પીએમઇન્ડિયા

આજે લોકનાયક જયપ્રકાશજીની જન્મજયંતીનો અવસર છે અને આજના જ દિવસે લોકનાયક જયપ્રકાશના નજીકના સાથી શ્રીમાન નાનાજી દેશમુખની જન્મ જયંતી શતાબ્દીનો પણ અવસર છે. આ બંને મહાપુરુષોએ પોતાના જીવનકાળમાં એક એવા સંકલ્પનો પરિચય કરાવ્યો અને જે સંકલ્પ માટે તેમણે પોતાને હોમી દીધા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા સુધી તેઓ જીવનની ક્ષણે ક્ષણ માતૃભૂમિ માટે દેશવાસીઓના કલ્યાણ માટે પોતાના સંકલ્પને સાકાર કરવા માટે તેઓ જીવનભર લાગેલા રહ્યા. લોકનાયક જયપ્રકાશજી આઝાદીના આંદોલનમાં યુવાઓની પ્રેરણા રહ્યા હતા. 1942 માં હિન્દ છોડો આ આંદોલન પોતાની ચરમસીમા પર પહોંચ્યું. મહાત્મા ગાંધી, સરદાર પટેલ સહીત બધા જ રાષ્ટ્ર પુરુષોને અંગ્રેજ સલ્તનતે જેલોમાં બંધ કરી દીધા અને આવા સમયે જયપ્રકાશજી, લોહિયાજી આવા યુવાનોએ આગળ આવીને તે આંદોલનની ધૂરા સંભાળી હતી અને તે કાલખંડની યુવા પેઢીના મનમાં તે પ્રેરણાનું સ્ત્રોત બની ગયા. આઝાદીના તે કાલખંડમાં જયપ્રકાશજી લોકનાયકના રૂપમાં યુવાન હૃદયો માટે એક પ્રેરણાનું કેન્દ્ર બની ગયા, પરંતુ દેશ આઝાદ થયા પછી ઘણા મોટા મોટા લોકો સત્તાની શેરીઓમાં પોતાનું સ્થાન શોધતા નજરે ચડતા હતા. આ જયપ્રકાશ નારાયણ હતા કે જેમણે સત્તાની રાજનીતિથી પોતાને દુર રાખ્યા અને આઝાદી પછી જયપ્રકાશજી અને તેમની પત્ની શ્રીમતી પ્રભાદેવીજીએ ગ્રામોત્થાનની રાહ પસંદ કરી, લોકકલ્યાણના માર્ગને પસંદ કર્યો.
નાનાજી દેશમુખ, દેશ તેમને કઈ ખાસ ઓળખતો નહોતો. દેશની માટે તેમણે પોતાનું જીવન આપી દીધું હતું, પરંતુ જ્યારે જયપ્રકાશજી ભ્રષ્ટાચાર વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યા હતા, ઈમરજન્સીની પહેલા, ફરી એકવાર જયપ્રકાશજી દેશમાં પોષાઈ રહેલા ભ્રષ્ટાચાર, ઊંચા સ્થાનો પર પોષાયેલા ભ્રષ્ટાચાર તેની વિરુદ્ધ દુખી થઈને વિદ્યાર્થી આંદોલનમાં જોડાઈ ગયા હતા. ગુજરાતના નવયુવાન આંદોલનથી પ્રેરણા લઈને જયપ્રકાશજી એક વાર ફરી મેદાનમાં આવી ગયા અને જયપ્રકાશજીના આવ્યા પછી દિલ્હી સલ્તનતમાં ખળભળાટ મચી ગયો. જયપ્રકાશજીને રોકવા માટે શું શું થઇ શકે તેમ છે તેની માટે ષડયંત્રો થતા હતા. અને પટનામાં એકવાર એવી પરિસ્થિતિ આવી કે જયપ્રકાશજીની ઉપર એક સાર્વજનિક કાર્યક્રમમાં જ્યારે કૂચ નીકળી રહી હતી, જયપ્રકાશજી ઉપર ખુબ મોટો હુમલો થયો. અને તે સમયે તેમની બાજુમાં નાનાજી દેશમુખ ઉભા હતા. નાનાજીએ પોતાના હાથ ઉપર તે મૃત્યુના રૂપમાં આવેલા પ્રહારને ઝીલી લીધો. તેમના હાથના હાડકા તૂટી ગયા પરંતુ જયપ્રકાશજીને ઈજા થવાથી તેમણે બચાવી લીધા અને તે એક એવી ઘટના હતી કે દેશનું ધ્યાન નાનાજી તરફ ગયું. નાનાજી દેશમુખ આજીવન દેશની માટે જીવ્યા. તેમણે એવા યુગલોને તૈયાર કર્યા, દીનદયાળ રીસર્ચ ઇન્સ્ટીટયુટના માધ્યમથી દેશની માટે જીવતા શીખો, દેશની માટે કંઇક કરીને જ રહો, આ મંત્રની સાથે યુવાન દંપતીઓને તેમણે આમંત્રિત કર્યા. સેંકડોની સંખ્યામાં આવા યુવાન દંપત્તિઓ આગળ આવ્યા અને તેમને તેમણે ગ્રામવિકાસના કાર્યમાં લગાવ્યા. જ્યારે મોરારજીભાઈ પ્રધાનમંત્રી હતા. દેશમાં જનતા પક્ષનું શાસન હતું, નાનાજી દેશમુખને મંત્રી પરિષદ માટે આમંત્રિત કરવામાં આવ્યા. જયપ્રકાશના પગલે જ નાનાજીએ પણ મંત્રી પરિષદમાં જોડાવાનો વિનમ્રતાપૂર્વક ઇનકાર કરી દીધો અને પોતાને રાજનીતિ જીવનથી નિવૃત્ત કરીને 60 વર્ષની ઉંમર પછી જ્યાં સુધી તેઓ જીવિત રહ્યા, આશરે સાડા ત્રણ દાયકા સુધી તેમણે પોતાનું જીવન ચિત્રકૂટને કેન્દ્રબિંદુ બનાવીને, ગોંડાને કેન્દ્રબિંદુ બનાવીને ગ્રામિણ વિકાસ માટે ખપાવી દીધું.
