પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકે 10 માર્ચ 2018ના રોજ નવી દિલ્હી ખાતે પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં થયેલા સમજૂતી કરારો (એમઓયુ)ને કાર્યોત્તર મંજુરી આપી દીધી છે.
બંને પક્ષો પારસ્પરિક રીતે પસંદ કરેલા ક્ષેત્રોમાં ભારતની રાષ્ટ્રીય સૌર ઊર્જા સંસ્થાન (એનઆઈએસઈ) તથા ઊર્જા અને પુનઃપ્રાપ્ય ઊર્જા કાર્યાલય (સીઈએ) વચ્ચે સંશોધન, પ્રદર્શન અને પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. પારસ્પરિક સમજૂતીના આધાર પર બંને પક્ષો આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઈએસએ)ના સભ્ય રાષ્ટ્રોમાં પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણ અને વિસ્તરણ માટે સાથે મળીને કામ કરશે. આ જોડાણ અનેક રીતે થઇ શકે જેમાં સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ, સંયુક્ત સંશોધન અને વિકાસ, સંયુક્ત કાર્યશાળાઓ, ડોમેઈન નિષ્ણાતોનાં આદાન-પ્રદાન, સંશોધન અને ટેકનોલોજી આદાન-પ્રદાન વગેરેનો સમાવેશ થાય છે. આ સમજૂતી કરારો નિષ્ણાતો અને માહિતીના નેટવર્કીંગના આદાન-પ્રદાનનું લક્ષ્ય પણ ધરાવે છે.
આ સમજૂતી કરારો બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને મજબુત કરવામાં મદદ કરશે.
***
NP/J.Khunt/GP/RP