Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બેવડા કરવેરા ટાળવા અને આવક પર ટેક્સ બાબતોમાં નાણા ચોરીને રોકવા માટે ભારત અને કુવૈત વચ્ચે થયેલી સમજૂતિમાં સંશોધનના પ્રોટોકોલને મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બેવડા કરવેરા ટાળવા અને આવક પર ટેક્સ મામલે આર્થિક ચોરી રોકવા માટે ભારત અને કુવૈત વચ્ચે થયેલી સમજૂતિમાં સંશોધનના પ્રોટોકોલને મંજૂરી આપી છે.

આ પ્રોટોકોલમાં ટેક્સ સાથે સંકળાયેલી બાબતો અંગે સૂચનાના કારગર આદાન-પ્રદાન કરવા માટે આંતરરાષ્ટ્રીય રૂપથી સ્વીકૃત સ્ટાન્ડર્ડની જોગવાઈ છે. તેમાં બેન્ક સૂચના અને ઘરેલુ કર વ્યાજ વગરની સૂચનાનો સમાવેશ થાય છે. પ્રોટોકોલમાં ભારતીય નિવાસીની બાબતોમાં કુવૈતથી મળેલી સૂચનાને કુવૈતના સક્ષમ રૂપથી પ્રાધિકૃત થવા પર કાનૂની એજન્સીઓ સાથે પણ વહેંચવામાં આવી શકશે.

ભારત અને કુવૈતે 2006માં બેવડા કરારોપણ ટાળવા માટેની સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા.

J.Khunt/PIB Ahmedabad