આજે મને ખુશી છે કે નાનાજીની જન્મશતાબ્દીના અવસર પર ભારત સરકાર આ મહાપુરુષોના સપનાના આધાર પર અને મહાત્મા ગાંધીએ જે રસ્તો બતાવ્યો તે રસ્તા ઉપર ગ્રામિણ વિકાસની દિશામાં આપણે કેવી રીતે આગળ વધીએ, આપણા ગામડા આત્મનિર્ભર કેવી રીતે બને, આપણા ગામડા ગરીબીથી મુક્ત કેવી રીતે બને, આપણા ગામડા બીમારીથી મુક્ત કેવી રીતે બને, આપણા ગામડા જેમાં આજે પણ જાતિવાદનું ઝેર ગામડાને વિખેરી નાખે છે, ગામડાના સપનાને ચુર ચુર કરી નાખે છે તે જાતિવાદની ભાવનાઓથી ઉપર ઉઠીને ગામ એક સમૃદ્ધ ગામ બને, બધાને જોડનારું ગામ બને અને બધા મળીને ગામના કલ્યાણ માટે સંકલ્પ કરે. તે પ્રકારના ગામડાના વિકાસનો જન ભાગીદારીથી આગળ વધારવાની દિશામાં ભારત સરકાર અનેક પગલા ભરી રહી છે.
આજે મને અહિયાં આગળ દેશના ગ્રામિણ જીવન માટે વિચારનારા, ગ્રામિણ જીવન માટે યોગદાન આપનારા, ગ્રામિણ અર્થતંત્રનો, ગ્રામિણ કૃષિ જીવનનો, એવા જુદા જુદા વિષયો પર જેમણે મહારથ પ્રાપ્ત કરી હતી, એવા દેશના ત્રણસોથી વધુ લોકો કાલે આખો દિવસ બેઠા, જુદા જુદા જૂથોમાં બેઠા, આધુનિક સંદર્ભમાં ગામડાઓનો વિકાસ કેવી રીતે થાય, તે અંગે વિચાર મંથન કર્યું અને સંપૂર્ણ દિવસ દરમિયાન આ અનુભવી લોકોએ જે મંથન કર્યું છે. તેનાથી જે અમૃત નીકળ્યું છે, આજે હમણાં એક વિડીયોના માધ્યમથી તેને રજુ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ હું આ તમામ મહાનુભાવોને વિશ્વાસ અપાવું છું કે તમે જે વિચાર વિમર્શ કર્યો છે, મંથન કર્યું છે અને જે બિંદુઓ તારવીને તમે કાઢ્યા છે, ભારત સરકાર તેની ઉપર વિચાર કરશે, ગંભીરતાથી લેશે. અને તેમાં જેટલા પણ કરવા જેવા મુદ્દાઓ છે, સંદર્ભ મુદ્દાઓ છે તેને ભારત સરકારની યોજનાઓમાં સમાવિષ્ટ કરીને અનેક વર્ષો પછી આટલા મોટા ફોરમમાં ભારતના ગ્રામિણ જીવનના વિષયમાં ચિંતન અને ચર્ચા થઇ છે. દેશના દરેક ખૂણેથી લોકો આવ્યા છે. જુદા જુદા વિસ્તારોની પ્રકૃતિ જુદી જુદી છે, ત્યાની સમસ્યાઓ જુદી છે, ત્યાના સ્ત્રોતો જુદા છે, ત્યાની જરૂરિયાતો જુદી છે. રૂચી, પ્રવૃત્તિ, પ્રકૃતિ અનુસાર ગામડાઓનો વિકાસ મૂળ સાથે જોડાયેલો હશે તો તે સંતુલિત અન સતત વિકાસ માટેની એક બાહેંધરી હશે. બહારથી લાદવામાં આવેલી વસ્તુઓ ગ્રામિણ જીવનની અંદર વધુ સમય સુધી વિદેશી તત્વના રૂપમાં સંઘર્ષમાં જ વહી જાય છે અને ક્યારેક ક્યારેક ગ્રામિણ જીવન બહારથી લાદવામાં આવેલી વસ્તુઓનો સ્વીકાર કરવા માટે સાહસ એકત્રિત નથી કરી શકતું. અને એટલા માટે જ અમારો પ્રયાસ એ છે કે ગામડાઓની પોતાની જે શક્તિ છે, ગામડાઓનું પોતાનું જે સામર્થ્ય છે, સૌથી પહેલા તેને જ જોડીને વિકાસનું મોડલ બનાવીશું કે જે ગામડાના લોકોને અનુકુળ હોય છે, પરિચિત હોય છે. તેમાં કેટલાક સુધારાઓની જરૂર હોય છે. તેની માટે વૈજ્ઞાનિક રીતે આર્થિક દ્રષ્ટીએ ટેકનોલોજીની દ્રષ્ટીએ એક સપોર્ટ સીસ્ટમની જરૂરિયાત હોય છે. અને તેની ઉપર અમે ભાર મુકીને ચાલીએ છીએ તો ગામડાઓ સરળતાથી તેની સાથે જોડાઈ જાય છે. ગામડા તે વિકાસ યાત્રાને પોતાના ખભા ઉપર ઉપાડી લે છે અને સંતુલિત વિકાસની તે એક બાહેંધરી બની જાય છે. તમે જે ચિંતન મનન