Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સેબી અને એફએસસી વચ્ચેના સમજૂતિ કરારને કેબિનેટની મંજૂરી


પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય કેબિનેટે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) અને ફાયનાન્સિયલ સર્વિસીસ કમિશન (એફએસસી), જીબ્રાલ્ટર વચ્ચે પરસ્પર સહયોગ અને ટેકનિકલ સહાય માટે થયેલા સમજૂતિ કરારને મંજૂરી આપી છે.

આ સમજૂતિ કરારથી બે નિયંત્રકો વચ્ચે આર્થિક કડીઓનો વિકાસ અને સહયોગને વધુ પ્રોત્સાહન મળવાની સંભાવના છે અને સમજૂતિના કરારનો ઉદ્દેશ બંને દેશોમાં સિક્યોરિટીઝ માર્કેટસનો અસરકારક વિકાસ થાય તેવી સ્થિતિનું નિર્માણ કરવાનો છે. આ કરારથી હસ્તાક્ષર કરનાર બંને દેશો વચ્ચે માહિતીના આદાન-પ્રદાનનું માળખુ મજબૂત બનશે. તેનાથી સેબી અને એફએસસી, જીબ્રાલ્ટરની વિદેશી પરસ્પર સહયોગ અને નિયંત્રણકારી પ્રવૃત્તિઓમાં મૂલ્ય વૃધ્ધિ થશે.

***

J.Khunt