Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રી હરિવંશના રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાવા પ્રસંગે પ્રધાનમંત્રીનું નિવેદન

શ્રી હરિવંશના રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાવા પ્રસંગે પ્રધાનમંત્રીનું નિવેદન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી હરિવંશજીને રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ચૂંટાયાના થોડા સમય પછી ઉપલા ગૃહમાં સંબોધન કરતા પ્રધાનમંત્રીએ એ અંગે પણ પ્રસન્નતા વ્યક્ત કરી કે સદનના નેતા શ્રી અરુણ જેટલી માંદગી બાદ સાજા થઇને હવે ગૃહમાં પાછા ફર્યા છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આજે આપણે હિંદ છોડો આંદોલનની જયંતી ઉજવી રહ્યા છીએ, હરિવંશજી બલિયાથી આવે છે, એ એક એવી ધરતી છે કે જે 1857ના સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત થઇ ત્યારથી જ આઝાદીની ચળવળ સાથે જોડાયેલી રહી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે શ્રી હરિવંશ લોકનાયક જયપ્રકાશ નારાયણથી પ્રભાવિત થયેલા છે.

પ્રધાનમંત્રીએ એ વાત પણ યાદ કરી કે હરિવંશજી પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરજી સાથે પણ કામ કરી ચૂક્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ચંદ્રશેખરજી સાથે નજીકથી કામ કરવાને લીધે હરિવંશજી અગાઉથી જાણતા હતા કે ચંદ્રશેખરજી રાજીનામું આપવાના છે. આમ છતાં, તેમણે પોતાના સમાચારપત્રને આ માહિતી પહોંચવા નહોતી દીધી જે તેમની નીતિ અને જાહેર સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે હરિવંશજી એક શ્રેષ્ઠ વાચક છે અને તેમણે ઘણું લખ્યું પણ છે. તેમણે ઉમેર્યું કે હરિવંશજીએ વર્ષોથી સમાજની સેવા કરી છે.

શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં ભાગ લેવા બદલ શ્રી બી. કે. હરીપ્રસાદને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સુચારુરૂપે ચૂંટણી યોજવા બદલ સભાપતિ અને અન્ય સભ્યોનો આભાર માન્યો હતો.

NP/J.Khunt/GP/RP