પીએમઇન્ડિયા
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીશ્રી ચંદ્રબાબુ નાયડુની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત પર નીતિ આયોગના મુખ્યમંત્રીઓના પેટા જૂથ દ્વારા આજે પોતાનો અહેવાલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીને રજૂ કરવામાં આવ્યો હતો.
આ અહેવાલની ખાસ બાબતો આ પ્રમાણે છેઃ
– શૌચાલય નિર્માણ અને વ્યવહારમાં ફેરફાર સંબંધી સૂચના (બીસીસી)ને સમાન પ્રાથમિકતા આપવામાં આવે, કારણ કે કોઇપણ ઓડીએફ કાર્યક્રમની સફળતાને શૌચાલયના ઉપયોગની વૃદ્ધિના આધારે આદર્શ રૂપથી આંકવામાં આવશે.
– રણનીતિ અને અમલવારીની પદ્ધતિ નક્કી કરવા અને અભિયાનની પ્રગતિનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવા માટે કેન્દ્ર અને રાજ્યો બન્ને સ્તરોએ કોઇ વ્યવસાયી એજન્સીનો સમાવેશ કરવો જરૂરી છે.
– શહેરી અને ગ્રામીણ બન્ને વિસ્તારોમાં બીસીસી માટે નાણાંની ફાળવણીને સમાનરૂપે વધારીને કુલ ફાળવણીના અંદાજે 25 ટકાના સ્તરે પહોંચાડવામાં આવી શકે છે, જેનું આર્થિક પોષણ સંપૂર્ણરીતે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે.
– સ્વચ્છતાના સંદેશને વધારવા અને ફેલાવવા માટે નિઃસ્વાર્થના આધારે રાજનીતિક અને સામાજીક-વિચારક નેતાઓ અને જાણીતી હસ્તીઓનો સમાવેશ કરવામાં આવે.
– સ્વચ્છતાની પદ્ધતિઓ અંગે એક પાઠનો પહેલા ધોરણથી જ શાળાના પાઠ્યક્રમમાં સમાવેશ કરવામાં આવવો જોઇએ. દરેક શાળા અને કોલેજમાં ‘સ્વચ્છતા સેનાની’ નામથી વિદ્યાર્થીઓની એક ટુકડી સ્વચ્છતા અને સાફ-સફાઈ અંગે જાગૃતિ ફેલાવવા માટે બનાવી શકાય તેમ છે.
– રાજ્યોમાં આવેલી આઈટીઆઈ અને પોલિટેકનિક સંસ્થાઓ અને કોલેજોમાં કૌશલ્યવિકાસ પાઠ્યક્રમ- ડિપ્લોમા પાઠ્યક્રમ શરૂ કરી શકાય તેમ છે. તેને કૌશલ્ય વિકાસના હાલના કાર્યક્રમ સાથે પણ એકીકૃત કરી શકાય તેમ છે.
– સાફ-સફાઈ અને કચરા વ્યવસ્થાપનના વિશેષ ક્ષેત્રોમાં શોધને પ્રોત્સાહન આપવા માટે ઉચ્ચ શિક્ષણવાળી સંસ્થાઓમાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર શરુ કરી શકાય તેમ છે, જેથી ડોક્ટરેટ અને પોસ્ટ-ડોક્ટરેટ સ્તરે શ્રેષ્ઠ શોધકર્તા બહાર આવી શકે.
– આ કાર્યક્રમ માટે ફંડને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 75:25ના દરે વહેંચી શકાય તેમ છે. આ ઉપરાંત પહાડી વિસ્તારોમાં તેને 90:10ના દરે રાખી શકાય તેમ છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ, અને દૂરસંચાર સેવાઓ અને ખનિજ ઉત્પાદન પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત સંગ્રહિત કચરો જેવા કે કોલસો, એલ્યુમિનિયમ અને લોખંડ ઓર પર સ્વચ્છ ભારત ઉપકર લાગૂ કરી શકાય તેમ છે. કેન્દ્ર સ્તરે બનાવવામાં આવેલા સ્વચ્છ ભારત ફંડની જેમ એક રાજ્યસ્તરીય સ્વચ્છ ભારત ફંડ પણ બનાવી શકાય તેમ છે.
– પીએસયુ/ કંપનીઓના સીએસઆર યોગદાનના એક ખાસ ભાગને એ રાજ્યોમાં ખર્ચ કરી શકાય કે જ્યાં તે અવ્યસ્થિત છે.
