Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેબિનેટે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે આરોગ્ય સહયોગ અંગે સમજુતી કરારોને મંજુરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે આરોગ્ય સહયોગ અંગેના ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સમજુતી કરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાની મંજુરી આપી દીધી છે.

આ સમજુતી કરારો નીચેના સહયોગને લગતા ક્ષેત્રોને આવરી લે છે:-

  1. સંશોધન અને વિકાસ, એક્ટીવ ફાર્માસ્યુટીકલ ઇન્ગ્રેડીયન્ટસ (એપીઆઈ) અને આઈટી આધારિત મેડીકલ સાધનો;
  2. માનવ સંસાધન વિકાસ;
  3. આરોગ્ય સેવાઓ; અને
  4. અન્ય કોઈપણ ક્ષેત્રો કે જે પારસ્પરિક સમજુતી દ્વારા નક્કી કરવામાં આવે.

સહયોગ અંગેની વધુ માહિતીને આગળ વિસ્તૃત રીતે સમજાવવા માટે અને આ સમજુતી કરારોના અમલીકરણનું નિરીક્ષણ કરવા માટે એક કાર્યરત જૂથની રચના કરવામાં આવશે.

J.Khunt/GP/RP