માટે આગળ લાવ્યા છીએ. હમણા જ વિજયભાઈ વર્ણન કરી રહ્યા હતા રાજકોટના એરપોર્ટની કેટલી મર્યાદાઓ છે. બસ સ્ટેશન કરતા પણ તેની સીમા આજકાલ વધારે દેખાય છે. અને એટલા માટે રાજકોટ અને આ સમગ્ર વિસ્તાર જયારે વિકસિત થઇ રહ્યો છે. તો અહિંનાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને અને હવે તે દિવસ પણ દૂર નહિ હોય જયારે અહિયાથી આંતરરાષ્ટ્રીય સેવાઓ પણ શરૂ થશે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જવું હોય તો આ રાજકોટ ચોટીલાની વચ્ચેનું આ વિમાન મથક કામ આવવાનું છે. આ ખુબ મહત્વપૂર્ણ કામ આજે થઇ રહ્યું છે.

આજે સુરેન્દ્રનગર અને વઢવાણ, તેના પણ બે મહત્વના કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ. સુર-સાગર તે ભવિષ્યમાં તમારું સુખ સાગર જ બનવાનું છે. પાણીના કારણે પશુપાલન વધવાનું છે. પશુની દૂધ ઉત્પાદકતા પણ વધવાની છે. આ આપણી સુર સાગર ડેરી, પાંચ સાત વર્ષ પહેલા, ભૂતકાળની સરકારે એક એવો નિયમ બનાવ્યો હતો કે ડેરીઓ બને જ નહિ. મને આશ્ચર્ય થાય છે કે એવું કેમ કર્યું હશે! જયારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મેં નક્કી કર્યું કે જે લોકો ડેરી બનાવવા માટે આગળ આવશે તેમને રાજ્ય સરકારની તિજોરીમાંથી મદદ મળશે, અને આજે સૌરાષ્ટ્રના લગભગ દરેક જીલ્લામાં ડેરીનું કામ સંપૂર્ણ જોશ સાથે આગળ વધ્યું છે. પશુપાલકોને આનાથી વધારે કોઈ મદદ ના થઇ શકે. દુધના પૂરા ભાવ મળે, અને આજે તેના આધુનિકીકરણના એક પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવાનો મને અવસર મળ્યો છે. આ સુર સાગર, માં નર્મદાના આવ્યા પછી, દુધના ઉત્પાદનમાં એટલો નફો થવાનો છે કે તે સાચા અર્થમાં આ સુરેન્દ્રનગર જીલ્લાની સુખ સાગર બની ગઈ છે અને આ સુખ સાગર વિકસે, એવી હું શુભકામનાઓ આપી રહ્યો છું.

ધોળીધજાનો ડેમ, મને બરાબર યાદ છે, જે દિવસે ધોળીધજા ડેમમાં નર્મદાના પાણીનું સ્વાગત કરવા માટે હું આવ્યો હતો, સમગ્ર જીલ્લો ખુશ હતો. પાણીનો તડફડાટ કોને કહેવાય છે, તેની ખબર તરસ્યાને હોય છે, આ કચ્છ સૌરાષ્ટ્ર, ગુજરાતના લોકોને ખબર પડે છે કે પાણી આવે તો તેનો અર્થ શું હોય છે. એવું વાતાવરણ હતું, અને વઢવાણમાં તો પહેલા 15-20 દિવસોમાં એક જ દિવસ પાણી આવતું હતું. મહેમાન આવવાના હોય તો કહેવું પડતું હતું કે બપોરે આવજો, રાત્રે રોકવા ના આવતા કારણકે સવારે નહાવા માટે પાણી નહિં આપી શકીએ. આવા દિવસો કાઢ્યા છે આ વિસ્તારે! અને આજે વઢવાણ નગરની અંદર લોકોને વધારે પાણી મળે, સુવિધાજનક પાણી મળે, એવી 300-350 કિલોમીટરની પાઈપોની જાળ પાથરવામાં આવી છે. પાણીની નવનિર્મિત ટાંકી, આ બધાને કારણે પીવાના પાણીની સુવિધા અને હું માનું છું કે આ વિસ્તારની બહેનો, જેટલા આશીર્વાદ આપે એટલા ઓછા છે. બહેનોને જો આ કષ્ટમાંથી મુક્તિ મળી છે, આ બહેનો જેટલા આશીર્વાદ આપે, તેટલા ઓછા છે. આજે મોરબીની સાથે રસ્તાનું નવીનીકરણ, અમદાવાદથી રાજકોટ સુધી માર્ગની પહોળાઈ વધારવાનું કામ, આ વાત આજની પેઢીને જલ્દીથી સમજાશે નહિં. પરંતુ તમારી પાસે સમય હોય, અને જુના સમાચારપત્રો મળે તો જરા જોજો.ભાજપાની સરકાર આવ્યા પહેલા,અઠવાડિયાના ચાર દિવસ એવા હતા કે અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ પર અકસ્માતો થતા હતા. અનેક માં પોતાના યુવાન બાળકોને ગુમાવી દેતી હતી. પરિવારના પરિવારો નિર્મૂળ થઇ જતા હતા. વર્ષમાં 100થી વધુ મોટા અકસ્માતો થતા હતા. જેનું કારણ રસ્તાઓ ખુબ નાના હતા. અને મને બરાબર યાદ છે તે સમયે હું રાજકારણમાં નહોતો. લીમડી બગોદરાથી ફોન આવતા હતા, અને તે સમયે તો મોબાઇલ ફોન પણ નહોતા, જુના ફોન હતા. કે મોટો અકસ્માત થયો છે અને હું અમદાવાદથી અમારા અશોકભાઈ અને તે લોકોને દોડાવતો હતો. લગભગ અઠવાડિયામાં બે ચાર વાર તો આવું કરવું જ પડતું હતું. તમે રાજકોટના લોકોને પૂછો, અનેક પરિવારો હશે કે જેમણે અકસ્માતમાં કોઈને ગુમાવ્યા હશે. સુરેન્દ્રનગરના લોકોને પૂછો, અનેક લોકોએ પોતાનાં સ્વજનો ગુમાવ્યા છે.

