પીએમઇન્ડિયા

અમેરિકાનાં વિદેશ મંત્રી રેક્સ ટિલરસન આજે બપોરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ ટિલરસનને વિદેશ મંત્રી તરીકે ભારતની પ્રથમ મુલાકાત પર આવકાર આપ્યો હતો. પ્રધાનમંત્રીએ ચાલુ વર્ષે જૂનમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે સકારાત્મક અને દૂરગામી વાટાઘાટ પછી દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધો વધારે મજબૂત થવાની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય સંબંધમાં વિવિધ પાસાંને આવરી લેવા, સંબંધોને વધુ ઝડપથી મજબૂત કરવા માટે વધુ પગલાં લેવા પર વિદેશ મંત્રી ટિલરસને વ્યક્ત કરેલા સંકલ્પને વહેંચ્યો હતો. તેમણે પુષ્ટિ કરી હતી કે ભારત-અમેરિકાની ભાગીદારી બંને દેશોને પારસ્પરિક લાભદાયક રહેવાની સાથે પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ રીતે અસરકારક રહી છે.
જ્યારે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની નવી દક્ષિણ એશિયા નીતિનાં સંદર્ભમાં પ્રધાનમંત્રીએ આતંકવાદ, આતંકવાદીઓનું માળખું તોડી પાડવા, તેમનાં આશ્રયસ્થાનોનો નાશ કરવાનાં સામાન્ય ઉદ્દેશોની નોંધ લીધી હતી, ત્યારે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા લાવવાની વાતની પ્રશંસા કરી હતી.
આ સંબંધમાં વિદેશમંત્રી ટિલરસને પ્રધાનમંત્રી સાથે તેમની આ વિસ્તારની તાજેતરની મુલાકાતો પર અભિપ્રાયો વહેંચ્યાં હતાં. તેમણે તમામ સ્વરૂપોમાં આતંકવાદનો સામનો કરવા તથા પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાની ચર્ચા કરી હતી.
દિવસનાં પ્રારંભે વિદેશમંત્રી ટિલરસને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
RP
Mr. Rex Tillerson, U.S. Secretary of State met Prime Minister @narendramodi. @StateDept pic.twitter.com/vISIt6G8sq
— PMO India (@PMOIndia) October 25, 2017