Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે આયોજનનાં ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવા ભારત અને સિંગાપોર વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. તેમાં કેન્દ્રીય મંત્રીમંડળે શહેરી આયોજન અને વિકાસનાં ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવા ભારત અને સિંગાપોર વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને પૂર્વવર્તી અસર સાથે પોતાની મંજૂરી આપી. આ એમઓયુ પર 31 મે, 2018નાં રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા.

આ એમઓયુનો ઉદ્દેશ શહેરી વિકાસ અને વ્યવસ્થાપન તથા અન્ય ક્ષેત્રોમાં સિંગાપોરની એજન્સીઓની કુશળતાનો લાભ લેવા માટે નગરપાલિકાઓ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓને મદદ કરવા તથા શહેરના કાયાકલ્પ અભિયાનમાં મદદરૂપ થવાનો છે. આ સહયોગ દ્વારા નીતિ આયોગને ક્ષમતા ઊભી કરવા માટે અને પુરાવા આધારિત નીતિ લેખન, મૂલ્યાંકન વગેરેમાં અધિકારીઓ કૌશલ્ય સંપન્ન થશે તથા વધારે અસરકારક રીતે થિંક ટેંકની ભૂમિકા ભજવવામાં મદદ મળશે.

એમઓયુ અંતર્ગત આયોજન ક્ષેત્રમાં ક્ષમતા ઊભી કરવાનો કાર્યક્રમ ચલાવવામાં આવશે, જેમાં શહેરી આયોજન, જળ અને ગંદા પાણીનો નિકાલ, ઘન કચરાનું વ્યવસ્થાપન, પરિવહન વ્યવસ્થા અને જન વિત્ત પોષણ (જાહેર ખાનગી ભાગીદારી)નું કામ કરવામાં આવશે.

મુખ્ય અસરઃ

આ સમજૂતીકરાર (એમઓયુ)થી શ્રેષ્ઠ વ્યવહારોનાં જ્ઞાનનો પ્રસાર થશે, ક્ષમતા ઊભી થશે અને શહેરી આયોજન, પાણી અને ગંદા પાણીનું વ્યવસ્થાપન, ઘન કચરાનું વ્યવસ્થાપન, પરિવહન વ્યવસ્થા અને જન વિત્ત પોષણ (જાહેર ખાનગી ભાગીદારી)ને સમર્થન મળશે.

લાભાર્થી:

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને શહેરી સ્થાનિક એકમોનાં અધિકારીઓને પ્રત્યક્ષ રીતે માહિતી કે જાણકારી વધારવા નો લાભ મળશે તથા આ લાભ પરોક્ષ રીતે શહેરી નાગરિકોની સુવિધાઓ સ્વરૂપે જોવા મળશે.

NP/J.Khunt/RP