જયારે ભાજપાની સરકાર બની 1995માં સૌપ્રથમવાર કેશુભાઈ મુખ્યમંત્રી હતા અને સૌથી પહેલું કામ નક્કી થયું કે આ રસ્તાઓની ચિંતા કરવામાં આવે, અને આ જે નિર્દોષ લોકો મારી રહ્યા છે તેમને બચાવવામાં આવે અને તે કામ ભાજપાની સરકારે કર્યું અને તેનું પરિણામ છે કે અકસ્માતોની સંખ્યા ઘટી છે. હવે આજે ટ્રાફિક વધારે વધ્યો છે. ભારત સરકારે નક્કી કર્યું છે કે આને 6 લેન બનાવીને આધુનિકમાં આધુનિક સ્થિતિ પર લઇ જઇએ, કારણકે વિકાસ માટે રોડ રસ્તા અનિવાર્ય હોય છે. ગતિ પ્રગતિ માટે જરૂરી હોય છે. અને ગતિ જરૂરી હોય છે તો ગતિની પૂર્તિ માટે જરૂરી પછી ભલે તે વિમાનની વ્યવસ્થા કરવાની હોય, કે પછી રસ્તાઓ પહોળા કરવાના હોય, એકસાથે આ કામોમાં ધ્યાન અપાવું જોઈએ. ભલે તે મોરબી તરફનો રસ્તો હોય.મોરબીનો રસ્તો પહોળો થવાનો અર્થ છે કે, ઔદ્યોગિક ગતિવિધિઓને જોર આપવું. કચ્છ સુધી સમગ્ર ઔદ્યોગિક પટ્ટાનું નિર્માણ થયું છે. તેમાં આ માળખુ ખુબ મોટી સુવિધા કરનારૂ છે.

