Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જયગઢ લાઈટહાઉસ, રત્નાગીરી મહારાષ્ટ્રમાં લાઈટહાઉસ અને લાઈટશીપ મહાનિદેશકના પ્લોટની મેસર્સ જે. એસ. ડબલ્યુ. જયગઢ પોર્ટ લિમિટેડના પ્લોટથી અદલા-બદલી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે જયગઢ લાઈટહાઉસ, રત્નાગિરી મહારાષ્ટ્રમાં લાઈટહાઉસ અને લાઈટશીપ મહાનિદેશક (ડીજીએલએલ)ના પ્લોટની અદલા-બદલી મેસર્સ જે. એસ. ડબલ્યુ, જયગઢ પોર્ટ લિમિટેડના પ્લોટથી કરવાને મંજૂરી આપી દીધી છે.

પ્લોટની અદલા-બદલી થી ડીજીએલએલ તથા જેએસડબલ્યૂ-જપીએલ સુવિધાઓમાં અલગ અને સ્વતંત્ર પહોંચ નિશ્ચિત થશે અને વિકાસ તથા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા માટે બંને પ્લોટોને વધારે સારા બનાવવા માટે અનુમતિ થશે. ડીજીએલએલ 0.7630 હેક્ટર વિસ્તારના 12 પ્લોટ આપશે અને એક હેક્ટર વિસ્તારના ત્રણ પ્લોટ પ્રાપ્ત કરશે.

UM/J.Khunt/GP