કર્યું છે તે ધરતીના અનુભવના આધારે કર્યું છે અને અનુભવના આધારે કરેલી વસ્તુ.. મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ગ્રામિણ વિકાસને જે ઝડપથી અમે લેવા માંગીએ છીએ. એક વાત આપણે સમજવી પડશે કે આપણે વિકાસ કરવા માંગીએ, ત્યાં આગળ વાત પૂરી નથી થતી, આપણે સારું કરવા માંગીએ ત્યાં જ વાત પૂરી નથી થતી, જો આપણે તે વસ્તુઓને સમય મર્યાદામાં કરીએ. આપણે આપની યોજનોને જે લાભાર્થીઓ છે, લક્ષિત જૂથ છે તેની માટે સો ટકા લાગુ કરીએ. યોજના જે મિજાજથી શરુ કરવામાં આવી, જે ભૂમિ પર શરુ કરવામાં આવી, તેમાં કોઈ મિલાવટ ના આવે, વળાંકના આવે અને તેને લાગુ કરવાનો સમય સીમામાં પ્રયાસ કરીએ અને તે પણ ઉત્પાદન આધારિત નહી, પરિણામ આધારિત હોય. માત્ર આપણે આટલું બજેટ ખર્ચ આપ્યું, એમ નહી. આ બજેટનું આ અમારું લક્ષ્ય હતું, આ અમે પૂર્ણ કર્યું, જો આ રીતે આપણે એક સંયુક્ત પ્રયાસ કરીશું અને સમય સીમામાં કરીશું તો મને વિશ્વાસ છે કે 70 વર્ષમાં ગ્રામિણ વિકાસની જે ગતિ રહી છે, 2022 આઝાદીના 75 વર્ષ ઉજવીશું, ત્યારે આપણી વિકાસની ગતિ એટલી ઝડપી હશે કે 70 વર્ષથી સપનાઓ સજાવીને બેઠેલો મારો ગ્રામિણ વ્યક્તિ છે, તેની જીંદગીમાં પણ બદલાવ લાવી શકે છે. આજે ગામડાનો નાગરિક પણ શહેરની બરાબરીની જિંદગી જીવવા માંગે છે, જે સુવિધા શહેરમાં ઉપલબ્ધ છે, તે સુવિધા ગામડાઓને પણ ઉપલબ્ધ થવી જોઈએ. જો શહેરમાં વીજળી ઝગમગે છે, તો ગામડાઓમાં પણ વીજળી ઝગમગાવી જોઈએ, જો શહેરના લોકો ઈચ્છે ત્યારે ટીવી જોઈ શકે છે તો ગામના લોકો પણ જોઈ શકે, જો શહેરનું બાળક શાળાની પ્રયોગશાળામાં જઈને પ્રયોગ કરી શકે છે તો ગામડાનું બાળક પણ શાળાની પ્રયોગશાળામાં પ્રયોગ કરવા માટે તેને અવસર મળવો જોઈએ .જો શહેરનું બાળક આધુનિક કમ્પ્યુટર દ્વારા ટેકનોલોજીનું શિક્ષણ મેળવી રહ્યું છે તો એ પણ જરૂરી છે કે ગામડાના બાળકને પણ તે જ ટેકનોલોજી દ્વારા શિક્ષિત થવાનો અવસર મળવો જોઈએ. તેને પણ ટેકનોલોજીમાં આગળ વધવાનો અવસર મળવો જોઈએ.
જો ઈન્ટરનેટ…..આજે ક્યારેક ક્યારેક ગામડાઓમાં શિક્ષકો રહેવા માટે તૈયાર નથી હોતા, ડોક્ટર પણ રાત્રે જતો રહેવા માંગે છે, પરંતુ જે સુવિધાઓ શહેરમાં છે, તેવી સુવિધાઓ જો આપણે…જો નળમાંથી પાણી આવે છે, ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક છે, ઈન્ટરનેટ સાથે જોડાયેલું છે, ચોવીસ કલાક વીજળી છે, ચૂલો સળગાવવા માટે ગેસ ઉપલબ્ધ છે. જો આ પ્રાથમિક સુવિધાઓને પણ જો આપણે પહોંચાડવામાં સફળ થઈએ છીએ તો જીવનની ગુણવત્તમાં એક બદલાવ આવશે તે ગામમાં પણ લોકોને રહેવા માટે પ્રેરિત કરશે. જો શિક્ષક ગામમાં રહેતો હોય, ડોક્ટર ગામમાં રહેતો હોય, સરકારી અધિકારી ગામમાં રહેતો હોય, તો ગામડાના જીવનમાં તેની હાજરી પણ પરિવર્તનનું એક મોટું કારણ બને છે, અને એટલા માટે મહાત્મા ગાંધીજીએ જે સપનું જોયું હતું, દીનદયાળ ઉપાધ્યાયજીએ જે ચિંતન કર્યું હતું. નાનાજી અને જયપ્રકાશજી જેવા લોકોએ જે વિચારોને લઈને જીવ્યા હતા તે જ આદર્શ ધારાને લઈને અમારા લોકોનો પણ એ પ્રયાસ છે અમે ગ્રામિણ જીવનમાં બદલાવ લાવવા માટે મહત્વપૂર્ણ દિશામાં આગળ વધીએ.
