પીએમઇન્ડિયા
ભાઇઓ અને બહેનો,
હાલમાં સુપ્રિયાન જી કહી રહ્યા હતા કે અમે આ પરિસરમાં તો વિવેકાનંદજીની પ્રતિમાની સ્થાપના કરી, પરંતુ આપણે આપણા મંદિરમાં, આપણા હ્દયમાં વિવેકાનંદજીને પ્રતિસ્થાપિત કરીએ તથા હું એ વાત આપને કહું, તો તમે કરી લેશો.
હું નથી માનતો કે મારા કહેવાથી આપણી અંદર વિવેકાનંદ પ્રવેશ કરી શકે છે અને નહીં કોઇના પ્રવચનમાંથી વિવેકાનંદ જી આપણી અંદર પ્રવેશ કરી શકે છે.
વેદથી વિવેકાનંદ સુધી આપણી એક સાંસ્કૃતિક વિરાસત છે તથા ઉપનિષદથી લઇને ઉપગ્રહ સુધી આપણે આપણી આર્થિક, સામાજિક, વૈજ્ઞાનિક વિકાસ યાત્રાને પણ સામર્થ્ય આપ્યું છે.
ઉપનિષદથી શરૂ કર્યું હશે, ઉપગ્રહ સુધી આપણે પહોંચ્યા હોઇશું જે આપણું મૂળ પીન છે. જે આપણી આત્મા છે તથા સાચ્ચા અર્થમાં જે આપણી ઓળખ છે, તેને આપણે જાળવી રાખીએ છીએ તો એનો અર્થ એ થશે કે હું મારા અંદર સ્વામી વિવેકાનંદ જીને જીવિત રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
રામકૃષ્ણ પરમહંસ અને નરેન્દ્ર. આ બંને વચ્ચેની દુનિયાને જો આપણે સમજી લઇએ તો કદાચ વિવેકાનંદ જીને સમજવામાં સુવિધા બની જાય છે.
નરેન્દ્ર ક્યારેય પણ ગુરુની શોધમાં નીકળ્યા જ નહોતા, તેમને ગુરુની પણ શોધ નહોતી, નરેન્દ્ર સત્યની શોધ કરી રહ્યા હતા. ઇશ્વર છે કે નહીં ! તેમના મનમાં એક આશંકા હતી કે પરમાત્મા નામની કોઇ નવી ચીજ હોઇ શકે નહીં. ઇશ્વર નામનો કોઇ વ્યક્તિ નથી હોઇ શકતો તથા તે સત્યને જાણવા માટે ઝઝૂમી રહ્યા હતા.
અને રામકૃષ્ણ પરમહંસ કોઇ શિષ્યની શોધમાં નહોતા, હું ગુરુ પરમ્પરાની ભાવના, મારા બાળ શિષ્યોની પરંપરા કોઇ છે. તથા હું જે આશ્રમ પ્રતિસ્થાપિત કરું તથા તેને કોઇ ચલાવ્યા કરે, રામકૃષ્ણ દેવના મનમાં પણ એવા જ શિષ્યની શોધ હતી જ નહીં, એવી કોઇ મનીષા હતી જ નહીં.
એક ગુરુ જેમને શિષ્યોની શોધ નહોતી, એક શિષ્ય જેમને ગુરુની શોધ નહોતી, પરંતુ કમાલ જુઓ, એક સત્યને સમર્પિત હતો, તથા બીજો સત્યને શોધવા માગતો હતો તથા એ સત્યની શોધમાં બંનેને જોડીને મૂકી દીધા.
એને જો આપણે એ સમજી લઇએ તો સત્યની શોધ બીજી શું હોઇ શકે, સત્યના રસ્તા પર ચાલવું કેટલું મુશ્કેલ હોઇ શકે છે તથા એમાં પણ કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે, જે વિવેકાનંદ જીના જીવનથી આપણે જાણી શકીએ છીએ.
આપણે વિવેકાનંદજીના એ કાલખંડનો વિચાર કરીએ જ્યાં ધર્મનો પ્રભાવ, પૂજા પદ્ધતિની વિધિનો પ્રભાવ, પ્રથાનું મહાત્મ્ય. ધર્મ ગુરુઓનું મહાત્મય, ધર્મગ્રંથોનું મહાત્મય. તે ચરમ સીમા પર હતું. એ સમયે એક નવયુવાન તે તમામ પરમ્પરાઓથી ભાગી જવાની વાત કરે, તેની કોઇ આજે કલ્પના પણ કરી શકતું નથી.
