પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીએ આજે સવારે રાજઘાટની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ગાંધી જયંતી નિમિત્તે અંજલિ અર્પણ કરી હતી.
‘પૂજ્ય બાપૂને શત્ શત્ નમન, લાલ બહાદૂર શાસ્ત્રીની જયંતી પર મારા પ્રણામ.’, પ્રધાનમંત્રીએ ટ્વિટ કરી હતી.
પ્રધાનમંત્રી ઝારખંડમાં.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના ખૂંટી ખાતેની જિલ્લા કોર્ટ માટેના 180 કિલોવોટની ક્ષમતા ધરાવતા રૂફ ટોપ સોલાર પાવર પ્લાન્ટનું આજે ઉદ્ઘાટન કર્યું હતું. વિશાળ જન સમૂદાયને સંબોધતા, કે જેમાં મોટા પ્રમાણમાં આદિવાસી મહિલાઓ હતી, પ્રધાન મંત્રીએ કહ્યું હતું કે ગાંધી જયંતીના દિવસે સોલાર એનર્જી પ્રોજેક્ટનું ઉદ્ગાટન ખૂબજ ઉચિત છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ હંમેશા તેમના વિચારો અને કર્મોથી કુદરત સાથે સુમેળ સાધીને કઈ રીતે જીવન જીવી શકાય એ બતાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ તાજેતરમાં તેમની સંયુક્ત રાષ્ટ્રની મુલાકાત દરમિયાન આપેલા વક્તવ્યમાં જણાવ્યું હતું કે અત્રે ઉપસ્થિત તમામ નેતાઓએ ગ્લોબલ વોર્મિંગ અને માનવ જાત પરના ખતરા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આના માટે ભારત જવાબદાર નથી કેમ કે અમારા વડવાઓએ અમને ક્યારેય કુદરતને નુકશાન પહોંચાડવાનું નથી શિખવાડ્યું. જો કે, પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે આ કટોકટીમાંથી માનવ જાતિને બચાવવા માટે ભારત તેનું પ્રદાન કરશે. તેમણે કહ્યું કે સોલાર એનર્જીનો ઉપયોગ આના માટેનો એક માર્ગ છે. પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે જે રાજ્યમાં કોલસાનો વિપુલ સ્ટોક છે એવા ઝારખંડમાં જિલ્લા કોર્ટનું સંચાલન સોલાર એનર્જી દ્વારા કરવાનું પગલું મહત્ત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે વીજળી ન મળી શકવાને લીધે કોર્ટમાં ન્યાયની પ્રક્રિયાને આડે વિઘ્ન ઊભા થતા હોય છે. તેમણે કહ્યું કે સોલાર પાવરથી સજ્જ કોમ્પલેક્સના આ પગલાથી આવી સ્થિતિનું નિર્માણ નહીં થવાની ખાતરી મળે છે. પ્રધાનમંત્રીએ લોકોને એલઈડી લેમ્પનો ઉપયોગ કરી વીજળી બચાવવા અને તેમના વીજળી બીલને ઘટાડવા પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદૂર શાસ્ત્રીને તેમની જન્મ જયંતી પર શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને નોંધ્યું હતું કે દેશમાં તાજેતરમાં 1965માં થયેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુધ્ધની ગોલ્ડન જ્યુબીલી (50 વર્ષ)ની ઉજવણી થઈ રહી છે. આ યુધ્ધમાં ભારતનો વિજય થયો હતો અને એ સમયે દેશના પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રી હતા. તેઓએ અત્રે તેમની તાજેતરની તાશ્કંદની મુલાકાતને પણ વાગોળી હતી, કે જ્યાં તેઓએ લાલ બહાદૂર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ દુમકા ખાતે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત મેગા ક્રેડિટ કેમ્પને પણ ખૂલ્લો મૂક્યો હતો. અને તેમણે પાંચ લાભાર્થીઓને લોનના દસ્તાવેજો અને મુદ્રા કાર્ડ પણ એનાયત કર્યા હતા. તેમણે ખૂંટી અને દુમકામાં એકત્રિત થયેલી વિશાળ જન મેદની પર આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ બાબત જ બતાવે છે કે ઝારખંડના લોકો વિકાસ માટે કેટલા પ્રતિબધ્ધ છે. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકાર અને ઝારખંડના લોકોને અભિનંદન આપ્યા હતા, રાજ્યને વ્યવસાય કરવામાં સરળ રાજ્ય તરીકેના નોંધનીય વિકાસ અંગે, કે જેનો ઉલ્લેખ વર્લ્ડ બેંકના તાજેતરના અહેવાલમાં કરાયો છે.
