Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળેન્યાયિક સહયોગના ક્ષેત્રમાં ભારત અને ઝામ્બિયા વચ્ચે થયેલા સમજુતી કરારને મંજુરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ન્યાયિક સહયોગનાં ક્ષેત્રમાં ભારત અને ઝામ્બિયા વચ્ચે થયેલા સમજુતી કરારો પર હસ્તાક્ષરને મંજુરી આપી હતી.

તાજેતરના વર્ષો દરમિયાન ભારત અને ઝામ્બિયા વચ્ચેના સામાજિક, સાંસ્કૃતિક અને વ્યાવસાયિક સંબંધો હકારાત્મક દિશામાં આગળ વધ્યા છે.ન્યાયિક ક્ષેત્રમાં સહયોગ અંગેના સમજુતી કરારો પર હસ્તાક્ષર થવાથી બંને દેશો વચ્ચેના સારા સંબંધો વધુ આગળ વધશે અને ન્યાયિક સુધારાના ક્ષેત્રમાં નવીન દ્રષ્ટિકોણનો ઉમેરો થશે.

RP