એક ખૂબ જ મોટો વર્ગ માને છે કે ભગવાનની પાસે કલાકો સુધી બેઠા રહીએ, પૂજા – પાઠ કરતા રહીએ, આરતી – ધૂપ કરતા રહીએ, ફૂલ ચડાવતા રહીએ, નવા – નવા પ્રસાદ ચડાવતા રહીએ તો જીવનના પાપ ધોવાઇ જાય છે તથા મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે. એક ચરમ સીમાનો આનંદ પ્રાપ્ત, કરવાનો અવસર મળી જાય છે. એવી વિચારસરણી બની ગઇ હતી તથા એક સમયે વિવેકાનંદ કહેતા હતા કે જે જન સેવા તે જ પ્રભુ સેવા. સામાન્ય માનવી જે તમારી સામે જિવીત છે, જે દુખ અને દર્દથી પીડિત છે, તેમની સેવા કરો, ઇશ્વર પોતાની જાતે જ પ્રાપ્ત થઇ જશે.
તેમણે જ્યારે કોલકાતાની ધરતી પર નવ યુવાનોને પુછ્યું કે ઇશ્વરની પ્રાપ્તિનો રસ્તો શું હોઇ શકે, આપણે શું કરવું જોઇએ ત્યારે તેમણે તેમને જણાવ્યું હતું કે આ બધું છોડો, જાઓ ફૂટબોલ રમો, મસ્તીથી ફૂટબોલ રમો, રમતમાં સમગ્ર રીતે તમે તેનો ભાગ બને, બની શકે છે કે તમને રસ્તો મળી જાય. એ સમયે આપણે ગુલામીના કાલખંડમાં જીવી રહ્યા હતા, કોઇ વિચારી પણ શકતું નહોતું. ભારત ક્યારેય આઝાદ થઇ શકે છે પંરતુ સ્વામી વિવેકાનંદ એક દિર્ધ દ્રષ્ટા હતા અને તેઓ કહેતા હતા. પોતાના જીવન કાળમાં કહ્યું હતું કે હું, મારી આંખોની સામે જોઇ રહ્યો છું, હું મારી આંખોની સામે જોઇ રહ્યો છું કે મારી ભારત મા ઉભી થઇ ગઇ છે, તે જગત ગુરુના સ્થાન પર વિરાજેલી છે તે હું જોઇ રહ્યો છું, હું એક દિનમાન ભારત માતામાં જોઇ રહ્યો છું અને તે દિવસ ખૂબ જ નજીક હશે. એ ભાવ જગત સ્વામી વિવેકાનંદ જીએ પોતાના જીવન કાળમાં પોતાના આંખોથી જોયો હતો તથા તે હિન્દુસ્તાનને પ્રેરિત કરવાનો પ્રયાસ કરતા હતા.
તે એક કાલખંડ હતો જ્યારે આધ્યાત્મ પ્રધાન જીવન હતું તથા તે ફક્ત ભારતમાં જ નહીં એશિયાના તમામ દેશોમાં સમાવિષ્ટ હતું તથા બીજી તરફ તે પશ્ચિમ વિચાર કરી રહ્યો હતો, જ્યાં અર્થ પ્રધાન હતો. આધ્યાત્મ પ્રધાન જીવન તથા અર્થ પ્રધાન જીવનની વચ્ચે એક શતાબ્દીઓનો ટકરાવ ચાલી રહ્યો હતો. અર્થ પ્રધાન જીવનને આધ્યાત્મ પ્રધાન જીવનને બાજુએ મૂકી દીધું હતું. અર્થ પ્રધાન જીવન જન સામાન્યની આશા, આકાંક્ષીઓનું કેન્દ્ર બિન્દુ બની ગયું હતું તથા એવા કાલખંડમાં સ્વામી વિવેકાનંદે હિમ્મતની સાથે-સાથે 30-32 વર્ષની ઉંમરમાં પશ્ચિમની દુનિયામાં જઇને, તે ધરતી પર જઇને વિશ્વને આધ્યત્મિક્તાનો સંદેશ આપવાનું એક સામર્થ્યવાન કામ કર્યું છે. જે મહાપુરુષે એશિયાની આધ્યાત્મિક તાકાત સાથે દુનિયાની ઓળખ કરાવી હતી. પહેલી વખત વિશ્વએ એશિયાની પોતાની ધરતીની એક અલગ ચિંતનધારા છે. અહીંના સંસ્કાર અલગ છે તથા વિશ્વને આપવા માટે તેની પાસે ઘણું છે. એ વાત સહુની સામે કહેવાનું સાહસ સ્વામી વિવેકાનંદે કર્યું હતું. કાલે હું અહીં આસિયાન સમિટમાં હતો આજે હું સાઉથ ઇસ્ટ એશિયા સમિટમાં હતો તથા એક વાત ત્યાં સામે આવી હતી તથા એ વાત હતી વન એશિયા.
