Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એસેટ રીકવરી પર છઠ્ઠા ગ્લોબલ ફોકલ પોઈન્ટ સંમેલનમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ

એસેટ રીકવરી પર છઠ્ઠા ગ્લોબલ ફોકલ પોઈન્ટ સંમેલનમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ

એસેટ રીકવરી પર છઠ્ઠા ગ્લોબલ ફોકલ પોઈન્ટ સંમેલનમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ

એસેટ રીકવરી પર છઠ્ઠા ગ્લોબલ ફોકલ પોઈન્ટ સંમેલનમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ

એસેટ રીકવરી પર છઠ્ઠા ગ્લોબલ ફોકલ પોઈન્ટ સંમેલનમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ

એસેટ રીકવરી પર છઠ્ઠા ગ્લોબલ ફોકલ પોઈન્ટ સંમેલનમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ

એસેટ રીકવરી પર છઠ્ઠા ગ્લોબલ ફોકલ પોઈન્ટ સંમેલનમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ

એસેટ રીકવરી પર છઠ્ઠા ગ્લોબલ ફોકલ પોઈન્ટ સંમેલનમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ

એસેટ રીકવરી પર છઠ્ઠા ગ્લોબલ ફોકલ પોઈન્ટ સંમેલનમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ

એસેટ રીકવરી પર છઠ્ઠા ગ્લોબલ ફોકલ પોઈન્ટ સંમેલનમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ

એસેટ રીકવરી પર છઠ્ઠા ગ્લોબલ ફોકલ પોઈન્ટ સંમેલનમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ


મહાસચિવ ઇન્ટરપોલ, શ્રી જુર્ગેન સ્ટોક

મારા મંત્રીમંડળીય સહયોગી ડૉ.જીતેન્દ્ર સિંહ

મંચ પર ઉપસ્થિત અન્ય ગણમાન્ય વ્યક્તિ

દેવીઓ અને સજ્જનો,

મને આજે અહી એસેટ રીકવરી પર છઠ્ઠા ગ્લોબલ ફોકલ પોઈન્ટ સંમેલન અને સીબીઆઇ અને રાજ્ય ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરોના વાર્ષિક સંમેલનમાં સંબોધિત કરતા હર્ષ અનભવાઈ રહ્યો છે.

હું સીબીઆઇનાં એ અધિકારીઓને પણ શુભેચ્છા પાઠવું છું જેમણે વિશિષ્ઠ સેવા માટે પદક પ્રાપ્ત કર્યા છે.

દેવીઓ અને સજ્જનો,

દુનિયાભરમાં સરકારો ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના જીવનમાં બદલાવ માટે કામ કરી રહી છે. આ ઉદેશ્યની પ્રાપ્તિ માટે ભ્રષ્ટાચાર મુખ્ય પડકારોમાંથી એક છે.

ભારતમાં આપણે રાષ્ટ્ર નિર્માણના એક મહત્વપૂર્ણ ચરણમાં છીએ. આપનો ઉદેશ્ય સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાનો છે. એક એવું ભારત જ્યાં –

• આપણા ખેડૂતો સક્ષમ હોય

• આપણા કર્મચારી સંતુષ્ટ હોય

• આપણી મહિલાઓ સશક્ત હોય

• અને આપણા યુવા આત્મનિર્ભર બને

આ મિશન અસંભવ નથી. જો કે આ ઉદેશ્ય પ્રાપ્ત કરવા માટે ભ્રષ્ટાચાર સામે સતત લડવું પડશે. ભારત ભ્રષ્ટાચાર સામે લડાઈ માટે પ્રતિબદ્ધ છે.

મારી સરકારે ઓછા સમયમાં ભ્રષ્ટાચાર અને કળા નાણાંની સમસ્યાની તપાસ કરવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલા ભર્યા છે. કાર્યભાર સંભળવાના પ્રથમ દિવસે જ અમે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં આ મુદ્દાની તપાસ માટે એક વિશેષ તપાસ દળનું ગઠન કર્યું. અમે કળા નાણાંની માહિતીની આપ લે માટે ઘણા દેશો સાથે સમજૂતીઓ કરી. સરકારે વિદેશી ખાતા કર અનુપાલન અધિનિયમ લાગુ કરવા માટે અમેરિકા સાથે અંતર-સરકારી સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજુતી ભારતીય કર પ્રાધિકરણોને વિદેશમાં ભારતીયોના નાણાંકીય ખાતાઓની જાણકારી સ્વત: પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવે છે.

