Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે કર્ણાટકનાં તુમકુરમાં યુવા સંમેલનને સંબોધન કર્યુ


પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં તુમકુરમાં વીડિયો કોન્ફરન્સ મારફતે ‘યૂથ પાવરઃ અ વિઝન ફોર ન્યૂ ઇન્ડિયા’ વિષય પર પ્રાદેશિક સ્તરનાં યુવા સંમેલનને સંબોધન કર્યું હતું.

તુમકુરમાં આયોજિત સંમેલન શહેરનાં રામકૃષ્ણ વિવેકાનદ આશ્રમની રજત જયંતિની ઉજવણી, સ્વામી વિવેકાનંદનાં શિકાગોમાં ભાષણની 125મી જયંતિ તેમજ સિસ્ટરનિવેદિતાની 150મી જન્મજયંતિની ઉજવણી માટે યોજાયું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ યુવાનોની આશા અને આકાંક્ષાઓ સમજવા વધુને વધુ યુવાનોને મળવાનો પ્રયાસ કરે છે તથા એ મુજબ કાર્ય કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આજનાં વિષયનું કેન્દ્ર સ્વામી વિવેકાનંદ છે.

તેમણે કહ્યું હતું કે, આઝાદીની લડાઈમાં સ્વતંત્રતા મેળવવા વિવિધ સ્તરે એકસમાન સંકલ્પ વ્યક્ત થયો હતો. તેમા સામાજિક સુધારા માટેનાં પ્રયાસો સામેલ હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, છેલ્લાં ચાર વર્ષથી કેન્દ્ર સરકારે ઉત્તર-પૂર્વને લાગણી સાથે જોડવાનો સંકલ્પ કર્યો છે અને તેમાં સફળતા મળી છે. તેમણે જણાવ્યું હતું કે, ફક્ત સંકલનથી જ કટ્ટરતાનો સામનો થઈ શકે છે.

તેમણે યુવાનોને પોતાનું જીવન કોઈ લક્ષ્યાંક પ્રત્યે સમર્પિત કરવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુવાનોએ રાષ્ટ્રનિર્માણમા તેમની ઊર્જાને સમર્પિત કરવી જોઈએ.

આ સંદર્ભમા પ્રધાનમંત્રીએ મુદ્રા યોજના, સ્વરોજગારી અને કૌશલ્ય વિકાસ વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનાં યુવાનોએ ઉજ્જવળ વર્તમાન અને ભવિષ્ય માટે ભૂતકાળમાથી શીખવા માંગે છે

 

RP