વન એશિયાનો વિચાર આજે જે અવાજ આવી રહ્યો છે તેની આર્થિક વ્યવસ્થા છે, રાજકિય વ્યવસ્થા છે, સરકારોના મેળઝોળની જે વ્યવસ્થાનું ચિંતન છે જોકે બહુ જ ઓછા લોકોને ખબર હશે કે વન એશિયાનો કોન્સેપ્ટ આધ્યાત્મિક ધરા પર સૌથી પહેલા સ્વામી વિવેકાનંદે પ્રચારિત કર્યો હતો. હું એક જૂની ઘટના તમારી સામે પ્રસ્તુત કરવા માગુ છું.
સ્વામી વિવેકાનંદે જ્યારે પૂર્વ તથા એશિયાને પશ્ચિમ સાથે મુલાકાત કરાવી, ઓકાકુરા, જાપાનના અરિન્ઝો, રવીન્દ્રનાથ ટાગોર, મહિર્ષી ઓરોબિન્દો, આનંદ કુમાર સ્વામી અને વિજોય સરકાર જેવા વિદ્ધાનો સ્વામી વિવેકાનંદથી પ્રેરિત હતા. ઓકાકુરાએ સ્વામી વિવેકાનંદને જાપાનમાં આમંત્ર્યા હતા તથા તેમને 300 રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. તેઓ કોલકાતા આવ્યા અને સ્વામી વિવેકાનંદને પહેલી ફેબ્રુઆરી, 1902ના રોજ મળ્યા હતા. તે બંને એક સાથે બોધગયા ગયા હતા. ઓકાકુરાએ એશિયાનિઝમનું ચિન્હ હતા. તેમના પુસ્તકમાં, ‘આઇડિયલ્સ ઓફ ધ ઇસ્ટ’માં, તેની સ્ક્રીપ્ટ સીસ્ટર નિવેદીતા દ્વારા સંપાદિત કરવામાં આવી હતી, તે સ્વામી વિવેકાનંદના પશ્ચિમી શિષ્ય હતા, પ્રથમ શબ્દ, તે એક મહત્વની વસ્તુ છે જે હું તમને જણાવવા માગું છું. તે પ્રથમ શબ્દ હતો, ‘એશિયા એક છે,’ એશિયાની એકતાએ સ્વામી વિવેકાનંદનો સંકલ્પ હતો. તે પુસ્તકમાં, ઓકાકુરાએ શરૂઆત કરી, ‘એશિયાના ભાઇઓ તથા બહેનો’, જેમ સ્વામી વિવેકાનંદે ધર્મમહાસભામાં પોતાના ભાષણ દરમિયાન જણાવ્યું હતું.
હું આ એટલા માટે કહી રહ્યો હતો કે જે સમયે આ પ્રકાના ફિલોસોફર વિવેકાનંદ જીના પ્રભાવમાં હતા, તેમણે જે વિવેકાનંદ જી પાસેથી મંત્ર મેળવ્યો હતો તે એશિયા એક છે. એ મંત્ર મેળવ્યો હતો. આજે 100 વર્ષ બાદ આર્થિક, રાજકિય કારણોથી એક એશિયાની ચર્ચા થઇ રહી છે. જોકે એ સમયે આધ્યાત્મિક એકાત્મતાના આધાર પર વિવેકાનંદજીએ જોઇ શકતા હતા કે આ ભૂમિકા છે જે વિશ્વને સંકટોમાંથી બહાર નીકાળી શકે છે તથા આજે દુનિયા જે સંકટો સામે લડી રહી છે જો આ બે સંકટોના સમાધાનનો રસ્તો કોઇ આપી શકે છે તો એ એશિયાની ધરતી પરથી નીકળી શકે છે.
