Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. બી. આર. આંબેડકરની સ્મૃતિમાં સિક્કા જારી કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. બી. આર. આંબેડકરની 125મી જયંતી વર્ષ સમારોહ અંતર્ગત આજે (6 ડિસેમ્બર, 2015) બે સ્મારક સિક્કા જારી કર્યા. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ પર “10 રૂપિયા” અને “125 રૂપિયા”ના આ સિક્કા જારી કર્યા.

આ અવસર પર પ્રધાનમંત્રીએ કહ્યું કે આવી કેટલીક વ્યક્તિ હોય છે, જે પોતાના મૃત્યુના 60 વર્ષ પછી પણ લોકોની ચેતનાને જીવિત રાખે છે. તેમણે કહ્યું કે ભારતની સમક્ષ વર્તમાન મુદ્દાઓની સંદર્ભમાં આપણે ડૉ. આંબેડકરના વિચારોને અધિક સ્મરણ કરીએ છીએ અને આપણે પરિકલ્પના તથા સમગ્રતાના તેમના વિચારોનું અધિક સન્માન કરીએ છીએ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સામાજિક ન્યાય પ્રત્યે તેમના યોગદાનની ઓળખ મળી છે, પરંતુ તેમના આર્થિક વિચારો અને દ્રષ્ટિકોણને હજુ પણ પૂરી રીતે સમજી શકાયા નથી. જ્યારે તેની પ્રશંસા થવી જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દેશમાં ડૉ. આંબેડકર અને ભારતના સંવિધાનની હંમેશા ચર્ચા થવી જોઈએ અને 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવો એ આ દિશામાં એક કદમ છે.

પ્રધાનમંત્રીએ મહિલા સશક્તિકરણ, ભારતનું સમવાય માળખું, નાણા અને શિક્ષણ જેવા વિષયો પર ડૉ. આંબેડકરના દ્રષ્ટિકોણની પ્રશંસા કરી.

આ અવસર પર કેન્દ્રીય મંત્રી શ્રી અરૂણ જેટલી અને શ્રી થાવરચંદ્ર ગેહલોત પણ ઉપસ્થિત હતા.

J.Khunt/GP