આપણા દેશમાં સંસાધનોના કારણે છેવાડાના માણસને આપણે કઈ જ નથી આપી શકતા. આજે ભારત સરકારમાં આવ્યા પછી હું આ વાત સાથે હવે સહમત નથી. હિન્દુસ્તાનના સાવ છેલ્લા છેવાડાના વ્યક્તિને પણ જો તેના હકનું છે, જે તેને પહોંચાડવાનું છે તો દેશની પાસે સંસાધનોની ખોટ નથી. જે ખોટ વર્તાય છે તે ગુડ ગવર્નન્સની છે, સુશાસનની છે. જે જે રાજ્યોમાં સુશાસન છે, સરકારી તંત્ર નિશ્ચિત સમય મર્યાદામાં લક્ષિત કામને પૂરું કરવાની આદત ધરાવે છે તો ત્યાં આગળ બદલાવ જોવા મળે છે. તમે જુઓ, મનરેગા, હવે મનરેગાની એક વિશેષતાછે, તે બન્યું છે ગામડાઓ માટે, ગરીબ લોકોને રોજગાર આપવા માટે. પરંતુ અનુભવ એવો થયો છે કે જે રાજ્યોમાં વધુમાં વધુ ગરીબી છે, ત્યાં આગળ મનરેગાનું કામ ઓછું થઇ રહ્યું છે. પરંતુ જે રાજ્યોમાં ઓછી ગરીબી છે, પરંતુ સુશાસન છે, ત્યાં રાજ્ય તત્પર છે. વધુમાં વધુ યોજનાઓ બનાવી દે છે, વધુ લોકોને જોડી દે છે અને વધુ કામ કરી લે છે. અને એટલા માટે ગ્રામિણ વિકાસની માટે સુશાસન પર ભાર મુકવો એ અમારી સરકારનો નિરંતર પ્રયાસ છે. આજે જે દિશા નામનું જે ડીજીટલ ડેશબોર્ડ તમારી સામે પ્રસ્તુત કરવામાં આવ્યું તે એક રીતે સુશાસનની દિશામાં એક મહત્વનંજ પગલું છે. જેના કારણે કેન્દ્રમાં રહીને બધી જ વસ્તુઓને નિયંત્રિત કરી શકાય, સમય સીમામાં મૂલ્યાંકન કરી શકાય, જો તેમાં ઉણપો છે તો તેને સુધારવા માટે પગલાઓ લેવામાં આવે, અને નીતિગત સમસ્યાઓ છે તો નીતિઓને સુધારવામાં આવે, જો વ્યક્તિની સમસ્યા છે તો વ્યક્તિને સુધારવામાં આવે પરંતુ દિશા આ પ્રકારના ડેશબોર્ડના કારણે એક તો તેના મોનીટરીંગની સંપૂર્ણ વ્યવસ્થા હિન્દુસ્તાનના બધા જ ગામડાઓ સાથે જોડાશે. બીજું કે ભારત સરકારનું જે વિઝન છે, રાજ્ય સરકારની જે યોજનાઓ છે અને આપણા જે સંસદના સભ્યો કે જીલ્લા એકમો છે, આ સૌ જો વિકાસને એકસુત્રમાં બાંધશે, પ્રાથમિકતા હશે તો આપણને ધાર્યું પરિણામ જરૂર મળશે. અને એટલા માટે જ આ દિશાના માધ્યમથી જન પ્રતિનિધીઓને સક્રિય રૂપે જોડવાનું એક મહત્વનું કામ ભારત સરકારે કર્યું છે, આ દિશાના માધ્યમથી. સંસદનો સભ્ય જીલ્લા એકમ સાથે બેસીને આ બધી જ યોજનાઓને ચકાસે છે. પ્રાથમિકતા ત્યાની જરૂરિયાત અનુસાર નક્કી કરે છે. વસ્તુઓ અહિયાથી લાદવામાં નથી આવતી. અને એટલા માટે કાર્યમાં ગતિ લાવવાની દિશામાં એક ઘણી મોટી સફળતા મળી છે. લોકતંત્રની સફળતા માત્ર કેટલા લોકો મત પેટીમાં મત નાખવા જાય છે, વોટ આપવા જાય છે. કમનસીબીએ અનેક વર્ષો સુધી આપણે લોકતંત્રને અહિયાં જ સીમિત કરી દીધું કે પાંચ વર્ષમાં એકવાર જવાનું, ડબ્બામાં ચિઠ્ઠી નાખી દેવાની કે પછી બટન દબાવી દેવાનું. અને પછી સરકાર જે પણ ચૂંટાઈને આવે, જે પણ સંસ્થા ચૂંટાઈને આવે, પંચાયત ચૂંટાઈને આવે તે આપણું પાંચ વર્ષમાં ભાગ્ય નક્કી કરશે. હું સમજુ છું કે લોકતંત્રને આટલું માર્યાદિત માની ના શકાય. લોકતંત્રનું એક મહત્વપૂર્ણ કામ જરૂર છે કે પોતાની પસંદગીની સરકાર ચૂંટીએ, પરંતુ લોકતંત્રની સફળતા