Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભકામના પાઠવી

પ્રધાનમંત્રીએ શ્રી લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભકામના પાઠવી

પ્રધાનમંત્રીએ શ્રી લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભકામના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસે પોતાની શુભકામનાઓ પાઠવી હતી.

પોતાના સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું – “આપણા માર્ગદર્શક અને પ્રેરક શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. હું અડવાણીજીને શ્રેષ્ઠ સ્વાસ્થ્યની સાથે દીર્ઘાયુ રહેવા માટેની કામના કરું છું.

દેશ માટે અડવાણીજીનું યોગદાન અમૂલ્ય છે. તેઓ હંમેશાં એક અત્યંત જ્ઞાની અને સત્યનિષ્ઠ પુરુષના રૂપમાં સન્માનીય રહ્યા છે. વ્યક્તિગત રૂપથી મને અડવાણીજી પાસેથી ઘણુબધુ શીખવા મળ્યું છે. અમારા જેવા કાર્યકર્તાઓ માટે તેઓ સર્વશ્રેષ્ઠ અને નિઃસ્વાર્થ સેવાના પ્રતીક છે.”

AP/J.Khunt