Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 28 જૂન, 2018નાં રોજ સંત કબીર નગરની મુલાકાત લેશે


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જૂન, 2018નાં રોજ ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લાની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી મહાન સંત અને કવિ કબીરની 500મી પુણ્યતિથિનાં પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરશે. તેઓ સંત કબીરની મઝાર પર ચાદર ચઢાવશે.

પ્રધાનમંત્રી સંત કબીર ગુફાની મુલાકાત લેશે. અહીં તેઓ કબીર અકાદમીના શિલાન્યાસ પ્રસંગના પ્રતિક સ્વરૂપે તકતીનું અનાવરણ કરશે, જે મહાન સંતનાં ઉપદેશો અને સંદેશાઓને દર્શાવશે.

પછી મગહરમાં એકત્રિત જનમેદની સાથે પ્રધાનમંત્રી સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે અને જનમેદનીને સંબોધિત કરશે.

NP/J.Khunt/RP