ત્યારે હોય છે જ્યારે જનભાગીદારીથી દેશ ચાલે. જનભાગીદારીથી ગામડાની વિકાસ યાત્રા ચાલે, જનભાગીદારીથી નાગરની વિકાસ યાત્રા ચાલે, અને એટલા માટે જ જનતાની સાથે સરકારનો સંવાદ અનિવાર્ય હોય છે. જીવનનો સંવાદ હોવો જોઈએ. ઉપરથી નીચેની તરફ સાચી માર્ગદર્શિકા જવી જોઈએ અને નીચેથી ઉપરની તરફ સાચી માહિતી જવી જોઈએ. જો આ દ્વિમાર્ગી પ્રવાહ બરાબર હોય તો યોજનાઓ, નીતિઓ અને બજેટ ફાળવણી સાચી લક્ષિત જગ્યા પર બધી જ વસ્તુઓ થઇ શકે છે અને એટલા માટે જ આજે એક મોબાઇલ એપ દ્વારા ગ્રામિણ સંવાદ દ્વારા ગામડાનો વ્યક્તિ પોતાના મોબાઇલ ફોનના માધ્યમથી સાચી જાણકારી ઉપર સુધી પહોંચાડી શકે છે અને ઉપરથી સાચું માર્ગદર્શન સાવ છેલ્લે ઉભેલા માણસ સુધી સીધું પહોંચી શકે છે અને તેના કારણે ત્યાં સ્થાનિક એકમો જે સરકાર રહે છે તેમની ઉપર પણ દબાણ વ્યક્ત થાય છે, કારણ કે ગામડાનો વ્યક્તિ કહે છે કે સાહેબ તમે કહો છો આ યોજના, પરંતુ મારો મોબાઇલ ફોન તો કહે છે કે આ યોજના છે, તમે જણાવો કે અમારે ત્યાં કેમ લાગુ નથી થઇ. આ જનતાને જાગૃત કરવાનું ઘણું મોટું કામ આ મોબાઇલ એપ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જનતાની સાથે સંવાદ વધારીને તેની જરૂરિયાતોને સમજીને કામને દિશા આપવી, ગતિ આપવી, તે દિશામાં આપણે પ્રયાસ કરી રહ્યા છીએ.
આજનું પણ દેશભરમાં અનેક જગ્યાએ ઉદ્ઘાટન થયું છે. તે જ રીતે કૃષિ વિભાગનું અહિયાં જ ફોનેમીક્સ સેન્ટરના પણ ઘણા અગત્યના પ્લાન્ટનું આજે ઉદ્ઘાટન થયું છે. આપણા દેશમાં કૃષિ ક્ષેત્ર અને પશુપાલન આ ગ્રામિણ અર્થવ્યવસ્થાના કેન્દ્ર બિંદુઓ છે. પરંતુ સાથે સાથે આપણા ગ્રામિણ જીવનમાં જે કારીગરો છે તેમનું પણ ગ્રામિણ અર્થતંત્રમાં ઘણું મોટું યોગદાન છે. અને એટલા માટે જ ભલે તે પશુપાલન હોય, કે પછી ખેતી હોય, કે પછી હાથનું કામ હોય, હસ્તકલા સાથે જોડાયેલા આપણા લોકો હોય, તેમને જોડીને અમે આપણી અર્થવ્યવસ્થાને મજબુત કરવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. 2022 ભારતની આઝાદીના 75 વર્ષ દેશના ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં એક સંકલ્પ લઈને આપણે કામ કરી રહ્યા છીએ. એક તરફ ખેડૂતની જે ઈનપુટ કીમત છે તેની જે ખોટ છે તેને ઓછી કરવી છે. અને બીજી તરફ તેમનું જે ઉત્પાદન છે તેને વધારવાનું છે. જો આ બંને વસ્તુઓ ઉપર આપણે ચાલીશું તો આપણે ટેકનોલોજીની મદદ લેવી પડશે. આપણે આધુનિકતા તરફ જવું પડશે. પશુપાલન, પશુની સંખ્યા ભલે ઓછી હોય, પરંતુ દૂધનું ઉત્પાદન વધુ હોય, પ્રતિ પશુ દૂધનું ઉત્પાદન વધે તે દિશામાં જેટલી ઝડપથી આગળ વધીશું તેટલું ગ્રામિણ અર્થજીવન આગળ વધશે. આપણે આજે દુનિયામાં કેમિકલ વેક્સના બદલે મધવાળું મીણ જે છે તેની દુનિયામાં ખુબ માંગ વધી રહી છે. લોકો કેમિકલ મીણથી મુક્તિ મેળવીને મધમાખીનું જે મીણ હોય છે તે દિશામાં જઈ રહ્યા છે. જો આપણે ગામડાઓમાં મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીએ, વૈજ્ઞાનિક ઢબે મધમાખીનો ઉછેર કરવો