Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશિપ સમિટમાં સંબોધન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશિપ સમિટમાં સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના સોનેરી ભવિષ્યની તરફની યાત્રાનું વિવરણ આપતા કહ્યું કે ભારતની વર્તમાન સ્થિતિને વિશ્વના સંદર્ભમાં જોવાની સાથોસાથ કેટલાક વર્ષો પહેલા ભારત ક્યાં હતું તે સંદર્ભમાં પણ જોવું જોઈએ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના આર્થિક સુધારાઓ પ્રત્યે પોતાના દ્રષ્ટિકોણનું વિવરણ આપતાં હાલમાં જ મળેલી કેટલીક મોટી આર્થિક સફળતાઓ જેમાં 7.4 ટકા આર્થિક વિકાસ દર અને વેપાર કરવા માટે સુગમતામાં ઉન્નતિનો સમાવેશ થાય છે, તેનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે વેપાર કરવા માટે સુગમતામાં વધારો માત્ર કેન્દ્ર અને રાજ્યના મળીને કાર્ય કરવાના કારણે જ થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજ્યોને 14માં નાણા આયોગની ભલામણોને અનુરૂપ વધારાની નાણાકીય સહાયતા આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે એલપીજી સબસીડીના પ્રત્યક્ષ હસ્તાંતરણ અને એલઈડી લાઈટીંગ યોજનાથી કરોડો રૂપિયાની બચત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે યુરિયામાં લીમડાની પરતનું પડ ચડાવવાને કારણે તેના કૃષિ ક્ષેત્ર ઉપરાંત બીજા ક્ષેત્રમાં ઉપયોગને રોકવામાં સહાયતા મળી છે. પ્રધાનમંત્રીએ બિહારમાં 2 લોકોમોટીવ નિર્માણ એકમ માટે હાલમાં જ રેલ ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણનો ઉલ્લેખ પણ કર્યો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના વીજળી વગરના 18000 ગામોમાં વિદ્યુતિકરણની પ્રક્રિયાના વિષયમાં જણાવતા કહ્યું કે આ ક્ષેત્રમાં પ્રગતિ દરેક, ગ્રામીણ વિદ્યુતિકરણ એપ દ્વારા જોઈ શકે છે.