– સ્થાનિક એકમોને 14મા નાણાપંચથી મળનારા અનુદાન પર ખર્ચનો પ્રથમ ભાગ સ્વચ્છ ભારત મિશન હેઠળ આવરી લેવામાં આવેલી પ્રવૃત્તિઓ માટે આપી શકાય તેમ છે. એટલું જ નહીં, ભારત સરકાર 14મા નાણાપંચની ભલામણો હેઠળ નહીં આવરી લેવાયેલા કેટલાક પૂર્વોત્તર રાજ્યોમાં અવ્યવસ્થિત ગ્રામીણ ક્ષેત્રો માટે રાજ્યોને અનુદાન જાહેર કરવા અંગે પણ વિચારી શકે છે.
– કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ‘સ્વચ્છ ભારત બોન્ડ’ જાહેર કરી શકે છે.
– સ્વચ્છ ભારત અભિયાન અંગે એક સમર્પિત મિશનની સ્થાપના રાષ્ટ્રીય અને રાજ્ય એમ બન્ને સ્તરો પર કરી શકાય તેમ છે જેથી આ કાર્યક્રમ માટે સમન્વય, માર્ગદર્શન, સહાયતા અને નિરીક્ષણના કામને વધારે સારી રીતે કરી શકાય.
– ટેકનોલોજીની ઓળખથી લઇને તેની અંતિમ ખરીદારી સુધીની તમામ પ્રક્રિયામાં રાજ્ય સરકારો અને સ્થાનિક એકમોને સંપૂર્ણ માહિતી અને સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે એક રાષ્ટ્રીય તકનીકી બોર્ડની સ્થાપના પણ કરી શકાય તેમ છે.
– પોસાય તેવી કચરા પ્રબંધન ટેકનોલોજીના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય બન્ને જ સ્તરે પ્રતિષ્ઠિત શોધ સંસ્થાનોને ટેકનોલોજી ભાગીદાર બનાવી શકાય તેમ છે.
– કચરાથી ઉર્જા પેદા કરવાવાળા પ્લાન્ટથી પેદા થતી વીજળી માટે શુલ્ક (ટેરિફ) નીતિ વિદ્યુત મંત્રાલય દ્વારા તૈયાર કરી શકાય તેમ છે અને આ પ્લાન્ટ દ્વારા મળનારી વીજળીનાં શુલ્ક દર વિદ્યુત નિયામક આયોગ દ્વારા કંઇક આ પ્રકારે નક્કી કરી શકાય તેમ છે, જેમ કે આ પરિયોજના લાભદાયક બની શકે. એ સાથે જ કચરાથી ઉર્જાનું ઉત્પાદન કરનારા પ્લાન્ટથી મળનારી વીજળીની ફરજીયાત ખરીદી માટેની જવાબદારી રાજ્ય વિદ્યુત બોર્ડો અથવા વિતરણ કંપનીઓને સોંપી શકાય તેમ છે.
– પેટા – ઉત્પાદનો જેવા કે ખાતરના વેચાણ માટે ખાનગી ક્ષેત્રને ઉત્પાદન આધારિત સબસિડી આપી શકાય તેમ છે. રાસાયણિક ખાતર પરની સબસિડી ઘટાડી શકાય તેમ છે અને બીજી તરફ ખાતર પર અપાનારી સબસિડીમાં વધારો કરી શકાય તેમ છે, જેથી ખાતરના વપરાશને પ્રોત્સાહન આપી શકાય.
– કચરા પ્રોસેસિંગ એકમોની સ્થાપના માટે ખાનગી ક્ષેત્રને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા છૂટ આપવાની જોગવાઈ કરી શકાય તેમ છે, જેથી કચરા પ્રોસેસિંગને લાભદાયક બનાવી શકાય.
– શહેરી વિકાસ મંત્રાલય અને પાણી અને સ્વચ્છતા મંત્રાલય નક્કર અને પ્રવાહી વેસ્ટ મેનેજમેન્ટ પરિયોજના માટે ઉપકરણ ખરીદવાના હેતુ માટે સાંકેતિક ખર્ચ કાઢી શકાય છે.
– પીપીપી ધોરણે પ્રવાહી વેસ્ટ મેનેજમેન્ટ પરિયોજના લાગૂ કરવામાં આવી શકે છે. પરિષ્કૃત જળ જેવા ઉદ્યોગોના વિશાળ સંખ્યાના ઉપયોગકર્તાઓને શોધવાની જરૂર છે.
– પીપીપી તરીકે કચરાથી ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરી શકાય તેમ છે અને પીપીપી માળખામાં સ્થાનિક એકમ તથા પીપીપી ભાગીદારીની જવાબદારી સુનિશ્ચિત કરી શકાય તેમ છે.
– ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં બનાવાયેલા શૌચાલય કે જેમને સીવર લાઇનથી જોડવામાં આવી શકતા નથી ત્યાં ઓર્ગેનિક શૌચાલય ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે.
– ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સામુદાયિક અને સાર્વજનિક શૌચાલયોના સંચાલન અને પ્રબંધન માટે જુદી જુદી પદ્ધતિઓની આવશ્યકતા છે. ગ્રામીણ ક્ષેત્રોમાં સાર્વજનિક શૌચાલયોનું સંચાલન અને વ્યવસ્થાપન ગ્રામ પંચાયતો દ્વારા કરાવી શકાય તેમ છે. જ્યારે શહેરી વિસ્તારોમાં પે એન્ડ યુઝની પદ્ધતિ વધારે અસરકારક સાબિત થઇ શકે છે.
– સ્થાનિક એકમો અને સરકારી અધિકારીની દરેક સ્તરે ક્ષમતા વધારવા માટે નિયમિત પ્રશિક્ષણ અને કૌશલ્ય તાલીમની આવશ્યકતા છે.
– જે પણ વ્યક્તિ સ્થાનિક સુધરાઈ માટે ચૂંટણી લડે છે તેના ઘરમાં અંગત શૌચાલય હોવું જરૂરી છે.
– નગરપાલિકા કાયદા વગેરે સહિત ઓર્ગેનિક ચિકિત્સકા અને ઈ-વેસ્ટ જેવા વેસ્ટ મેનેજમેન્ટ અંગે દરેક કાયદા અને નિયમોનું કડક અમલ લાગૂ કરવા અને દંડની જોગવાઈની સમીક્ષા.
– વેસ્ટ મેનેજમેન્ટ કામગીરીમાં કચરો ઉપાડનારાઓને સંગઠિત કરવા
– માથે મેલું ઉપાડવાનારાઓને આ કામ કરતા અટકાવવા અને તેમના પુનર્વાસ અધિનિયમ 2013નો કડક અમલ કરાવવા માટે માથે મેલું ઉપાડવાના કામને નાબૂદ કરવું.
– દર વર્ષે દરેક ગ્રામ પંચાયતો, નગરનિગમો, બ્લોકો, જિલ્લા અને રાજ્યોમાં સ્વચ્છ ભારત ગ્રેડિંગ- રેટીંગ કરવી જોઇએ જેથી તેમની વચ્ચે સ્વચ્છતા માટેની પ્રતિસ્પર્ધા વધી શકે.
– દર મહિને કોઇ એક દિવસ અને દર વર્ષે એક સપ્તાહ (2 ઓક્ટોબરે સમાપ્ત થાય) એસબીએના કાર્યો માટે નિર્ધારિત અને રેટીંગના આધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ગ્રામ પંચાયત, બ્લોક, યુએલબી, જિલ્લા અને રાજ્યને પુરસ્કૃત કરવામાં આવવા જોઇએ. આ કાર્યક્રમમાં પુરસ્કાર આપવા માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીઓનો સમાવેશ કરવો જોઇએ.
– સમગ્ર સ્વચ્છતા અભિયાન હેઠળ તૈયાર કરવામાં આવેલા બેકાર શૌચાલયોને બિન શૌચાલયના રૂપમાં લઇને તેના સ્થાને આર્થિક સહાયથી નવા શૌચાલય બનાવવા જોઇએ.
– શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આઈએચએચએલના એકમના નિર્માણ માટે પારિતોષિક રાશિ સરખી હોવી જોઇએ અને શહેરી અને ગ્રામીણ બન્ને વિસ્તારોમાં તેને વધારી 15000 રુપિયા કરવી જોઇએ.
– આંતરક્ષેત્રીય અને આંતરવિભાગીય મુદ્દોના સમાધાન માટે નીતિ આયોગ એક મંચ પૂરું પાડી શકે તેમ છે. નીતિ આયોગે મંત્રાલયો અને રાજ્ય સરકારો સાથે વિચાર વિમર્શ કરી સ્વચ્છતાના હેતુ માટે ઓડીએફ અને ઓડીએફ પ્લસના આકલન માટે એક માળખું તૈયાર કરવું જોઇએ. રાજ્યો દ્વારા ઓડીએફ સ્થિતિના મૂલ્યાંકનમાં એકસમાન પદ્ધતિ અપનાવી શકાય તેમ છે આ સુનિશ્ચિત કરવા માટે તેને પ્રમાણિત પ્રોટોકોલ અને રાષ્ટ્રીય સ્તરના દિશા-નિર્દેશ જાહેર કરવા જોઇએ.
AP/J.Khunt/GP
Niti Aayog CM's Sub Group on Swachh Bharat shared their report. My congratulations to CMs for their effort. http://t.co/QXiWEFJbWj
— Narendra Modi (@narendramodi) October 14, 2015
The report by CMs on Swachh Bharat contains insightful material on creating a Clean India. #MyCleanIndia http://t.co/uGr61oIFU4
— Narendra Modi (@narendramodi) October 14, 2015