Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઓમાનનાં મસ્કતમાં 11.02.2018નાં રોજ સામુદાયિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા ભાષણના કેટલાક અંશો

ઓમાનનાં મસ્કતમાં 11.02.2018નાં રોજ સામુદાયિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા ભાષણના કેટલાક અંશો

ઓમાનનાં મસ્કતમાં 11.02.2018નાં રોજ સામુદાયિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા ભાષણના કેટલાક અંશો

ઓમાનનાં મસ્કતમાં 11.02.2018નાં રોજ સામુદાયિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા ભાષણના કેટલાક અંશો


અમારાં દેશમાં વર્ષ 2014 અગાઉ LED બલ્બનું વેચાણ રૂ. 350થી વધારે કિંમતે થતું હતું, પણ અત્યારે આ જ LED બલ્બનું વેચાણ ફક્ત રૂ. 40થી રૂ. 45માં થાય છે. જે ઘરોમાં સસ્તાં LED બલ્બોનો ઉપયોગ થાય છે, તેમને દર વર્ષે વીજળીમાં આશરે રૂ. 15,000 કરોડની બચત થાય છે.

અત્યારે દરેક ભારતીય ન્યૂ ઇન્ડિયાનાં સંકલ્પને પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યો છે. અમે એક એવા ભારતનું નિર્માણ કરવા અગ્રેસર છીએ, જ્યાં ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ આગળ વધવા, પ્રગતિ કરવા સમાન તક મળે, જ્યાં ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સ્વપ્નો જોઈ શકે અને તેને પૂરાં કરી શકે.

અત્યારે હું મારી સામે મીની ઇન્ડિયાને જોઈ રહ્યો છું. દેશનાં જુદાં જુદાં ખૂણાઓમાંથી આવેલા ભારતીયો અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતાં ભારતીયો – તમને જોઈને મને ગર્વ થાય છે.

હું લગભગ 10 વર્ષ અગાઉ ઓમાન આવ્યો હતો. ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે હું આફ્રિકાની મુલાકાતે ગયો હતો અને આ દરમિયાન હું ‘સલાલા’ થઈને પસાર થયો હતો. મને ઘણાં દિવસોથી ઓમાન આવવાનું, તમારી વચ્ચે આવવાનું, તમને મળવાનું મન થયું હતું. આજે આ તક મળી ગઈ છે. ભારત અને ઓમાન વચ્ચેનાં સંબંધો હજારો વર્ષો જૂનાં છે. છેલ્લાં ત્રણ વર્ષમાં અમે ખાડીનાં દેશો સાથે ભારતનાં પ્રાચીન અને મૈત્રીપૂર્ણ સંબંધોને વર્તમાન જરૂરિયાતો અનુસાર ઢાળવા એક નવી નીતિ બનાવીને નવી દિશા આપી રહ્યાં છીએ.

તમે એ પણ નોંધ્યું હશે કે આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની શાખમાં વધારા અને પ્રગતિની સાથે ખાડીનાં દેશોમાં ભારતનો રસ ઘણો વધ્યો છે.

સ્વાભાવિક છે કે ઓમાનની સાથે ભારતનાં ઐતિહાસિક સંબંધોમાં એક નવી ગતિ આવી છે, એક નવો વેગ આવ્યો છે. મહામહિમ સુલતાનનો પણ ભારત સાથે વિશિષ્ટ સંબંધ છે. આજે મહામહિમ સુલતાનને અર્પણ આ સ્ટેડિયમમાં તમારી આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિતિ ખરેખર વિશેષ મહત્ત્વ ધરાવે છે.

આ વાત એનું પણ પ્રતીક છે કે, મહામહિમ સુલતાને પોતે અને ઓમાને ભારત અને ભારતીયો સાથે કેટલીક આત્મીયતા દાખવી છે. આ વિશેષ ચેષ્ટા બદલ આપણે તેમનાં કૃતજ્ઞ છીએ.

લઘુતમ સરકાર – મહત્તમ શાસનનાં મંત્ર સાથે અમે દેશનાં સામાન્ય નાગરિકોનાં જીવનને સરળ બનાવવા માટે કામ કરી રહ્યાં છીએ.

અમે સરકારની કાર્યશૈલીમાં પાયાનું પરિવર્તન કરી રહ્યાં છીએ. અમે પ્રક્રિયાઓને સરળ બનાવીએ છીએ, બિનજરૂરી કાયદાઓ રદ કરી રહ્યાં છીએ, સરકારી કાર્યલયોમાં 40થી 50 પાનાનાં ફોર્મને નાનું કરીને 4થી 5 પાનાનું બનાવ્યું છે, તેને ઓનલાઇન ભરવાની વ્યવસ્થા ઊભી કરી છે, લોકોની ફરિયાદોને ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે, તેનાં પર કાર્યવાહી કરી રહ્યાં છીએ.

ભારતમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને તેની સાથે હવે ગરીબોને બેંકોમાં અપમાન સહન કરવા પડતાં નથી. પરિવર્તિત ભારતમાં સરકાર ગેસનું જોડાણ પ્રદાન કરવા, વીજળીનું જોડાણ પ્રદાન કરવા સામે ચાલીને સુવિધા આપી રહી છે.

ગરીબોને ફક્ત દરરોજ 90 પૈસામાં અને મહિને એક રૂપિયાનાં પ્રીમિયમ પર જીવન અને સુરક્ષાનું વીમાકવચ પ્રદાન કરવામાં આવે છે. આ વીમાયોજનાઓ અંતર્ગત ગરીબોને રૂ. 2,000 કરોડ રૂપિયાનું વળતર ચુકવવામાં આવ્યું છે.

અમે બજેટમાં એવી યોજના જાહેર કરી છે, જેનાં પ્રત્યે આખી દુનિયાનું ધ્યાન ખેંચાયું છે. આયુષ્માન ભારત યોજનાનાં માધ્યમથી અમે દેશનાં 10 કરોડ ગરીબ કુટુંબો એટલે કે 40થી 45 કરોડ લોકોને હેલ્થ વીમો આપ્યો છે. એક પરિવાર વર્ષમાં રૂ. 5 લાખ સુધીનાં ખર્ચની સારવાર મેળવી શકે છે.

દેશમાં અત્યારે 21મી સદીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક અને ભવિષ્ય માટે ઉપયોગી માળખાગત સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે. ખાસ કરીને અમે પરિવહન ક્ષેત્રને એ રીતે તૈયાર કરી રહ્યાં છીએ કે તેઓ એકબીજાને સાથસહકાર આપે.

હાઇવે, એરવે, રેલવે, વોટરવે – આ તમામનું એકબીજાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંકલન કરવામાં આવે છે.

ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત 53,000 કિલોમીટરની લંબાઈ ધરાવતો રાષ્ટ્રીય રાજમાર્ગ બનાવવાનું કામ શરૂ થયું છે. દેશનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં રેલવે કોરિડોર્સ પર કામ ચાલી રહ્યું છે. દેશનાં 11 મોટા શહેરોમાં મેટ્રોનું વિસ્તરણ પણ થઈ રહ્યું છે. દેશમાં દરિયાકિનારાનું અર્થતંત્ર અને તેની સાથે સંલગ્ન માળખાગત સુવિધાને વિકસાવવા માટે અમે સાગરમાળા નામનો એક કાર્યક્રમ પણ શરૂ કર્યો છે.

માછીમાર સમુદાયનાં ભાઈઓ માટે અમે વાદળી ક્રાંતિ યોજના શરૂ કરી છે અને તેમને આધુનિક ટ્રોલર્સ ખરીદવા માટે આર્થિક સહાય કરવામાં આવે છે. સરકારે દેશમાં 100થી વધારે જળમાર્ગો વિકસાવવા પણ કામગીરી હાથ ધરી છે.

હવે ભારતમાં નિર્ણયો લેવામાં વિલંબ થતો નથી, હવે પડકારોનો સફળતાપૂર્વક સામનો કરવામાં આવે છે. પ્રોજેક્ટ નિશ્ચિત લક્ષ્યાંક મુજબ સમયસર પૂર્ણ થાય છે. આ ભારતમાં બદલાતી કાર્યશૈલીનું પ્રતીક છે. તે ન્યૂ ઇન્ડિયાનું ઉદાહરણ છે.

જ્યારે સાફ નિયત અને સ્પષ્ટ નીતિ સાથે નિર્ણય લેવામાં આવે છે, ત્યારે દેશમાં રૂપિયાની બચત થાય છે. જ્યારે કાર્યદક્ષ રીતે કામ કરે છે, ત્યારે વર્તમાન સંસાધનોનો અસરકારક ઉપયોગ થાય છે અને દેશનાં રૂપિયા બચે છે.

હું તમને દેશનાં વિકાસ માટે, રાષ્ટ્રનિર્માણ માટે મહત્ત્વપૂર્ણ ભાગીદાર માનું છું, પાર્ટનર ગણું છું. ન્યૂ ઇન્ડિયાનાં સ્વપ્નો સાકાર કરવામાં તમારાં સંકલ્પોની અસર ભારતમાં પણ જોવા મળશે.

NP/J.Khunt/GP