Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ગેરકાયદેસર પ્રવાસીઓનાં પુનરાગમન પર ભારત અને બ્રિટન તથા ઉત્તર આયર્લેન્ડ વચ્ચે સમજૂતીકરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ગેરકાયદેસર પ્રવાસીઓનાં પુનરાગમન પર ભારત અને બ્રિટન તથા ઉત્તર આયર્લેન્ડ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે.

લાભ

સમજૂતીકરાર પછી રાજકીય પાસપોર્ટધારકો માટે વિઝા મુક્ત સમજૂતી સાથે બ્રિટનની વિઝા વ્યવસ્થા, એ લોકો માટે ઉદાર થઈ શકશે, જે કાયદેસર બ્રિટનનો પ્રવાસ કરે છે.

તેનાથી એ લોકોનું પુનરાગમન સુનિશ્ચિત થઈ શકશે, જેમની પાસે નાગરિકતાની ખરાઈ પછી બીજા ક્ષેત્રમાં રહેવા માટે કોઈ કાયદેસર આધાર નથી.

તેનાથી એવા નાગરિકોનાં પુનરાગમનની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ મળશે, જે એક સૂચિત સમયગાળામાં બીજા ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે રહે છે.

J.Khunt/GP/RP