પીએમઇન્ડિયા
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી ભારત સરકારની કેબિનેટે ભારત અને જાપાન વચ્ચે “ટેકનિકલ ઈન્ટર્ન ટ્રેઈનીંગ પ્રોગ્રામ (TITP)” અંગે થયેલા સહયોગન કરારને કેબિનેટની મંજૂરી આપી છે.
સહયોગના આ કરાર પર માનનીય મંત્રી શ્રી કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતાની તા.16 થી 18 ઓક્ટોબર, 2017 દરમિયાનટોકિયોમાં યોજાનાર આગામી મુલાકાત દરમિયાનહસ્તાક્ષર થાય તેવી અપેક્ષા છે. “ટેકનિકલ ઈન્ટર્ન ટ્રેઈનીંગ પ્રોગ્રામ (TITP)” એ ભારતના ટેકનિકલ ઈન્ટર્ન્સને જાપાનમાં 3 થી 5 વર્ષના ગાળા માટે તાલિમ અર્થે મોકલવાનો એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સહયોગના આ કરારથી બંને દેશો વચ્ચે કૌશલ્ય વિકાસના ક્ષેત્રે દ્વિપક્ષી સહયોગનો માર્ગ મોકળો થશે.
J.Khunt