Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે હાયડ્રોકાર્બન ક્ષેત્રમાં સહકાર અંગે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સમજૂતી કરારોના માળખા પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બાંગ્લાદેશ સાથે હાયડ્રોકાર્બન ક્ષેત્રમાં સહકાર માટે સમજૂતી કરારોના માળખા પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી હતી.

પ્રસ્તાવિત એફઓયુનો ઉદ્દેશ્ય સમાનતા અને પારસ્પરિક લાભના આધાર પર હાયડ્રોકાર્બન ક્ષેત્રમાં ભારત બાંગ્લાદેશના દ્વિપક્ષીય સહયોગને વધારવા અને સહાયતા કરવા માટે સહયોગાત્મક સંસ્થાગત માળખાના નિર્માણનો છે.

આ એફઓયુ પ્રાદેશિક અને સહ પ્રાદેશિક સ્તર પર દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહિત કરે છે. તે વિકાસને પ્રોત્સાહન આપશે અને બન્ને દેશોને તેમના વિકાસાત્મક ધ્યેયોને, તેમના ભવિષ્યની વહેંચણી અને શાંતિપૂર્ણ તથા સમૃદ્ધ દક્ષિણ એશિયાના સામાન્ય દ્રષ્ટિબિંદુને સમજવામાં શક્તિમાન બનાવશે.

પ્રસ્તાવિત એફઓયુ રચનાની દ્રષ્ટીએ અબાધ્ય છે અને તે પાંચ વર્ષ માટે માન્ય રહેશે.

TR