પીએમઇન્ડિયા
દીવ અને દમણ નગરપાલિકા (સંશોધન) નિયમન, 2018
દાદરા અને નગર હવેલી નગરપાલિકા પરિષદ (સંશોધન) નિયમન, 2018
આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહ (નગરપાલિકા) સંશોધન નિયમન, 2018
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે નીચેનાં નિયમનોને મંજૂરી આપી છેઃ-
દીવ અને દમણ નગરપાલિકા (સંશોધન) નિયમન, 2018
દાદરા અને નગર હવેલી નગરપાલિકા પરિષદ (સંશોધન) નિયમન, 2018
આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહ (નગરપાલિકા) સંશોધન નિયમન, 2018
અસર:
ઉપરોક્ત કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી તથા આંદામાન અને નિકાબોર ટાપુ સમૂહોની નગરપાલિકોનાં બંધારણ, વહીવટ અને શક્તિનાં સંદર્ભમાં શ્રેષ્ઠ જોગવાઈ સુનિશ્ચિત કરવામાં સહાયતા મળશે.
વિગત:
અ. પક્ષપલટાનો વિરોધ, સકારાત્મક અવિશ્વાસ પ્રસ્તાવ, લોકપાલની રચના વગેરે સાથે સંબંધિત જોગવાઈઓને ક્રમશઃ ‘દમણ અને દીવ નગરપાલિકા નિયમન, 1968’, ‘દાદરા અને નગર હવેલી નગરપાલિકા પરિષદ નિયમન, 2004’ અને આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહ, (નગરપાલિકા) નિયમન, 1994માં સામેલ કરવામાં આવશે.
નિયમો અને અન્ય સંશોધન પણ સામેલ કરવામાં આવશે, જેમ કે (1) ઉપનિવેશીય સંદર્ભ હટાવવા માટે ‘સેવક’નાં સ્થાને કર્મચારીનો દરજ્જો આપવામાં આવશે, (2) ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન મારફતે મતદાનની જોગવાઈ, (3) સીસીએસ (સીસીએ) નિયમ, 1965ને દંડ પ્રક્રિયામાં લાગુ કરવા અને (4) ઘણાં વર્ષ અગાઉ નિયત દંડની રકમની સમીક્ષા કરવી.
J.Khunt/GP