પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને બેલ્ઝિયમ વચ્ચે સંઘીય અને ક્ષેત્રીય સ્તરે ઉર્જા ક્ષેત્રમાં સહયોગ પર સમજૂતિ પત્રને મંજૂરી આપવામાં આવી હતી. સમજૂતિપત્ર પર ભારત અને બેલ્ઝિયમ સરકારના અધિકારીઓની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સમજૂતિપત્રનો ઉદ્દેશ્ય બન્ને દેશો વચ્ચે નવી અને નવીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં સહયોગ માટે પરસ્પર સહયોગના આધારે સાંસ્થાનિક સંબંધનો આધાર તૈયાર કરવાનો છે. તેનાથી બન્ને વચ્ચે આ ક્ષેત્રમાં તકનીકી સહયોગનો પણ આધાર તૈયાર થઇ શકશે. આ સમજૂતિ હેઠળ પવન ઉર્જા, સૌર ઉર્જા (તડકો અને ફોટો વોલ્ટિક), સ્માર્ટ ગ્રિડ, જૈવ તાપ ઉર્જા, સમુદ્રી ઉર્જામાં નવી અને નવીકરણીય ઉર્જાના વિકાસ પર આખો ભાર રહેશે. સાથે જ ઉર્જાની આપૂર્તિ અને ઉર્જા સુરક્ષાના વિવિધિકરણમાં નવીકરણીય ઉર્જાના યોગદાન અને પરસ્પર સમજૂતિના આધાર પર અન્ય ક્ષેત્રોમાં સહયોગ પર કામ થશે.
આ એમઓયુથી બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષિય સહયોગને મજબૂત બનાવવા માટે મદદ મળશે.
J.Khunt/GP