આપણા ખેડૂતના પશુપાલન સાથે જોડાઈ જાય, વધારાની આવકની સંભાવનાઓ વધશે અને આજે જે ઘણું મોટું બજાર મધમાખીના મીણનું છે, કેમિકલ વેક્સમાંથી લોકો મુક્ત થવા માંગે છે. ભારત વિશ્વમાં તેના ઘણા મોટા બજારને આવરી લેવાની ક્ષમતા ધરાવે છે અને તે દિશામાં અમે આગળ જવા માંગીએ છીએ. આપણે ત્યાં મત્સ્ય ઉદ્યોગ હોય, આપણે ત્યાં મરઘાઉછેર હોય,આપણા પશુપાલન હોય, આપણે ત્યાં કૃષિ હોય, તેમાં પણ ટીમ્બરની ખેતી, પશુપાલનની સાથે સાથે ખેતીની સાથે સાથે જો ખેતરના કિનારે ટીમ્બરની ખેતી કરીએ તો દેશ આજે ટીમ્બર આયાત કરે છે તેનાથી બચી જશે અને દેશનો ખેડૂત ટીમ્બરથી એટલી કમાણી કરી શકશે કે તેને ક્યારેય પરિવારમાં સંકટનો સામનો નહિ કરવો પડે. પાંચ દસ વર્ષ મહેનત કરવાની જરૂર છે, આપમેળે જ પરિણામ આવવાનું શરુ થઇ જાય છે. તો આવા એક સંયુક્ત સંકલિત દ્રષ્ટિકોણ સાથે ગ્રામિણ વિકાસને આગળ વધારવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. અમે કેટલાક કામો નિર્ધારિત સમય સીમામાં કરવાના ઈરાદા સાથે કરીએ છીએ. મને ખુશી છે કે પહેલા ગ્રામિણ જીવનની સાથે એક ગંદકી ગ્રામિણ જીવનનો ભાગ બની ગઈ હતી. લોકો સહન કરતા રહેતા હતા, એ જ માની લીધું હતું કે અમારા નસીબમાં આ જ લખાયેલું છે. અને ધીમે ધીમે જેમ જેમ જાગૃતિ આવી લોકોમાં આ બદલાવની શરૂઆત થઇ ગઈ. ખુલ્લામાં શૌચ મુક્ત ગામની માતાઓ બહેનોના સન્માનનું એક અભિયાન ચાલ્યું છે. ટોયલેટ બનાવવાનું એક અભિયાન ચાલ્યું, સમયસીમામાં ટોયલેટ બનાવવાનું, શૌચાલય બનાવવાનું કામ ચાલ્યું. અને આજે ધીમે ધીમે એવી સ્થિતિ આવી છે કે કાલ સુધી આપણે જેને શૌચાલય કહેતા હતા આજે હિન્દુસ્તાનના ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોએ તેનું નામ ઈજ્જતઘર કરી નાખ્યું છે. શૌચાલય પર લખ્યું છે ઈજ્જતઘર. ખરેખર માતાઓ બહેનોની ઈજ્જત માટે આનાથી મોટી કોઈ ભેટ ના હોઈ શકે કે જે આપણે શૌચાલય બનાવીને આપીએ છીએ. આપણી માતાઓ બહેનોને શૌચ માટે ખુલ્લામાં જવું પડે, સુરજ આથમે ત્યાં સુધી રાહ જોવી પડે અને સવારે સુરજ ઉગે એ પહેલા જઈને આવી જવું પડે અને દિવસમાં ક્યારેય જવું પડ્યું, તે મા-બહેનને કેટલી પીડા થતી હશે આપણે જ્યાં સુધી આ સંવેદનાને અનુભવીશું નહિ ત્યાં સુધી ખુલ્લામાં શૌચ મુક્તનું આંદોલન સફળ નહી થઇ શકે. અને એટલા માટે જ્યારે પણ શૌચાલય બનાવવાની વાત આવે, તે મા-બહેનોની ઈજ્જત તરફ જોજો, તે મા-બહેનોની તકલીફો તરફ જોજો, તમને પણ લાગશે કે બાકીના કામો છોડીને પહેલા ભારત સરકારની યોજનાથી હું શૌચાલય બનાવું અને શૌચાલયનો ઉપયોગ કરવાની આદત પાડું.
અઢી લાખથી વધુ ગામડાઓ ખુલ્લામાં શૌચ મુક્ત બનવા આગળ આવ્યા છે. તેમણે કરીને દેખાડ્યું છે. હું તે ગામડાઓને હૃદયથી અભિનંદન આપું છું. તેમણે મા-બહેનોની ઈજ્જત માટે એક બહુ મોટું પગલું ભર્યું છે. અને મા-બહેનોની ઈજ્જત કરવાવાળું ગામ મારી માટે પુણ્ય ગામ હોય છે. હું તેને નમન કરું છું, તે ગામવાસીઓને નમન કરું છું કે જેમણે આ મહત્વપૂર્ણ કામ કર્યું છે.
