Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આઈઆરઆરઆઈ, મહાવીર ફિલિપાઇન ફાઉન્ડેશનની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ આઈઆરઆરઆઈ, મહાવીર ફિલિપાઇન ફાઉન્ડેશનની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ આઈઆરઆરઆઈ, મહાવીર ફિલિપાઇન ફાઉન્ડેશનની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ આઈઆરઆરઆઈ, મહાવીર ફિલિપાઇન ફાઉન્ડેશનની મુલાકાત લીધી


 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિલિપાઇન્સનાં લૉસ બાનોસમાં આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા (આઈઆરઆરઆઈ)ની મુલાકાત લીધી હતી. આઈઆરઆરઆઈ ચોખાનાં વિજ્ઞાન, ચોખાનાં ખેડૂતો અને ઉપભોક્તાઓનાં સ્વાસ્થ્ય અને કલ્યાણમાં વધારો કરી તથા ભવિષ્યની પેઢીઓ માટે ચોખાનું વાવેતર કરતાં વાતાવરણનું સંરક્ષણ કરી ગરીબી અને ભૂખમરો ઘટાડવા પ્રતિબદ્ધ ટોચની સંશોધન સંસ્થા છે.

પ્રધાનમંત્રીએ ચોખાની વિવિધ જાતો, દુષ્કાળમાં પાકી શકે તેવી ચોખાની જાતો, ક્ષારયુક્ત વિસ્તારમાં પાકી શકે તેવી ચોખાની જાતો તથા મહિલા કૃષિ સહકારીઓ સાથે આઇઆરઆરઆઇનાં કાર્યો દર્શાવતી ફોટો પ્રદર્શનની સમીક્ષા કરી હતી.

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૂબતા પાણીનાં ઉગતા ચોખાની જાતો માટે એક નવા પ્લોટમાં પાવડો ચલાવી પ્રતીકાત્મક રૂપે ભૂમિપૂજન કર્યું હતુ. એમણે શ્રી નરેન્દ્ર મોદી રિસાયલન્ટ રાઇસ ફિલ્ડ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. એમણે આઈઆરઆરઆઈ જનીન બેંકને ભારતીય ચોખાનાં બીજની બે જાતો પ્રસ્તુત કરી હતી.

 

આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ આઈઆરઆરઆઈમાં કામ કરતાં કેટલાંક ભારતીય વિજ્ઞાનીકો સાથે વાત કરી હતી.

 

પ્રધાનમંત્રીએ મનીલામાં મહાવીર ફિલિપાઇન ફાઉન્ડેશનની મુલાકાત પણ લીધી હતી. આ ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે લાંબા સમયથી ચાલતો માનવતાવાદી સહકાર કાર્યક્રમ છે તથા તેની સ્થાપના ભારતીય મૂળનાં મેયર ડૉ. રમૉન બગતસિંગે કરી હતી. મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ સાથે સંયુક્ત રૂપે ફાઉન્ડેશન જરૂરિયાતમંદ વિકલાંગોને જયપુર ફૂટ વિતરીત કરે છે. પ્રધાનમંત્રીએ જયપુર ફૂટનો લાભ મેળવનાર કેટલાંક લોકો સાથે વાતચીત કરી હતી.

 

NP/J.Khunt/GP/RP