પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે ખેલ તેમજ યુવા બાબતોના ક્ષેત્રમાં ભારત અને માલદીવની વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)ને પોતાની મંજૂરી આપી દીધી છે, જેના પર ઓક્ટોબર, 2015માં હસ્તાક્ષર કરાયા હતા.
આ દ્વિપક્ષીય વિનિમય કાર્યક્રમ ખેલ વિજ્ઞાન, ખેલ ચિકિત્સા, કોચિંગ તકનીક, યુવા તહેવારો તેમજ શિબિરોમાં ભાગીદારીના ક્ષેત્રમાં જ્ઞાન તેમજ વિશેષજ્ઞતાને વિસ્તારિત કરવામાં મદદ કરશે જેનું પરિણામ આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતાઓમાં ભારતના ખેલાડીઓના પ્રદર્શનને વધુ સારા બનાવવા તથા બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના રૂપમાં સામે આવશે.
UM/AP/J.Khunt/GP