અઘોષિત વિદેશી આવકથી અર્જિત કાળા નાણાં અને પરીસંપતિઓ માટે એક વ્યાપક અને નિવારક કાયદો અને આવક કર અધિનિયમનું અધિરોપણ અધિનિયમિત કરવામાં આવ્યું છે. તે કઠોર દંડ અને અભિયોજનનું પ્રાવધાન કરે છે.

અમે પરિસંપત્તિઓની બહાલી માટે ધનશોધન નિવારણ અધિનિયમ અંતર્ગત એક પ્રાવધાન પણ સામેલ કર્યું છે. તે લેભાગુ યોજનાઓમાં ધન ગુમાવનારા લાખો ગરીબ નિવેશકોને તેમની મહેનતની કમાણી પાછી અપાવવામાં સક્ષમ બનાવે છે.

મને આશા છે કે સ્ટોલન એસેટ રીકવરી ઈનીશીએટીવ (એસટીએઆર) અને ઇન્ટરપોલ વચ્ચે ભાગીદારી ચોરીની સંપતિની જપ્તી અને પુન:પ્રાપ્તિમાં મદદ કરશે. મને વિશ્વાસ છે કે આ સંમેલન ભ્રષ્ટાચારની આવકના સુરક્ષિત શરણ સ્થળોનાં ઉન્મૂલનની દિશામાં એક લાંબો રસ્તો કાપશે અને અપરાધિક પરિસંપતિઓની વસૂલી માટે સુરક્ષિત વિનિમય પ્લેટફોર્મ બનાવવામાં મદદગાર બનશે.

પ્રણાલીગત ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા માટે કોલસા બ્લોક અને એફ એમ રેડિયો સ્પેક્ટ્રમની નિલામી જેવી આપણી હાલની પહેલોમાં રાષ્ટ્રીય સંસાધનોની ફાળવણીમાં મુનસફીના તત્વને સમાપ્ત કરી દીધુ છે. જેનાથી પ્રણાલીમાં પારદર્શિતા આવી છે અને સરકારમાં જનતાનો વિશ્વાસ બહાલ થયો છે. તેનાથી સરકાર માટે પર્યાપ્ત આવક પ્રાપ્ત થઇ છે, જેનાથી અમારા લોકોને ફાયદો થયો છે.

દેવીઓ અને સજ્જનો,

અમે સીસ્ટમ પર આધારિત અને નીતિ સંચાલિત શાસન ઉપલબ્ધ કરાવવા પર અમારું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. એક એવી શાસન સંરચના જેમાં સંવેદનશીલતા, પારદર્શિતા અને જવાબદારી હોય. હું એક ઉદાહરણ આપીને જણાવું છું કે કેવી રીતે સરળ પ્રૌદ્યોગિકી અને નીતિ નિર્ધારિત પહેલ કરીને ભ્રષ્ટાચારને ચુપચાપ અને કુશળતાથી સમાપ્ત કરી શકાય છે.

જયારે અમે કાર્યભાર સંભાળ્યો, મને જણાવાયુ કે રસોઈ ગેસ પર પ્રતિ સિલીન્ડર ચારસો રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. આ સબસિડી ગરીબ અને અમીરને સમાન રૂપથી મળે છે. અમે એ નક્કી કર્યું કે સબસિડી સીધી ગ્રાહકોના બેંક ખાતામાં જવી જોઈએ, જે આધાર કાર્ડથી જોડાયેલું હોય. આ એકમાત્ર હસ્તક્ષેપથી ગેસ સબસિડી પ્રાપ્ત કરનારા નોંધાયેલા ગ્રાહકોમાં 5 કરોડનો ઘટાડો થયો. ત્યારબાદ અમે સ્વેચ્છાએ રસોઈ ગેસ સબસિડી છોડવાનું અભિયાન ચાલુ કર્યું. તેનાથી ખુબ ઉત્સાહજનક પ્રતિક્રિયા જોવા મળી. અત્યાર સુધીમાં 45 લાખ લોકોએ ગેસ સબસિડી છોડી દીધી છે.

