પીએમઇન્ડિયા

અમે, દક્ષિણપૂર્વ એશિયાનાં દેશોનાં સમૂહ (આસિયાન)નાં સભ્ય દેશોનો વડા/સભ્ય દેશોની સરકારનાં વડા તથા પ્રજાસત્તાક ભારતની સરકારનાં પ્રધાનમંત્રી આસિયાન-ભારત સંવાદ સંબંધોની 25મી વર્ષગાંઠની ઉજવણી કરવા નવી દિલ્હીમાં 25 જાન્યુઆરીનાં રોજ એકત્રિત થયાં હતાં. આ શિખર સંમેલનનો વિષય “સહિયારા મૂલ્યો, સમાન નિયતિ” હતો;
અમે દ્રઢતા વ્યક્ત કરીએ છીએ કે અમે સંયુક્ત રાષ્ટ્રનાં અધિકારપત્રને, દક્ષિણપૂર્વ એશિયામાં મિત્રતા અને સહકારની સમજૂતી (ટીએસી)માં ઉલ્લેખિત સિદ્ધાંતો, ઉદ્દેશો, સહિયારાં મૂલ્યો અને નિયમો, પારસ્પરિક લાભદાયક સંબંધો માટેનાં સિદ્ધાંતો પર ઇસ્ટ એશિયા સમિટનું જાહેરનામું તથા 20 ડિસેમ્બર, 2012નાં રોજ આસિયાન-ભારત સંવાદ સંબંધોની 20મી વર્ષગાંઠની ઉજવણી કરવા આયોજિત આસિયાન-ભારત સ્મારક શિખર સંમેલનમાં સ્વીકારેલા નિવેદન; અને આસિયાન અધિકરપત્રને દ્રઢતાપૂર્વક વળગી રહીશું;
અમે જાણીએ છીએ કે દક્ષિણપૂર્વ એશિયા અને ભારત વચ્ચે સદીઓનાં સહિયારા સાંસ્કૃતિક અને ઐતિહાસિક આદાનપ્રદાનનાં સંબંધો છે, જે આસિયાન અને ભારત વચ્ચે સહકાર માટે મજબૂત પાયારૂપ છે. અત્યારે એકબીજા સાથે વધારે ગાઢ રીતે જોડાયેલી દુનિયામાં આસિયાન અને ભારત વચ્ચે અમે આ પાયાનાં આધારે સહકારને વધારીશું;
અમે સ્વીકારીએ છીએ કે છેલ્લાં 25 વર્ષમાં આસિયાન સમુદાયનાં ત્રણ પાયા – રાજકીય સુરક્ષા, આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક સંબંધોમાં આસિયાન-ભારત સંવાદ સંબંધોમાં સારી એવી પ્રગતિ થઈ છે;
અમે સંતુષ્ટ છીએ કે, શાંતિ, પ્રગતિ અને સહિયારી સમૃદ્ધિ માટે આસિયાન-ભારત જોડાણનો અમલ કરવા માટેની કાર્યયોજનાનાં અમલીકરણ (2016-2020)માં તથા આસિયાન-ભારત કાર્યયોજનાનો અમલ કરવા 2016-2018 માટે પ્રાથમિકતાની યાદીમાં સારી પ્રગતિ થઈ છે.
અમે બિરદાવીએ છીએ કે, ભારતે આસિયાનનાં સભ્ય દેશોમાં પ્રાદેશિક સ્થાપત્યનું સંરક્ષણ કરવામાં સારો ટેકો આપ્યો છે તેમજ પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિમાં સતત પ્રદાન કર્યું છે તેમજ આસિયાન સમન્વય અને આસિયાન સમુદાયનાં નિર્માણની પ્રક્રિયામાં સહકાર આપ્યો છે, જેમાં આસિયાન 2025: ભવિષ્યમાં ખભેખભો મિલાવીને આગેકૂચનાં અમલ માટે ટેકો, આસિયાન જોડાણ પર માસ્ટર પ્લાન (એમપીએસી) 2025 અને આસિયાન સમન્વય કાર્યયોજના III માટેની પહેલ સામેલ છે.
અમે પ્રશંસા કરીએ છીએ કે વર્ષ 2017 અને વર્ષ 2018ની શરૂઆતમાં આસિયાનનાં સભ્ય દેશો અને ભારતમાં વિવિધ સ્મારક પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જે અંતર્ગત આપણાં સમુદાયો વચ્ચે આસિયાન-ઇન્ડિયા વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત થઈ છે, જેમાં યુવાનો સામેલ છે. આ માટે આસિયાન-ભારત યુવા સંમેલન, આસિયાન-ભારત યુવા પુરસ્કારો અને યુવાન નેતૃત્વ કાર્યક્રમ તથા આસિયાન-ભારત સંગીત મહોત્સવ સામેલ છે;
અહીં અમે નીચેની બાબતો પર સંમત થઈએ છીએ:
રાજકીય અને સુરક્ષા ક્ષેત્રમાં સહકાર
આર્થિક સહકાર
સામાજિક-સાંસ્કૃતિક સહકાર
જોડાણ
વિકાસમાં રહેલાં અંતરને ઓછો કરવા સહકાર સ્થાપિત કરવો
ભારતની રાજધાની નવી દિલ્હીમાં 25 જાન્યુઆરી, 2018નાં રોજ સ્વીકાર કરવામાં આવ્યું.
RP