Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પેસિફિક પેન્શન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી

પેસિફિક પેન્શન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પીપીઆઇ) ઇન્સ્ટિટ્યૂટનાં પ્રેસિડન્ટ શ્રી લિઓનેલ સી જોહન્સનાં નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યું હતું.

આ પ્રતિનિધિમંડળનાં સભ્યોએ ભારતમાં ઝડપથી થઈ રહેલા આર્થિક સુધારાની પ્રશંસા કરી હતી અને દેશમાં રહેલી વૃદ્ધિની સંભવિતતા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં એફડીઆઇ, જીએસટી જેવા અર્થતંત્રનાં વિવિધ પાસાંની ચર્ચા થઈ હતી.

પ્રધાનમંત્રીએ ભારતમાં રોકાણ કરવા માટે વિવિધ શક્યતાઓ સૂચવી હતી. તેમણે દેશમાં વેપારવાણિજ્ય સરળ કરવા માટે તાજેતરમાં કરવામાં આવેલા નીતિનિયમોમાં સુધારા અને લેવામાં આવેલા પગલાં વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતનાં લોકોની વધતી આકાંક્ષા અને મજબૂત આર્થિક ફંડામેન્ટલ દેશમાં રોકાણ માટેની મહત્ત્વપૂર્ણ તક પ્રસ્તુત કરે છે. તેમણે અક્ષય ઊર્જા અને સજીવ ખેતીનાં ક્ષેત્રોમાં રોકાણની સંભવિતતા પર ભાર મૂક્યો હતો. તેમણે એ હકીકતની પ્રશંસા કરી હતી કે પીપીઆઇ ઇન્સ્ટિટ્યૂટ વિવિધ ફંડમાં ટ્રસ્ટી તરીકે રોકાણ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, ટ્રસ્ટીશિપની આ વિભાવના ભારતનાં લોકો સારી રીતે સમજે છે અને તેને મહાત્મા ગાંધીએ પણ વ્યક્ત કરી હતી.

J.Khunt/GP