મિત્રો,

એ વધુ પડકાર જેનો આપણે સામનો કરવો પડશે, એ છે શાસન નો અભાવ. તેમાં સામેલ છે…

• પ્રભાવી રીતે અને કુશળતાથી સાર્વજનિક દેવા આપવાની અપર્યાપ્ત ક્ષમતા

• ઉભરતી સ્થિતિઓ માટે ઉચિત પ્રતિક્રિયાની નીતિમાં કમી

• અને પરિયોજનાઓના અમલીકરણમાં વિલંબ

મારી સરકારે નોકરશાહીને વધુ કુશળ, પ્રદર્શન ઉન્મુખ અને જવાબદેહ બનાવવા માટે ઘણા પગલા ભર્યા છે. અમે સરકારી કર્મચારીઓ પ્રત્યે ઈમાનદારી સુનિશ્ચિત કરવા માટે અને તેમને તુચ્છ આરોપોથી બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ. સાથે જ ભ્રષ્ટાચારીઓને દંડિત કરવામાં પણ સરકાર નિર્મમ છે. અમે અત્યાર સુધીમાં વિભિન્ન સેવાઓમાં અસંતોષજનક પ્રદર્શન માટે 45 વરિષ્ટ અધિકારીઓને હટાવી દીધા છે અને તેમના પેન્શનમાં ઘટાડો કર્યો છે.

દેવીઓ અને સજ્જનો,

સંગઠિત અપરાધનું વૈશ્વિકરણ વિશ્વ અર્થવ્યવસ્થા માટે મોટો ખતરો બની ગયું છે. આ એક જાણીતું સત્ય છે કે ખરાબ પૈસો સારા પૈસાને બહાર કરી રહ્યો છે. સંગઠિત અપરાધ રોકાણ અને આર્થિક ઉન્નતિને પ્રભાવિત કરી શકે છે. તે અર્થવ્યવસ્થાના મોટા ક્ષેત્રોનું નિયંત્રણ પ્રાપ્ત કરી શકે છે કે તેમાં ઘુસણખોરી કરી શકે છે. ગેરકાયદેસર નાણાકીય ધિરાણ નશીલા પદાર્થોની તસ્કરી, માનવ તસ્કરી, હથિયારોની તસ્કરી અને આતંકવાદ જેવી સંગઠિત અપરાધિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપે છે. પેરિસમાં કેટલાક દિવસો પહેલા બનેલું ભયાનક કૃત્ય એક ગંભીર ચેતવણી છે અને તેનાથી આતંકવાદીઓની ધન આવશ્યકતામાં ઉલ્લેખનીય લચીલાપણું અને અનુકુલન ક્ષમતાની ખબર પડે છે. તેઓ વિભિન્ન અપરાધિક ગતિવિધીઓથી ધન પ્રાપ્ત કરી રહ્યા છે, જેમાં નશીલા પદાર્થોની તસ્કરી, બેંક લૂટ, વાહન ચોરી, નકલી નોટો અથવા રાજ્ય પ્રાયોજિત અને વિફળ રાષ્ટ્રોની ગતિવિધિઓ સામેલ છે.

આતંકવાદીઓને મળનારા ફંડ પર લગામ કસીને તેમના હમલા કરવાની ક્ષમતાઓ અને તાકાતને ઓછી કરી શકાય છે. તેમાં પ્રણાલીગત સુરક્ષા ઉપાયોને સાચી જગ્યા પર સ્થાપિત કરવા અને પર્યાપ્ત આતંકવાદ રોધી ગુપ્ત સૂચના પર આધારિત આર્થિક પ્રતિબંધ સામેલ છે.

