Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પાંચ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટસ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચની સ્થાપના માટેના ખર્ચના સુધારેલા અંદાજો


પ્રધાનમંત્રી મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય કેબિનેટે, કોલકાતા, પૂણે, મોહાલી, ભોપાલ અને થિરૂવનંથપુરમ ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટયુટસ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (આઈઆઈએસઈઆર) સ્થાપવા માટે, મૂળ મંજૂર કરાયેલા રૂ.25000 કરોડના ખર્ચની સામે રૂ.4799 કરોડના ખર્ચના સુધારેલા અંદાજોને મંજૂરી આપી છે.

આ પાંચેય સંસ્થાઓનું બાંધકામ ચાલુ છે એ તબક્કે, ખર્ચના સુધારેલા અંદાજોને અપાયેલી મંજૂરી, સંબંધિત કેન્દ્રીય મંત્રાલય તથા આ સંસ્થાઓના બોર્ડ ઓફ ગવનર્સને ૨૦૧૮-૧૯ સુધીમાં સંસ્થાઓને ૯૨૭૫ વિદ્યાર્થીઓ, ૯૨૮ ફેકલ્ટી (શિક્ષકો) અને શિક્ષણ કાર્ય સિવાયના ૧૦૨૦ના સ્ટાફ સાથે સંપૂર્ણ પણે કાર્યરત કરતાં કાયમી સંકૂલો સાથે તૈયાર કરવાના કામની ઝડપ વધારવામાં અને બધુજ કામ ઝડપથી પૂરૂં કરવામાં મદદરૂપ બનશે.

આ સંસ્થાઓ એકજ છત્ર હેઠળ પૂર્વ સ્નાતક શિક્ષક સ્નાતકોત્તર શિક્ષણ અને સંશોધન કાર્યનું સંકલન કરશે. આ સંસ્થાઓ જડ-ચુસ્ત વહીવટી માળખાને વટાવી કે એવા સંશોધન માટે સુમેળ ભર્યું વાતાવરણ વિકસાવવા રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ અને અન્ય સંશોધન સંસ્થાઓ સાથે વિચારવિનિમય કરશે તેમજ વિવિધ વિદ્યાશાખાઓ વચ્ચે સહયોગ દ્વારા સંશોધનને પ્રોત્સાહિત કરશે.

વિજ્ઞાનનાં ઘણાં ક્ષેત્રો છેવટના તબક્કે વ્યવહારૂ વિજ્ઞાનના રૂપમાં વિકાસ પામે છે, જેવા કે , લેસર, સુપર કન્ડકિટવિટી, સેમીકન્ડકટર્સ ,નેનો મટીરીયલ વગેરે આવાં ક્ષેત્રમાનું સંશોધન સૂચક બૌદ્ધિક સંપત્તિનું સર્જન કરી શકે એમ છે, જે સારી એવી આવક ઉત્પન્ન કરવાની શકિત ધરાવે છે.

આ સંસ્થાઓ અત્યંત કાબેલ અને તાલીમ સજ્જ માનવશકિતના નિર્માણમાં મોટો ફાળો આપશે, જે ટેકનોલોજીકલ માનવ સંસાધન ક્રાંતિમાં એક મુખ્ય ઉત્પ્રેરક બનશે,જેનો અનિવાર્યપણે દેશના આર્થિક વિકાસ પ્રભાવ પડશે.

AP/J.Khunt/DK