પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ગઈકાલ (15મી નવેમ્બરના રોજ)થી મોટા પાયે વપરાતી સંખ્યાબંધ ચીજવસ્તુઓનાં જીએસટીનાં દરોમાં ધરખમ ઘટાડા પછી તરત જ જીએસટી હેઠળ નેશનલ એન્ટી-પ્રોફિટિયરીંગ ઓથોરિટી (એનએએ – રાષ્ટ્રીય નફાખોરી-વિરોધી સત્તામંડળ)નાં અધ્યક્ષ અને ટેકનિકલ સભ્યોની જગ્યાઓ ઊભી કરવા મંજૂરી આપી છે. આને પગલે આ એપેક્સ બોડીની તાત્કાલિક સ્થાપનાનો માર્ગ મોકળો બન્યો છે. ચીજવસ્તુઓ અને સેવાઓ પર જીએસટીનાં દરમાં ઘટાડાનો લાભ કિંમતોમાં ઘટાડા દ્વારા છેવટના ગ્રાહક સુધી પહોંચે તેની ખાતરી મેળવવા માટે આ બોડીની રચના ફરજિયાત છે.
ભારત સરકારના સચિવ સ્તરના વરિષ્ઠ અધિકારીના વડપણ હેઠળ કેન્દ્ર અને/અથવા રાજ્યોમાંથી ચાર ટેકનિકલ સભ્યોની એનએએની સ્થાપનાને પગલે વધુ એકવાર સુનિશ્ચિત થયું છે કે, સરકાર જીએસટીનાં અમલીકરણના લાભ ચીજવસ્તુઓ અને સેવાની કિંમતોમાં ઘટાડા સ્વરૂપે ગ્રાહકો સુધી પહોંચાડવા શક્ય તમામ પગલાં લેવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
અગાઉ 14મી નવેમ્બર, 2017ના રોજ મધ્યરાત્રિથી અમલમાં આવે તે રીતે 178 ચીજવસ્તુઓ પર જીએસટીનાં દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા હતા. હવે 28 ટકા જીએસટીનો દર લાગુ પડતો હોય તેવી માત્ર 50 જ ચીજવસ્તુઓ છે. તે જ રીતે, સંખ્યાબંધ ચીજો પરથી જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે અને કેટલીક ચીજવસ્તુઓ પરથી જીએસટી સંપૂર્ણ હટાવી લેવાયો છે.
જીએસટીના કાયદામાં નફાખોરી-વિરોધી પગલાં સાંકળી લેવાથી ચીજવસ્તુઓ અને સેવાઓ પર જીએસટીના દરમાં ઘટાડો અને ઈનપુટ ટેક્સ ક્રેડિટના તમામ લાભ ગ્રાહકો સુધી પહોંચે તેની ખાતરી માટે સુવ્યવસ્થિત સંસ્થાકીય પદ્ધતિ મળે છે. આ સંસ્થાકીય માળખામાં એનએએ, સ્ટેન્ડિંગ કમિટી, દરેક રાજ્યની સ્કિનિંગ કમિટી તેમજ સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સ (સીબીઈસી)માં ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સેફગાર્ડસ સામેલ છે.
જે ગ્રાહકોને તેઓ જ્યારે વસ્તુ કે સેવા ખરીદે ત્યારે એમ લાગે કે કિંમતોમાં અનુરૂપ ઘટાડાનો લાભ તેમને મળ્યો નથી, તેઓ જે-તે રાજ્યની સ્ક્રિનિંગ કમિટીને રાહત માટે અરજી કરી શકે છે. જોકે, સમગ્ર ભારતને આવરી લેતા બહોળા જનસમુદાય સંબંધિત નફાખોરીની ઘટનાઓનાં કેસમાં અરજી સીધી જ સ્ટેન્ડિંગ કમિટીને કરી શકાય છે. પ્રાથમિક નિરીક્ષણમાં નફાખોરીનું તત્ત્વ જોવા મળે તો સ્ટેન્ડિંગ કમિટી તેને વધુ તપાસ માટે સીબીઈસીના ડાયરેક્ટર જનરલ ઑફ સેફગાર્ડસને મોકલી આપશે, જે પોતાનો અહેવાલ એનએએને સોંપશે.
એનએએ નફાખોરીનું તત્વ સુનિશ્ચિત કરે તે સંજોગોમાં નફાખોરી વિરોધી પગલાં લેવાં જરૂરી બની જાય છે. જે તે સપ્યાલર / બિઝનેસને તેની કિંમતો ઘટાડવા અથવા તો ચીજો કે સેવાઓ મેળવનારા લોકોને વ્યાજ સાથે વધારે વસૂલેલી રકમ ચૂકવવા માટે એનએએ આદેશ આપી શકે છે. જો ચીજવસ્તુ કે સેવા મેળવનાર સુધી વધુ વસૂલેલી રકમના લાભ પહોંચાડી શકાય તેમ ન હોય તો એનએએ એ રકમ કન્ઝ્યુમર વેલફેર ફંડમાં જમા કરાવવાનો આદેશ પણ આપી શકે છે. છેવટના કિસ્સામાં એનએએ કસૂરવાર બિઝનેસ એકમને દંડ ફટકારી શકે છે અને જીએસટી હેઠળ તેનું રજિસ્ટ્રેશન પણ રદ્દ કરી શકે છે.
એનએએની રચનાને પગલે જીએસટીના દરમાં તાજેતરના ઘટાડાના લાભ મેળવી શકવા બાબતે તેમજ જીએસટીમાં સમગ્રપણે પણ ગ્રાહકોનો વિશ્વાસ વધશે.
NP/J.Khunt/GP/RP
GST anti-profiteering authority gets Cabinet approval. https://t.co/w2ePB3q0LU
— PMO India (@PMOIndia) November 17, 2017
via NMApp pic.twitter.com/gk1wLPuQWS