પ્રધાનમંત્રીએ અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના અંતર્ગત 42 લાખ લોકોને લોન આપવામાં આવી છે. આ યોજના પેટે 26000 કરોડ ચૂકવાયા હોવાની જાહેરાત પણ તેમણે કરી હતી. તેમણે કહ્યું કે આને લીધે નાના ઉદ્યોગ સાહસિકોને તેમના વ્યવસાયને વિસ્તારવામાં મદદ મળશે અને શાહુકારોની જાળમાંથી તેઓને છૂટકારો મળી શકશે. તેમણે કહ્યું કે આ લાભાર્થીઓમાં 20 લાખ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં 31 લાખ લોકોએ ‘ગીવ ઈટ અપ’ના અંતર્ગત, આ ઝૂંબેશ 3 બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવા સંદર્ભે રજૂ કરાઈ હતી, તેમની એલપીજીની સબસીડી જતી કરી છે, પ્રધાનમંત્રીએ એલપીજીની સબસીડી છોડનારા લોકોનો આભાર માન્યો હતો, કે જેથી તેનો લાભ સૌથી વધુ જરૂરિયાત મંદ ગરીબોને આપી શકાય. આ પ્રસંગે પાંચ હજાર બીપીએલ કેટેગરીના પરિવારોને એલપીજી કનેક્શન આપવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રીએ દુમકા જિલ્લામાં ઐતિહાસિક માલુતિ મંદિર પરિસરના વિકાસ અને જાળવણીના પ્રોજેક્ટ માટે ઓન લાઈન સેવા પણ રજૂ કરી હતી.
સફાઈ ગીરી સમિટ (શિખર પરીષદ) અને એવોર્ડસ 2015 .
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અત્રે કહ્યું હતું કે સ્વચ્છ ભારતના વિઝનને આગળ ધપાવવા માટે મહાત્મા ગાંધીથી મોટું પ્રોત્સાહક કોઈ ન હોઈ શકે. આ ટિપ્પણ તેમણે સફાઈગીરી સમિટ અને એવોર્ડસ 2015 દરમિયાન કરી હતી, કે જેનું આયોજન નવી દિલ્હીમાં ઈન્ડિયા ટૂડે જૂથે કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં ઘણા લોકોએ આ વિઝનમાં તેમનું યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ આ સંદર્ભે ઈલેટ્રોનિક મિડિયાની સકારાત્મક અને સુરક્ષાત્મક ભૂમિકાને ખાસ ઉજાગર કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વચ્છતા અથવા સફાઈએ આદતની બાબત છે. એક વખત ટેવ પડી જાય તો કોઈ પણ વ્યક્તિ અસ્વચ્છ વાતાવરણને ચલાવી નહીં લે. તેમણે કહ્યું કે ભારતીય સમાજમાં વ્યક્તિગત સ્વચ્છતા અને સામાજિક સ્વચ્છતા અંગે જાગૃતિની અત્યંત જરૂર છે કે જેની અવગણના થાય છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે એમાં સુધારો થવો જ જોઈએ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અસ્વચ્છ સ્થિતિને લીધે ભારતમાં રોજ 1000 બાળકો મૃત્યુ પામે છે. તેમણે કહ્યું કે સ્વચ્છ ભારતને માત્ર સરકારી કાર્યક્રમ તરીકે ન જોવો જોઈએ. તેમણે કહ્યું કે આ તો બધાનો કાર્યક્રમ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જો 125 કરોડ લોકો ભારતને સ્વચ્છ કરવાનું નક્કી કરે તો એ ચોક્કસ થઈ શકે છે.