અપરાધ સામેની આ લડાઈમાં અપરાધની આવકને નિશાનો બનાવવો એક મહત્વપૂર્ણ તત્વ છે. આ માટે અપરાધ, ભ્રષ્ટાચાર અને આતંકવાદ સામે લડવા માટે સંપતિ વસૂલીના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે આપણા પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવું એક અનિવાર્ય આવશ્યકતા છે.

અપરાધીઓની સંપતિ જપ્તી ન માત્ર સજાના રૂપમાં કામ કરે છે પરંતુ આ અપરાધ કરવા હતોત્સાહિત પણ કરે છે. વાસ્તવમાં, કૌટિલ્યે પોતાના અર્થશાસ્ત્રમાં ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ માટે દંડના રૂપમાં અવૈધ આવકની જપ્તીની ભલામણ કરી છે.

હું એ જાણીને પ્રસન્ન છું કે રાજ્યોના ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરોના પ્રમુખ અને સીબીઆઇ ભ્રષ્ટાચારની આવક પર નજર રાખવાની થીમ પર વિચાર-વિમર્શ કરશે. બે દશક જુના આ મંચનો ધ્યેય માત્ર ભ્રષ્ટાચારમાં લિપ્ત લોકો વિરુદ્ધ કેસ ચલાવવા પુરતો જ કેન્દ્રિત ન હોવો જોઈએ પરંતુ, ભ્રષ્ટાચારની આવકને વધુ પ્રભાવી ઢંગથી નિશાન બનાવવા માટે પોતાની માનક સંચાલન પ્રક્રિયાને વધુ ઉન્નત બનાવવા પર પણ હોવું જોઈએ.

દેવીઓ અને સજ્જનો,

આર્થિક ઉદારવાદ અને વૈશ્વિકીકરણે દુનિયામાં અપરાધના નફાને ક્યાય પણ પાર પડવાની ક્ષમતામાં વૃદ્ધિ કરી છે. આજે અપરાધની આવકને ક્ષણમાં અનેક દેશોમાં મોકલી શકાય છે. એક પ્રક્રિયા અંતર્ગત પૈસાની આવન જાવનને છુપાવી શકાય છે. તપાસ એજન્સીઓ રાષ્ટ્રીય સીમાઓ દ્વારા સીમિત છે. અમારી સરકાર પારસ્પરિક આધાર પર જાણકારીના સ્વત: આદાન પ્રદાન પર એક સમાન વૈશ્વિક માનકના કાર્યાન્વયન માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છે.

ઇન્ટરપોલ સંપતિ વસૂલીમાં ઝડપથી સક્રિય ભૂમિકા નિભાવી રહ્યું છે. 2009 બાદથી ગ્લોબલ ફોકલ પોઈન્ટ ફોર્મ સક્રિય રીતે દુનિયાભરમાં કાયદા પ્રવર્તન એજન્સીઓ અને ભ્રષ્ટાચાર નિરોધક સંસ્થાઓ વચ્ચે ભ્રષ્ટાચારના ડેટાના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ સદર્ભમાં ઇન્ટરપોલના આઈ-એસઇસીઓએમ પહેલનો ઉલ્લેખ કરવો જરૂરી છે. આ ભ્રષ્ટાચાર રોધી વિશેષજ્ઞ સમુદાય વચ્ચે સંવેદનશીલ ડેટાના આદાન પ્રદાન માટે એક સુરક્ષિત વેબ આધારિત એન્ક્રિપ્ટેડ ચેનલ છે. ઇન્ટરપોલની નવી જાણકારીઓ એસેટની ભાળ મેળવનારી તપાસ અને જટિલ મામલામાં ખરા સમયે જાણકારી વહેચવાની સુવિધામાં વધારો કરી શકે છે. હું ઇન્ટરપોલ અને તેના સહયોગીઓ – વિશ્વ બેંક અને યૂએનઓડીસીના પ્રયાસોની સરાહના કરું છું, જેમણે આ વિચારની અવધારણા આપી અને આ પ્લેટફોર્મનું ન્રેતૃત્વ પ્રદાન કર્યું જેમાં ભ્રષ્ટાચારના સુરક્ષિત શરણ સ્થળોને ખતમ કરવાની ક્ષમતા છે.

