પીએમઇન્ડિયા
યુવા બાબતોનાં ક્ષેત્રમાં સહકારને વેગ આપવા માટે ભારત અને ટ્યુનિશિયા વચ્ચે થયેલા સમજૂતિપત્ર પરના હસ્તાક્ષર અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકને જાણ કરવામાં આવી હતી. આ સમજૂતિપત્ર પર 30-10-2017ના રોજ નવી દિલ્હી ખાતે હસ્તાક્ષર થયા હતા.
આ સમજૂતિ પત્રનો હેતુ ભારતીય યુવાનોમાં આંતર રાષ્ટ્રીય સાપેક્ષતા પેદા કરવાનો, વિવિધ વિચારોની આપલે કરવાનો, સાંસ્કૃતિક મૂલ્યો અને તેમને શાંતિ તથા સમજૂતિનાં વિકાસમાં સામેલ કરવાનો છે.
આ સમજૂતિ પાંચ વર્ષ માટે માન્ય રહેશે. આ સમજૂતિ હેઠળ સહયોગ માટેનાં વિવિધ ક્ષેત્રો આ મુજબ રહેશે.
RP