પ્રધાનમંત્રીએ એવોર્ડ વિજેતાઓના પ્રયાસોને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે તેમનું કાર્ય અન્યો માટે પ્રોત્સાહક બની રહેશે. તેમણે બીજા અનેક વ્યક્તિગત ઉદાહરણો પણ આપ્યા, ખાસ કરીને યુવાઓના, કે જેઓએ છેલ્લા એક વર્ષમાં સ્વચ્છ ભારત સંદર્ભે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
At Raj Ghat earlier today. pic.twitter.com/Skz6qEaGTs
— Narendra Modi (@narendramodi) October 2, 2015
Why did I go to a district court, all the way to Khunti, Jharkhand? My speech on solar energy explains. http://t.co/7D5kSGq8MR
— Narendra Modi (@narendramodi) October 2, 2015
Shall join #Safaigiri Awards. Will spend time with those who made inspiring efforts for a Swachh Bharat. #MyCleanIndia @IndiaToday
— Narendra Modi (@narendramodi) October 2, 2015
PM @narendramodi in Jharkhand. Watch the programme in Khunti district. https://t.co/qYP80eEi4d
— PMO India (@PMOIndia) October 2, 2015
Today the PM has come to a programme in a district court. A lot of people would be puzzled why is this happening: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 2, 2015
Our culture never permits the exploitation of nature and natural resources: PM @narendramodi https://t.co/qYP80emGFD
— PMO India (@PMOIndia) October 2, 2015
If Guj& Raj think of solar energy people will say it is understandable, they have no coal. But when Jharkhand does so, it is noticed: PM
— PMO India (@PMOIndia) October 2, 2015
Do you want your power bills to reduce? Then think of LED bulbs: PM @narendramodi https://t.co/qYP80eEi4d
— PMO India (@PMOIndia) October 2, 2015
Fulfilling the dream of our beloved Mahatma Gandhi. #MyCleanIndia pic.twitter.com/oDlLCxH8mO
— PMO India (@PMOIndia) October 2, 2015
Devoting time for a SwachhBharat. #MyCleanIndia pic.twitter.com/3hupda7ZVx
— PMO India (@PMOIndia) October 2, 2015
The atmosphere here indicates how Jharkhand has come fully on the path of development: PM
— PMO India (@PMOIndia) October 2, 2015
PM @narendramodi takes note of the progress in Jharkhand, including the much improved 'ease of doing rankings' https://t.co/l8ZqTRNwLA
— PMO India (@PMOIndia) October 2, 2015
Today I urge you all to buy Khadi. When sales of Khadiincrease, the poor benefit: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 2, 2015
Congratulate all award winners. Their work will inspire so many: PM at #Safaigiri @IndiaToday http://t.co/Iy8hu3Nre5 #MyCleanIndia
— PMO India (@PMOIndia) October 2, 2015
SwachhBharat is one programme where many people have helped particularly media & that too electronic media: PM at #Safaigiri @IndiaToday
— PMO India (@PMOIndia) October 2, 2015
If you feel SwachhBharat Abhiyaanis a government programme it wont succeed. This has to be our programme: PM at #Safaigiri @IndiaToday
— PMO India (@PMOIndia) October 2, 2015
Now cleanliness is being discussed in Parliament. We have even been cornered on it but the fact is discussions are happening: PM #Safaigiri
— PMO India (@PMOIndia) October 2, 2015
We do not have the right to make our nation dirty: PM @narendramodi at #Safaigiri @IndiaToday
— PMO India (@PMOIndia) October 2, 2015
#Safaigiri Awards function was an enjoyable programme with a serious message & unequivocal support to Swachh Bharat Abhiyaan. #MyCleanIndia
— Narendra Modi (@narendramodi) October 2, 2015