અને એટલા માટે આજે વિશ્વ કહી રહ્યું છે ક્લાઇમેટ ચેન્જ તથા ગ્લોબલ વોર્મિંગની વાત, આજે વિશ્વ કહી રહ્યું છે આતંકવાદની ચર્ચા, આ તો ધરતી છે જ્યાં ભગવાન બુદ્ધનો સંદેશ મળ્યો, આ તો ધરતી છે જ્યાં હિન્દુત્વનો સંદેશ મળ્યો હતો અને આ જ ધરતીથી એ વાતો બહાર આવી રહી છે કે જ્યાં એમ કહેવામાં આવ્યું હતું કે એકમ સત, વિપરા બહુધા વિંધતી, સત્ય એક છે, બુદ્ધિજીવીએ તેને અલગ રીતે બોલાવે છે. આ જે મૂળ મંત્ર છે તે તમામને એક રાખવાનો, જોડવાની તાકાત આપે છે અને એટલા માટે આતંકવાદની વાત આવે છે તો તેનું સમાધાન એમાં સૌથી પવિત્રની કલ્પના છે જ નહીં. દરેક સત્યને સ્વીકાર કરવામાં આવે છે તથા જ્યારે દરેક સત્યને સ્વીકાર કરવામાં આવે છે ત્યારે મતભેદ માટે કોઇ અવકાશ હોતો નથી તથા જ્યારે મતભેદ માટે અવકાશ નથી તો સંઘર્ષની સંભાવના નથી તથા જ્યાં સંઘર્ષ નથી ત્યાં આતંકવાદના રસ્તા પર જવાનું કોઇ કારણ નથી બનતું.
આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ચર્ચા કરે છે. આપણે એ લોકો છીએ જેણે છોડમાં ઇશ્વર જોયા છે, આપણે જેટલી પણ ઇશ્વરની કલ્પના કરી છે કે દરેક ઇશ્વરની સાથે કોઇને કોઇ પ્રાકૃતિક જીતન જોડાયેલું જ છે. કોઇ ને કોઇ વૃક્ષની સાથે તેમણે સાધના કરેલી છે. કોઇને કોઇ પશુ-પક્ષીનું તેમણે પાલન કર્યું છે. આ સહજ સંદેશ આપણી પરંપરામાં રહ્યો છે. આપણે પ્રકૃતિના શોષણનો પક્ષકાર નથી રહ્યો, આપણે પ્રકૃતિ સાથે મિત્રતાપૂર્ણ ભાવના રાખવાની સબક લઇને ચાલી રહ્યા છીએ. તે જ સંસ્કૃતિ છે જે ગ્લોબલ વોર્મિંગથી માનવજાતિ બચાવી શકે છે.
મને લાગે છે સ્વામી વિવેકાનંદ જીએ આપણને જે રસ્તા દર્શાવ્યા છે. તે રસ્તાઓને આપણે પરિપૂર્ણ કરીએ છીએ તો આપણે આપણી અંદર કોઇ નવા વિવેકાનંદજીને પ્રસ્થાપિત કરવાની જરૂર હોતી નથી. તેમને કહેલી એક વાતને લઇને પણ આપણે ચાલી શકીએ છીએ, હું સમજું છું કે આપણે આવનારી શતાબ્દિઓ સુધી માનવજાતની સેવા કરવા માટે કંઇને કંઇ યોગદાન આપીને જઇ શકીએ છીએ.
આજે મને અહીં એક યોગના પુસ્તકનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો છે તથા એ પણ અમારી સરકાર સાથે શ્રીમાન સાહુએ અહીંના ભાષામાં એક યોગના પુસ્તકની રચના કરી છે. તે સ્વંય સરકારી અધિકારી છે પરંતુ યોગ પ્રત્યે તેમનું સમર્પણ છે. મને આનંદ થયો તે પુસ્તકનું લોકાર્પણ કરતાં. આજે વિશ્વ યોગ દિવસ પ્રત્યે આકર્ષિત થયું છે. દરેક કોઇ તણાવમુક્ત જીવનનો રસ્તો શોધી રહ્યા છે તથા તેમને લાગે છે કે તેમની બારી યોગથી ખુલે છે અને એટલા માટે દરેક કોઇ તે બારીમાં જોવાનો પ્રયત્ન કરે છે.
