પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે આજે કૌશલ્ય વિકાસ તેમજ ઉદ્યમિતા મંત્રાલય (એમએસડી એન્ડ ઈ)ના તકનીકી કૈડરના ગ્રુપ ‘એ’ સેવાના ગઠનને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે. આ પહેલા શ્રમ રોજગાર મંત્રાલયના રોજગાર તેમજ પ્રશિક્ષણ મહાનિદેશાલયના નામથી જાણવામાં આવતું હતું. ભારતીય કૌશલ્ય વિકાસ સેવા (આઈએસડીએસ)ના નામથી આ નવી સેવા ઓળખાશે.
કેડરની સંરચનામાં નીચે મુજબના બદલાવોને પણ સ્વીકૃતિ અપાઈ છે.
1. એસએજીના સ્તર પર એક પદ વધારવામાં આવ્યું છે.
2. જીએજીના સ્તર પર ચાર પદ વધારવામાં આવ્યા છે.
3. એસટીએસના સ્તર પર સાત પદ વધારવામાં આવ્યા છે.
4. જેટીએસના સ્તર પર 12 પદ ઘટાડવામાં આવ્યા છે.
5. કેબિનેટના એસટીએસના સ્તર પર એસડીપીના 15 ટકા સુધી એનએફએસજીની શરૂઆત કરવાને પણ પોતાની સ્વીકૃતિ આપી દીધી છે, જો કે ગ્રુપ ‘એ’ એન્જીનીયરીંગ સેવામાં માન્ય છે.
6. આ નિર્ણયથી સંગઠનની ક્ષમતા તેમજ દક્ષતામાં વધારો થશે.
AP/J.Khunt/GP