સ્વચ્છતા આજે ગામનો સ્વભાવ બની રહી છે. ગામ પણ જવાબદારી ઉપાડવા લાગ્યું છે. આપણા ઘણા ગામડાઓ આઝાદીના 70 વર્ષ પછી પણ, 18 હજાર ગામ એવા છે, જે આજે પણ 18મી સદીમાં જીવે છે. ના તો વીજળીનો થાંભલો છે ના વીજળીના તાર છે ના ગામમાં ક્યારેય વીજળી જોવા મળી છે. અમે બીડું ઉપાડ્યું, લાલ કિલ્લા ઉપરથી કહ્યું એક હજાર દિવસમાં 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચાડીશું અને મને ખુશી છે કે રાજ્ય સરકારોએ પણ તેમાં હાથ લંબાવ્યો, ભારત સરકારે પણ તેમાં ઝડપ કરી અને આજે ઘણી ઝડપથી 18 હજાર ગામના તે લક્ષ્યને પૂરું કરવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ, લગભગ લગભગ 15 હજાર ગામડાઓમાં વીજળી પહોંચી ગઈ છે. હવે ગામડાઓમાં વીજળી પહોંચી ગઈ તો અમે ત્યાં અટકવાના નથી. હવે અમારું સપનું છે કે ગામ હોય કે શહેર, ઘર હોય કે ઝૂંપડી દરેકના ઘરમાં વીજળીનો ડબ્બો હોવો જોઈએ. 24 કલાક વીજળી મળવી જોઈએ, મોટું બીડું ઉઠાવ્યું છે. અને એટલા માટે ગરીબ પરિવારોએ ઘરમાં જોડાણો આપવા માટે પહેલા પૈસા આપવા પડતા હતા. અમે નક્કી કર્યું છે કે મફતમાં જોડાણો આપીશું, વીજળી પહોંચાડીશું અને મને વિશ્વાસ છે કે એક વાર વીજળી આવશે તો ઘરના જીવનમાં પણ બદલાવ આવશે, બાળકોને શિક્ષા માટે સુવિધા વધશે. ઘરનું જીવન બદલાશે, 24 કલાક વીજળી આપવાનો નિર્ધારિત લક્ષ્યાંકની સાથે કામ કરવાની દિશામાં આજે અમે આગળ વધી રહ્યા છીએ. હિન્દુસ્તાનના ગ્રામિણ જીવનને બદલવા માટે આપણા જે ગ્રામિણ લોકો ઉત્પાદન કરે છે, તેને શહેરમાં એક ફેશન તરીકે તેને પલ્વિત પુષ્પિત કરવાની જરૂર છે. સામાન્ય વ્યક્તિએ પોતાના હાથે બનાવેલી વસ્તુઓ જો મોટા મોટા ઘરોમાં તેનો થોડો પણ ઉપયોગ થઇ જાય, ગ્રામિણ અર્થતંત્રને ઘણી મોટી તાકાત મળશે. દિવાળીના દીવા ગામમાં મારા કુંભારે બનાવેલા જો ખરીદીશું તો મારા તે કુભારના ઘરમાં દિવાળીનો દીવો જાતે જ પેટાઈ જશે. અને આ આપણી માટે અઘરું કામ નથી. આપણે શહેરમાં રહેનારા લોકો આપણા સમગ્ર જીવનની જરૂરિયાતોને ગ્રામિણ અર્થકારણની દ્રષ્ટિકોણથી આગળ વધારીશું તો નવીનતા પણ અનુભવાશે. જીવનમાં એક સંતોષનો ભાવ પણ આવશે અને એટલા માટે શહેર ગામની માટે એક માર્કેટ સ્થળ બનવું જોઈએ. માત્ર ગામડાઓમાંથી આવનારું અનાજ શહેર માટે માર્કેટ પ્લેસ બને એવું નહી, પરંતુ શહેરમાં ઉત્પાદિત થાય. ગામડામાં ઉત્પાદિત થયેલી દરેક વસ્તુ શહેર માટે માર્કેટ પ્લેસના રૂપમાં વિકસિત થાય છે તો ક્યારેય પણ મારા દેશમાં ગામ ગરીબ નહિ રહી શકે, ગામમાં કોઈપણ પરિવાર ગરીબ નહી રહી શકે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ જે અંત્યોદયનું સપનું જોયું હતું તે સપનાને આપણે પૂરું કરી શકીએ છીએ. આજે નાનાજી દેશમુખની જન્મ શતાબ્દીમાં ભારત સરકાર તરફથી એક પોસ્ટલ સ્ટેમ્પનું પણ લોકાર્પણ થયું છે. મને વિશ્વાસ છે કે જ્યારે પણ આ ટપાલ પોસ્ટલ સ્ટેમ્પ સાથે લોકો સુધી પહોંચશે નાનાજી પ્રત્યે સ્વાભાવિક ઉત્સુકતા જાગશે. કેવા કેવા મહાપુરુષો માત્ર દેશ માટે જીવવું એ જ તેમનું ધ્યેય હતું. ગામડાઓના જીવનમાં બદલાવ લાવવો, કોઈની માટે જાતે જઈને પ્રયોગ કરવા અને દેશના બધા જ રાષ્ટ્રપતિ, નાનાજીએ જ્યારથી ગામડાનું શરુ કર્યું તે પછી જે પણ રાષ્ટ્રપતિ આવ્યા તે હંમેશા નાનાજી આ કામ સાથે જોડાયેલા રહ્યા. નાનાજીના કામને વખાણતા રહ્યા. નાનાજીના પ્રોજેક્ટ જોવા માટે પોતે જતા હતા અને આ કામ નાનાજીના કૌશલ્યની વિશેષતા હતી. આજે નાનાજીની જન્મશતીના દિવસે હિન્દુસ્તાનભરના ગ્રામિણ જીવનના લોકો આવ્યા છે. ભારત સરકારના બધા જ સંલગ્ન સરકારો જોડાઈ છે અને ગ્રામિણ જીવનમાં બદલાવ લાવવાનો એક સંકલ્પ લઈને અમે ચાલી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે 2022 આઝાદીના 75 વર્ષ દરેક ગામ અને તે પણ એક સંકલ્પ કરે દરેક ગામવાસી તે પણ સંકલ્પ કરે કે 2022 સુધીમાં હું મારા ગામને આ આપીશ અને મારું ગામ અમે મળીને અમે દેશને આ આપીશું. જો આ સંકલ્પ લઈને ચાલીશું મને વિશ્વાસ છે કે આપણે ગ્રામોદયના જે સપનાઓને લઈને ચાલ્યા છીએ તેને પુરા કરવામાં સફળતા મળશે. હું ફરી એકવાર આપ સૌને આગ્રહ કરીશ કે અહિયાં જે