Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે રેલવે ક્ષેત્રે ટેક્નિકલ સહકાર અંગેના ભારત અને ફ્રાન્સ વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રિમંડળે ભારતીય રેલવે અને ફ્રાન્સની સરકારી કંપની એસએનસીએફ મોબિલિટિઝ વચ્ચે રેલવે ક્ષેત્રે ટેકનીકલ સહયોગ અંગેના સમજૂતી કરારને મંજૂરી આપી. આ સમજૂતી કરાર પર 10 માર્ચ, 2018ના રોજ હસ્તાક્ષર થયા હતા.

સમજૂતી કરાર અંતર્ગત રેલવે ક્ષેત્રમાં જ્ઞાન અને વિકાસ સાથે જોડાયેલ નવીનત્તમ જાણકારી પૂરી પાડવા માટે ભારતીય રેલવેને એક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવાયું છે. તેના દ્વારા ટેકનીકલ વિશેષતા, રીપોર્ટ અને ટેકનીકલ દસ્તાવેજોના આદાન-પ્રદાનમાં સુગમતા થશે તથા ખાસ પ્રકારના પ્રૌદ્યોગિકી પર કેન્દ્રિત પ્રશિક્ષણ અને પરિસંવાદો તથા કાર્યશાળાઓનું આયોજન અને માહિતી પૂરી પાડવામાં સુગમતા થશે.

આ એમઓયૂના માધ્યમથી નીચે મુજબના પ્રમુખ ક્ષેત્રોમાં સહયોગની રૂપરેખા નક્કી કરાઈ છે :-

  1. ઉચ્ચ ગતિ અને મધ્યમ ગતિવાળી રેલવે સેવાઓ
  2. રેલવે સ્ટેશનોનો સુધારો અને પરિચાલન,
  3. વર્તમાન રેલવે પરિચાલનો અને આધારભૂત સંરચનાઓનું આધૂનિકીકરણ
  4. ઉપનગરીય રેલવે

 

પૃષ્ઠભૂમિ:

રેલવે મંત્રાલયે રેલવે ક્ષેત્રમાં તકનીકી સહયોગ માટે વિવિધ દેશોની સરકારો અને રાષ્ટ્રીય રેલવે સેવાઓ સાથે સમજૂતી કરી છે. જે અંતર્ગત સહયોગ માટે પસંદ કરાયેલા ક્ષેત્રોમાં ઝડપી ગતિવાળા રેલવે કોરિડોર, વર્તમાન રેલ માર્ગોની ગતિ વધારવી, સ્ટેશનોને વિશ્વ સ્તરીય બનાવવા અને રેલવે આધારભૂત સંરચનાઓનું આધુનિકીકરણ જેવી બાબતો સામેલ છે. આ સહયોગથી રેલવે પ્રૌદ્યોગિકી અને પરિચાલનના ક્ષેત્રમાં માહિતીના આદાન-પ્રદાન દ્વારા પરસ્પર જાણકારી પૂરી પાડવી, ટેકનીકલ જાણકારી પૂરી પાડવા માટે યાત્રા તથા પરસ્પર હિતો સાથે જોડાયેલ ક્ષેત્રોમાં પ્રશિક્ષણ તથા પરિસંવાદો અને કાર્યશાળાઓનું આયોજન કરવું સરળ થઈ શકશે.

 

NP/J.Khunt/GP/RP