પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે હિંદુસ્તાન વેજીટેબલ ઓઇલ્સ કોર્પોરેશન લિમિટેડ (એચવીઓસી)ની માલિકીની સમગ્ર જમીન સંપત્તિઓનો ઉચિત ઉપયોગ કરવા માટે હાઉસિંગ અને શહેરી બાબતોનાં મંત્રાલય (એમઓએચયુએ) અથવા તેની અધિકૃત સંસ્થાઓને હસ્તાંતરણ કરવા મંજૂરી આપી છે.
એચવીઓસીની જમીન સંપત્તિઓનાં હસ્તાંતરણની અવેજીમાં એચવીઓસી દ્વારા સરકાર માટે તમામ ઋણો અને તેનાં પર વ્યાજ સહિત તમામ બાકી નીકળતી જવાબદારીઓને માંડવાળ કરવામાં આવી છે. સરકાર દ્વારા વિવિધ અદાલતો/સત્તામંડળોમાં વિલંબિત મામલાઓમાં ભવિષ્યમાં ઉત્પન્ન થનારી તમામ આકસ્મિક જવાબદારીઓને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.
સાત શહેરોમાં સ્થિત આ જમીન અનેક વર્ષોથી બિનઉપયોગી છે. હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રાલયને આ સંપત્તિઓનાં હસ્તાંતરણથી આ જમીનનો જાહેર ઉદ્દેશ માટે ઉપયોગ થઈ શકશે. તેનાથી એચવીઓસીને વધારે ઝડપથી સમેટી લેવાની સુવિધા મળશે, જે લિક્વિડેશન હેઠળ માંદું સરકારી જાહેર એકમ છે.
*****
NP/RP