પ્રદર્શન લગાવ્યું છે, હું હમણાં જોવા ગયો હતો. જે લોકો આવ્યા છે તેમને પણ કહેવા માટે ઘણી બધી વાતો છે, સફળતા સાથે કરેલા અનુભવોનો ત્યાં નીચોડ છે, મારું પણ મન કરતું હતું, વારે વારે ત્યાં ઉભો રહી જતો હતો. જોવાની સમજવાની કોશિશ કરતો હતો. મનને આનંદ થતો હતો કે ગામે ગામ કેવા પ્રયોગો થઇ રહ્યા છે, દરેક રાજ્યોમાં કેવા કેવા પ્રકારની નવી નવી પહેલો કરવામાં આવી છે. ગામડાઓમાં પણ ટેકનોલોજીએ કેવી રીતે પોતાની જગ્યા બનાવી છે. આ બધી વસ્તુઓ જોઇને મનને ખુબ પ્રસન્નતા મળે છે. મારો તમને આગ્રહ છે. તમે ગમે તેટલા વ્યસ્ત કેમ ના હોવ, ગમે તેટલી જવાની ઉતાવળ કેમ ના હોય, આ પ્રદર્શનની પ્રત્યેક વસ્તુને ઝીણવટથી જોજો. તમારા ગામમાં આમાંથી શું લાગુ થઇ શકે તેમ છે. તે જરા કાગળ પર લખીને રાખો. કોનો સંપર્ક કરવો તે પણ લખીને રાખો અને તેમાંથી કઈ વસ્તુઓ તમારા ગામ માટે અનુકુળ છે. તેને તમે તમારા ગામમાં જઈને કેવી રીતે લાગુ કરી શકો છો. આખરે જ્યારે કોઈ વસ્તુને જોઈએ છીએ તો તેની શક્તિનો પરિચય વધારે થાય છે. અને એટલા માટે હું આગ્રહ કરીશ આપ સૌને કે બે ચાર કલાક પણ આ પ્રદર્શનમાં જરૂરથી વિતાવો, દરેક વસ્તુને જુઓ અને સારી વસ્તુઓને પોતાના ગામમાં લઈને જાવ. હું ફરી એકવાર નાનાજીને પ્રણામ કરું છું, બાબુ જયપ્રકાશજીને નમન કરું છું અને બધા જ ગામડાઓમાંથી આવેલા મારા જાગૃત નાગરિક ભાઈઓ બહેનોને પ્રણામ કરું છું અને આપ સૌનો ખુબ ખુબ આભાર માનું છું.
NP/J.Khunt/GP
Today, we pay tributes to the great Loknayak JP and Nanaji Deshmukh, who worked closely with JP. Both these individuals distinguished themselves and devoted their lives towards the betterment of our nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2017
Loknayak JP was deeply popular among youngsters. The likes of Loknayak JP and Dr. Lohia were active during the 'Quit India' movement, inspired by the clarion call of Mahatma Gandhi. JP was never interested in power politics: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2017
Loknayak JP fought corruption in the nation. His leadership rattled those in power that time and during a march he was even attacked. At that time, standing shoulder to shoulder with him was Nanaji Deshmukh: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2017
When Janata Government was formed in 1977, Nanaji Deshmukh was requested to join the Government as a Minister but he did not do so. He followed JP and preferred to devote himself towards rural development and making our villages self-reliant, free from poverty: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2017
Just having the best ideas for development are not enough. Initiatives have to be completed on time and the fruits of development must reach the intended beneficiaries. Efforts have to be comprehensive and 'outcome driven' not 'output driven' : PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2017
Facilties that are associated with cities must also be made available to our villages: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2017
Strength of a democracy cannot be restricted to how many people vote. Yes, that is important but the real essence of a democracy is Jan Bhagidari and integrating people in the development journey of cities, villages. Regular Samvad with governments is required: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2017
Lack of sanitation facilities is adversely impacting the development journey of villages. That is why we have been working to overcome this and build toilets in rural areas: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 11, 2017