અને એટલા માટે આજે જયારે આ ધરતી ઉપર પંચાલ પંથકમાં એકસાથે પાંચ યોજનાઓના શિલાન્યાસનો, લોકાર્પણનો અવસર મને મળ્યો છે, અને હવે તો થોડા દિવસોમાં ગુજરાત સરકારે આ પંચાલ પંથકને ધાર્મિક યાત્રા માટે પણ તેનું એક મહત્વ સ્થાપિત કરીને ઉભું કર્યું છે.અને તેના કારણે ચોટીલાના માં ચામુંડા, ત્રિનેત્રેશ્વર-તરણેતર, સુંદરીભવાની, સુરજ દેવળ, બાંદિયાવેલી, ઝેરીયા મહાદેવ, ગેબીનાથ, અવાલીયા ઠાકર, આ બધા આપણા પંચાલ પંથકના તીર્થધામો છે, તેને એકબીજાની સાથે જોડીને યાત્રાધામનું એક ઘણા મોટા વિકાસનું કામ પણ ગુજરાત સરકારે શરૂ કર્યું છે. આ તરણેતરના મેળામાં વિદેશીઓ આવે એવું આપણે વિચારી રહ્યા હતા, પરંતુ હવે જયારે ચોટીલામાં એરપોર્ટ બનશે તો તમારો તરણેતરના મેળો પણ આંતરરાષ્ટ્રીય મેળો બનતા વાર નહીં લાગે. એક રીતે વિકાસ અર્થવ્યવસ્થા સાથે સીધેસીધો જોડાયેલો હોય, આર્થિક ઉન્નતીનું કારણ બનવાનો હોય છે, આર્થિક ગતિવિધિને ઝડપી ગતિ આપનારો હોય છે, એવા સ્પષ્ટ દ્રષ્ટિકોણની સાથે આજે ભારત સરકાર હિન્દુસ્તાનના અનેક ખૂણાઓમાં વિકાસની આ યાત્રાને બળ આપી રહી છે. હું ગુજરાત સરકારને પણ અભિનંદન આપું છું, એમણે પણ આ વિકાસની યાત્રાને ઉત્તરોતર ગતિ આપી છે, નવા પાસાઓ આપ્યા છે, વિકસિત ગુજરાત, આધુનિક ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, તેના સંકલ્પ સાથે આજે આપણે આગળ વધી રહ્યા છીએ.

2022, આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે. પાંચ વર્ષનો સમય છે. આ પાંચ વર્ષમાં પ્રત્યેક નાગરિક નક્કી કરે કે આપણે દેશને આપવું છેશું?બીજું કોઈ કઈંક કરે ન કરે, સરકાર કરે, નગરપાલિકા કરે એવું નહી, હું આ કરીશ.મારા દેશ માટે પાંચ વર્ષમાં હું આ જરૂરથી કરીશ. એવો સંકલ્પ પ્રત્યેક નાગરિકે કરવો જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લાને હું વિનંતી કરું છું કે જયારે મબલખ પાકની સંભાવના પેદા થઇ છે, માં નર્મદા આપણા ઘરે પધારી છે, ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં એક પણ ખેતર એવું ના હોય કે જ્યાં ટપક સિંચાઈ ના હોય.અને ટપક સિંચાઈ દ્વારા માઈક્રો ઈરીગેશન, છંટકાવ દ્વારા, આ ખેતીને આપણે આધુનિક બનાવીએ. જો સુરેન્દ્રનગર જીલ્લાનો ખેડૂત આ ટપક સિંચાઈથી ખેતી કરવાનું શરી કરી દે તો તમે કલ્પના પણ નહિ કરો એવી એક મોટી ક્રાંતિ આપણે લાવી શકીએ છીએ. અને માં નર્મદાનું પાણી વધારે સારી રીતે વાપરવાથી આપણને લાભ થશે.ગુજરાત માટે પાણી હર હંમેશ એક પ્રાણ પ્રશ્ન રહ્યો છે અને હવે જયારે પાણી આવ્યું છે ત્યારે તે પ્રાણથી પણ વધારે વ્હાલું હોવું જોઈએ, તેને જરા પણ વેડફી ન દેવાય, તેને જરા પણ તેને બિન ઉપયોગીનાશ ન થવા દેવાય, તે જવાબદારી સમગ્ર ગુજરાતના પ્રત્યેક નાગરિકોની છે.

2022 સુધીમાં આઝાદીના 75 વર્ષ ઉજવીશું ત્યારે, આપણે આપણા તરફથી એક એક સંકલ્પ કરીએ અને 2022માં હિન્દુસ્તાનના ખેડૂતોની આવક જે બમણી કરવી છે તેની અંદર આ ટપક સિંચાઈ, માઈક્રોઈરીગેશન, ખેતીમાંવૈજ્ઞાનિકતા, ખેતીમાંટેકનોલોજી, એ બહું મોટી ભૂમિકા અદા કરવાનું છે અને એ દિશામાં આપણે આગળ વધીએ.

હું ફરી એકવાર, આટલી વિશાળ સંખ્યામાં, ચોટીલાથી પણ આટલું દુર જ્યાં મારી નજર પહોંચે છે લોકો જ લોકો મને દેખાઈ રહ્યા છે. તમે જે આ અદભૂત પ્રેમ વરસાવ્યો, આટલી ગરમીમાં આપ આટલી મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત રહ્યા, આપે આશીર્વાદ આપ્યા, હું આપનો હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર માનું છું.

ભારત માતા કી જય..

બે મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાત થી બોલો..

ભારત માતા કી જય..

ભારત માતા કી જય..

ભારત માતા કી જય..

ભારત માતા કી જય..

NP/ GP/RP