Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સ્વાસ્થ્યનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા ભારત અને મેસીડોનિયા વચ્ચેનીસમજૂતીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સ્વાસ્થ્યનાં ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવા માટે ભારત અને મેસીડોનિયા વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી હતી.

સમજૂતીમાંસહયોગ સ્થાપિત કરવા માટે નિમ્નલિખિત ક્ષેત્રોને આવરી લેવામાં આવશેઃ

i. સ્વાસ્થ્યક્ષેત્રમાંમાનવીયસંસાધનનીક્ષમતાનુંનિર્માણઅનેટૂંકાગાળાનીતાલીમ;

ii. ડૉક્ટરો, અધિકારીઓ, સ્વાસ્થ્ય સાથે સંબંધિત અન્ય વ્યાવસાયિકો તથા નિષ્ણાતોની તાલીમ અને તેમનું આદાન-પ્રદાન;

iii. માનવીય સંસાધનોનાં વિકાસમાં સહાય અને સ્વાસ્થ્ય સુવિધાઓની સ્થાપનામાં મદદ;

iv. પારસ્પરિક રીતે નક્કી થઇ શકે તેવા સહકારનું અન્ય કોઈ પણ ક્ષેત્ર.

સહકાર સ્થાપિત કરવાની વિગતને વધુ વિસ્તારપૂર્વક સમજાવવા અને તેનાં અમલીકરણ પર નજર રાખવા એક કાર્યજૂથની રચના કરવામાં આવશે.

RP