મને જણાવાયું છે કે ઇન્ટરપોલ અને ભારતીય તપાસ એજન્સીઓ વચ્ચે સક્રિય સહયોગથી ઘણા ભાગેડુ અપરાધીઓની ભાળ મેળવવામાં આવી અને તેમનો દેશનિકાલ કે પ્રત્યાર્પણ થઇ શક્યું. હું આ સહયોગને વધુ ગાઢ થતો જોવા માંગું છું. સીબીઆઇ ભારતીય કાનૂન પ્રવર્તન એજન્સીઓ અને તેમના વિદેશી સમકક્ષોને એ સમસ્યાઓ પર કાબુ મેળવવામાં અસરકારક સહાયતા આપી રહી છે જે હાથ લાગેલી માહિતીના આદાન પ્રદાનને અટવાયેલું રાખે છે. મને એ પણ જણાવાયું છે કે સીબીઆઇ દુનિયાભરમાં કાનૂન પ્રવર્તન સંગઠનોનો વધુમાં વધુ સહયોગ પ્રાપ્ત કરવા માટે ઇન્ટરપોલના ઉપકરણ અને ડેટાબેઝનો ઉપયોગ કરી રહી છે.

અમે ઉત્કૃષ્ટ તપાસ માટે ગાઝિયાબાદમાં એક આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છીએ. આ કેન્દ્ર ભારત અને વિદેશી કાયદા પ્રવર્તન સમુદાય માટે તપાસ અને અભિયોજન તથા સાઈબર ક્રાઈમ જેવા અપરાધના વધી રહેલા ડોમેન પર વિશ્વસ્તરીય પ્રમાણિત પાઠ્યક્રમ પ્રસ્તુત કરશે. સાઈબર ક્રાઇમ જેવા નવા યુગના અપરાધો પર ધ્યાન કેન્દ્રિત માટે એક કેન્દ્રીકૃત પ્રૌદ્યોગિકીની પણ યોજના બનાવવામાં આવી રહી છે. ભારતના ન્યાયિક ઇતિહાસમાં ઘણા એવા કેસ છે જેમાં સજા ફોરેન્સિક વિશેષજ્ઞોના મતને આધારે થઇ છે. આથી પાછળની ફોરેન્સિક ભલામણોના મોટા બેક્લોગનો નીપટારો કરવામાં સક્ષમ બનવા ભારતમાં પર્યાપ્ત સુવિધાઓ હોવી જરૂરી છે.

અપરાધ અને ભ્રષ્ટાચારની આવક ચોરીની સંપતિ છે. તે એ દેશ સાથે સંબંધ નથી રાખતી જ્યાં તે જમા કરવામાં આવે છે. તે એ દેશના નાગરિકો સાથે સંબંધ ધરાવે છે જ્યાંથી તેને લૂંટવામાં આવી છે. હું કાનૂની અને પ્રક્રિયાગત બાધાઓ અને માનકોમાં એ બારીક અંતરથી સારી રીતે પરિચિત છું જેનાથી એસેટ રીકવરીમાં મુશ્કેલી આવે છે. આ પડકારોનો સામનો કરવા માટે પોલીસ અને કાનૂન પ્રવર્તન એજન્સીઓને ઔપચારિક અને અનૌપચારિક સંબંધ બનાવવા જોઈએ. હું આશા કરું છું કે આ સંમેલન આપ સૌને એક આવો જ અવસર પ્રદાન કરશે. હું એ પણ આશા રાખું છું કે સંમેલનમાં આવેલા પ્રતિનિધિ ચોરીની સંપતિના પ્રત્યાર્પણ , જપ્તી અને ઓળખની પ્રક્રિયાને ઝડપી કરવા માટે ગંભીરતાથી વિચારે અને યોગ્ય પદ્ધતિઓ તેમજ પ્રોટોકોલ પર ચિંતન કરશે.

ધન્યવાદ.

જય હિંદ.

J.Khunt