Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે રૂ. 2000થી ઓછા મૂલ્યનાં ડેબિટ કાર્ડ/ભીમ યુપીઆઇ/એઇપીએસ વ્યવહારો પર એમડીઆર ચાર્જીસ સબસિડાઇઝ કરવાની મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે મંજૂરી આપી છે કે રૂ. 2000 સુધીનાં કુલ મૂલ્યનાં તમામ ડેબિટ કાર્ડ/ભીમ/યુપીઆઇ/આધાર અનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (એઇપીએસ) વ્યવહારો પર લાગુ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)નું વહન સરકાર બે વર્ષ માટે કરશે. તેનો અમલ 1 જાન્યુઆરી, 2018થી શરૂ થશે અને તેમાં બેંકોને આ રેટ રિઇમ્બર્સ કરવામાં આવશે.

નાણાકીય સેવા વિભાગનાં સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને યુટી મંત્રાલયનાં સચિવ અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)નાં સીઇઓને સમાવતી એક સમિતિ આ પ્રકારનાં વ્યવહારોનાં ઉદ્યોગ ખર્ચનાં માળખાને ચકાસશે, જે રિઇમ્બર્સમેન્ટનાં સ્તરને નક્કી કરવાનો આધાર બનશે.

આ મંજૂરીને પરિણામે રૂ. 2000થી ઓછા મૂલ્યનાં તમામ વ્યવહારો માટે ઉપભોક્તા અને મર્ચન્ટ (વેપારી)ને એમડીઆર સ્વરૂપે વધારાનું ભારણ વેઠવું નહીં પડે, જેથી આ પ્રકારનાં વ્યવહારો માટે ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓની સ્વીકાર્યતામાં વધારો થશે. આ પ્રકારનાં વ્યવહારો નાણાકીય વ્યવહારોનાં વોલ્યુમમાં નોંધપાત્ર ટકાવારી ધરાવતા હોવાથી તે લેસ કેશ અર્થતંત્ર તરફ અગ્રેસર થવામાં મદદરૂપ થશે.

એક અંદાજ મુજબ, નાણાકીય વર્ષ 2018-19માં રૂ. 2,000થી ઓછાં મૂલ્યનાં નાણાકીય વ્યવહારોનાં સંબંધોમાં બેંકો રૂ. 1,050 કરોડ અને નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 1,462 કરોડ એમડીઆર સ્વરૂપે રિઇમ્બર્સ કરશે.

જ્યારે મર્ચન્ટ પોઇન્ટ ઓફ સેલ પર ચુકવણી કરવામાં આવે છે, ત્યારે એમડીઆરની ચુકવણી મર્ચન્ટ બેંકને કરે છે. આ માટે ઘણાં લોકો ડેબિટ કાર્ડ ધરાવતાં હોવા છતાં રોકડમાં ચુકવણી કરે છે. એ જ રીતે એમડીઆર ભીમ યુપીઆઇ પ્લેટફોર્મ અને એઇપીએસ મારફતે વેપારીઓને ચુકવવામાં આવે છે.

GP