પીએમઇન્ડિયા
21મી ઓક્ટોબરના રોજ, પોલીસ સ્મરણોત્સવ દિને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વોરિયર્સ રીમેમ્બર્ડ (યાદગાર લડવૈયા) નામના પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તકમાં ફરજ બજાવતા શહીદી વહોરનાર સીઆરપીએફના બહાદુર જવાનોનાં સંભારણા છે.
વર્ષ 2014માં દેશના ડેપ્યુટી જનરલ ઓફ પોલીસની વાર્ષિક સભા દરમિયાન પ્રધાનમંત્રી શ્રીએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે દરેક પોલીસ શાખા પોતાના ઓફિસરો અને કર્મચારીઓનાં બહાદુરીભર્યા કાર્યોની સંકલિત નોંધ બનાવે જેથી ભાવિ પેઢીઓને તેનાથી પ્રેરણા મળી શકે.
દેશભરમાં સીઆરપીએફ દ્વારા દરેક શહીદના કુટુંબીજનને આ પુસ્તકની નકલ ભેટ અપાશે.
AP/GP