Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે સમગ્ર દશેના ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (20 જૂન, 2018) સવારે 9.30 કલાકે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. આ વાર્તાલાપ દ્વારા ખેડૂતોને પ્રધાનમંત્રી સાથે સીધો સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થશે. ખેડૂતોની આવક બમણી કરવા સંબંધિત પહેલો પર પણ ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમ દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કોમન સર્વિસ સેન્ટર (સીએસસી), દૂરદર્શન, ડીડી કિસાન અને આકાશવાણી દ્વારા સીધો પ્રસારિત કરવામાં આવશે. લગભગ 2 લાખ કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો વીડિયો બ્રિજના માધ્યમથી જોડાશે. લોકો ‘નરેન્દ્ર મોદી એપ’ના માધ્યમથી પણ સીધા જ આ સંવાદમાં જોડાઇ શકે છે.

RP