Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ “કૃષિ 2022: ખેડૂતોની આવક બમણી કરવી” પર રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ  “કૃષિ 2022: ખેડૂતોની આવક બમણી કરવી” પર રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ  “કૃષિ 2022: ખેડૂતોની આવક બમણી કરવી” પર રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ  “કૃષિ 2022: ખેડૂતોની આવક બમણી કરવી” પર રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીનાં પૂસા સ્થિત એનએએસસી કોમ્પ્લેક્સમાં “કૃષિ 2002: ખેડૂતોની આવક બમણી કરવી” વિષય પર આયોજિત રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપી હતી.

 

નિમ્નલિખિત સાત વિષય પર પર વિવિધ જૂથે પ્રસ્તુકરણ કર્યું હતું:

 

  • નીતિ અને પ્રશાસનિક સુધારા
  • કૃષિ વેપાર નીતિ અને નિકાસ પ્રોત્સાહન; બજારનું માળખું અને કાર્યદક્ષ માર્કેટિંગ
  • મૂલ્ય શ્રેણી અને પુરવઠા સાંકળનું વ્યવસ્થાપન
  • વિજ્ઞાન અને ટેકનોલોજી તથા કૃષિનાં ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપ્સ
  • સ્થાયી અને સમાન વિકાસ તથા સેવાઓની અસરકારક ઉપલબ્ધતા
  • ખેડૂતો માટે મૂડી રોકાણ અને સંસ્થાકીય ધિરાણ
  • પશુપાલન, ડેરી, મરઘા ઉછેર અને મત્સ્યોદ્યોગને વૃદ્ધિનાં એન્જિનો તરીકે પ્રોત્સાહન

 

પ્રધાનમંત્રીએ આ પ્રસ્તુતિકરણની પ્રશંસા કરી હતી. તેમણે ભારતનાં ખેડૂતોની પણ પ્રશંસા કરી હતી, ખાસ કરીને કઠોળનાં ઉત્પાદનમાં વધારે ઉત્પાદનની. આ સંબંધમાં તેમણે ચાર પાસાઓનો ઉલ્લેખ કર્યો હતો, આંતરિક ખર્ચમાં ઘટાડો; ઉત્પાદન માટે વાજબી કિંમત સુનિશ્ચિત કરવી; બગાડમાં ઘટાડો થવો અને આવકનાં વૈકલ્પિક સ્રોતો ઊભા કરવા.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યુરિયાનું 100 ટકા નીમ કોટિંગ યુરિયાની અસરકારકતામાં વધારા તરફ દોરી ગયું છે, ત્યારે ઉત્પાદકતામાં વધારો પણ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, અભ્યાસ સંકેત આપે છે કે સોઇલ હેલ્થ કાર્ડ રાસાયણિક ખાતરોનાં ઉપયોગમાં ઘટાડા તરફ દોરી ગયા છે, ત્યારે ઉત્પાદનમાં વધારો થયો છે.

 

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર 99 અપૂર્ણ સિંચાઈ પરિયોજનાઓ પૂર્ણ કરવા માટે કાર્યરત છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમાંથી 50 ચાલુ વર્ષે પૂર્ણ થઈ જાય એવી શક્યતા છે, દરેક પૂર્ણ થનાર સિંચાઈ પરિયોજનાથી ખેડૂતોનાં આંતરિક ખર્ચમાં ઘટાડો થશે. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી 20 લાખ હેક્ટર કૃષિલક્ષી જમીનને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના મારફતે સૂક્ષ્મ સિંચાઈ હેઠળ લાવવામાં આવી છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ચાલુ વર્ષે બજેટમાં ‘ઓપરેશન ગ્રીન્સ’ની જાહેરાત થઈ હતી, જેનાથી ખેડૂતોને ટમેટા, ડુંગળી અને બટાટાની ખેતીમાં લાભ થશે. તેમણે જણાવ્યું હતું કે, 22,000 ગ્રામીણ હાટ યોગ્ય માળખા સાથે અપગ્રેડ કરવામાં આવશે અને ઇ-નામ પ્લેટફોર્મ સાથે જોડાવામાં આવશે. ખેડૂતોને તેમની જમીનનાં 5થી 15 કિલોમીટરની અંદર બજારો સાથે જોડાણની સુવિધા આપવામાં આવશે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કૃષિ ધિરાણ માટે મંજૂર થયેલી રકમ વધારવામાં આવી છે, જેથી ખેડૂતોને ધિરાણની સરળ સુલભતા સુનિશ્ચિત થઈ છે.

 

તેમણે જણાવ્યું હતું કે, કેટલીક પહેલો કૃષિનાં બગાડને સંપત્તિમાં પરિવર્તિત કરવા માટે હાથ ધરવામાં આવી છે.

 

RP