યુનાઇટેડ નેશન્સે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપે 21 જૂનને સ્વીકાર્યું હતું. દુનિયાના 177 દેશોએ તેને કો-સ્પોન્સર કર્યું હતું તથા દુનિયાના તમામ દેશોએ 21 જૂનને યોગ દિવસ તરીકે મનાવ્યો હતો. માનવજાત કે જે પોતાના માનસિક સમાધાનનો રસ્તો અપનાવી રહી છે. સ્વાસ્થ્ય જાળવણીની તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે તેમને લાગે છે કે યોગ એક એવી સરલ વિદ્યા છે કે જેને આપણે દિવસના અડધો કલાક – પોણા કલાક સુધી રહીએ તો આપણે આપણા મન, બુદ્ધિ, શરીરને એક દિશામાં ચલાવી શકીએ છીએ. આજે આપણી સામે એ પડકાર નથી કે આપણે દુનિયાને યોગ શું છે તે સમજાવીએ, આપણી સામે પડકારો એ છે કે આખું વિશ્વ સારા યોગ શિક્ષકોની માગ કરી રહ્યું છે. આપણા માટે સૌથી મોટો પડકાર એ છે કે આપણે યોગ્ય યોગ શિક્ષક કેવી રીતે આપીએ જેથી આ વિદ્યાનું યોગ્ય સ્વરૂપ આવનારી પેઢીઓ સુધી પહોંચે અને જે તેનો લાભ ઉઠાવી શકે. તેને સાચ્ચે જ, તેનો જે સંકલ્પ હોય, સંકલ્પ પૂરો કરવાના કામમાં આવે અને એટલા માટે જેટલું આધુનિક ભાષામાં આપણે યોગને પ્રચારિત કરીએ, જેટલો વધારે યોગને આધુનિક ભાષામાં પ્રતિપાદિત કરીએ તથા પોતે પણ યોગના જીવનને જીવીને દુનિયાની સામે પ્રસ્તુત કરીએ તથા વધારેમાં વધારે યોગના શિક્ષકો તૈયાર કરીએ, શોખની રીતે તૈયાર કરીએ ભલે વ્યવસાય તરીકે તેને તૈયાર ન કરી શકીએ. દિવસમાં આપણે 50 કામ કરીએ છીએ. એક કલાક યોગ માટે જે પણ શીખવા મળે તે આપણે શીખીશું.
આ આપણે સમગ્ર વિશ્વ એશિયાના વાયુમંડલમાં લાવીએ છીએ તો વિશ્વની જે અપેક્ષા છે, તે અપેક્ષાને પૂરી કરવા માટે ઉત્તમ યોગ શિક્ષક આપણે દુનિયાને આપી શકીએ છીએ. હું સ્વામી સુપરયાનંદ જીનો ખૂબ આભારી છું કે આજે મને આ પવિત્ર સ્થાન પર આવવાની તક મળી, વિવેકાનંદ જી ની પ્રતિમાનું લોકાર્પણ કરવાની તક મળી છે તથા મને વિશ્વાસ છે કે આ ધરતી પર આવનારા વિશ્વના તમામ લોકોને અહીંથી પ્રેરણા મળતી રહેશે એવી એક શુભકામના સાથે તમારા લોકોનો ખૂબ – ખૂબ ધન્યવાદ.
UM/J.Khunt/GP
Will inaugurate a statue of Swami Vivekananda & later interact with Indian community at 6 PM (3:30 PM IST). Looking forward.
— Narendra Modi (@narendramodi) November 22, 2015
Recalled the strong bond between Ramakrishna Paramhansa & Swami Vivekananda while inaugurating Swami ji's statue. pic.twitter.com/fx5rFlhk7M
— Narendra Modi (@narendramodi) November 22, 2015
Swami Vivekananda rightly taught us Jan Seva is Prabhu Seva. From the Vedas to Vivekananda, India is very proud of our rich culture.
— Narendra Modi (@narendramodi) November 22, 2015