પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે લીમા, પેરૂ ખાતે મે 2018માં ભારત અને પેરૂ વચ્ચે થયેલી સમજૂતિને મંજૂરી આપી હતી.
આ સમજૂતિનો ઉદ્દેશ નવીન અને નવીનીકરણીય ઊર્જાના મામલે પરસ્પરના લાભ અને સમાનતાના આધારે દ્વિપક્ષીય તકનિકી સહયોગ વધારવા માટે સહયોગાત્મક સંસ્થાગત સંબંધ સ્થાપિત કરવાનો છે. આ કરારના અમલીકરણ માટે એક કાર્ય યોજના ઘડવા સંયુક્ત સમિતિની રચના કરવામાં આવી છે.
આ કરાર બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે.
***
NP/RP