પીએમઇન્ડિયા
દેશના અલગ અલગ ખૂણાથી આવેલા તમામ વરિષ્ઠ મહાનુભાવો આજે 6 ડિસેમ્બર, પૂજ્ય બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણનો પ્રસંગ છે. હું નથી માનતો કે કોઇએ વિચાર્યું હશે કે ભારતનો સિક્કો, જેની પર બાબા સાહેબ આંબેડકરનું ચિત્ર હશે, એવો પણ ક્યારેય આ દેશમાં કોઇ દિવસ આવી શકે છે.
સામાન્ય રીતે સાર્વજનિક જીવનમાં મોટાભાગે લોકો, મૃત્યુની પહેલા જ ચિરવિદાય થઇ જાય છે, અમુક લોકોનું મૃત્યુંની સાથે ચિરવિદાય થાય છે પરંતુ કદાચ ખૂબ જ ઓછા લોકો હોય છે જે મૃત્યુના 60 વર્ષ પછી પણ જિવીત હોય છે, અને બાબા સાહેબ આંબેડકર તે મનીષી છે. કદાચ તેમના પોતાના કાર્યકાળમાં બહુ લોકોનું તેમની પર ધ્યાન ગયું નહીં હોય. એક વિદ્યાર્થીના રૂપે જોવામાં આવ્યું હશે, એક અર્થશાસ્ત્રી તરીકે જોવામાં આવ્યું હશે, પરંતુ જેમ અરુણ જીએ જણાવ્યું કે ભારતની આજની સમસ્યાઓના સંદર્ભમાં જ્યારે બાબા સાહેબને જોવામાં આવે છે ત્યારે લાગે છે કે કોઇ વ્યક્તિ દિર્ઘદ્રષ્ટા હોઇ શકે છે, કેટલી મહાન વિચારધારા ધરાવે છે, તથા કેટલી સમાવેશી કલ્પના રાખતો હશે.
એટલા માટે સામાન્ય રીતે આ આપણા દેશમા એવું થાય છે કે કોઇ વ્યક્તિની એકાદ ચીજથી ઓળખ બની જાય છે સામાન્ય માણસો માટે. બહુમુખી પ્રતિભા તમામની સામે ખૂબ જ ઓછી આવે છે તથા તેનું કારણ એ નથી કે પ્રતિભામાં કોઇ કમી છે, કમી આપણામાં છે કે તમામ બહુમુખી ચીજવસ્તુઓ આપણે જોઇ શકતા નથી, સમજી શકતા નથી. તેમને સમજવામાં ક્યારેક – ક્યારેક 60 વર્ષ લાગી જાય છે. હવે તે સામાજીક ચિંતનના વિષયમાં તો બાબા સાહેબના વિચાર, ખાસ કરીને સોશિયલ જસ્ટિસની વાતો નીચે સુધી ફેલાયેલી છે. અને તમામને લાગે છે પણ, જોકે બાબા સાહેબના આર્થિક ચિંતનના સંદર્ભમાં એટલું ઉંડાણથી ચર્ચા થતી નથી.
આ 125 વર્ષના સમય, સારું થશે કે આપણે નવી પેઢીને બાબા સાહેબના આ ફલકના વિષયમાં પરિચિત કરાવીએ. સંસદની અંદર બંને ગૃહોએ ઉંડાણથી ચર્ચા કરી હતી, સારી ચર્ચા કરી હતી, તમામ માનનીય સભ્યોએ પોતપોતાની રીતે વર્તમાન સ્થિતિનું પણ આંકલન કર્યું હતું તથા બાબા સાહેબના દ્રષ્ટિકોણને પણ જોડવાનો પ્રયાસ કર્યો હતો. અમુક લોકોના મનમાં સવાલ ઉત્પન્ન થયો કે મોદીજી અમે એ તો સમજી શકીએ છીએ કે 15 ઓગસ્ટ શું છે, અમે એ સમજી શકીએ છીએ કે 26મી જાન્યુઆરી શું છે, પરંતુ તમે 26મી નવેમ્બર ક્યાંથી લઇ આવ્યા ? મને તેવા સવાલ પૂછવામાં આવ્યા ગૃહમાં. હું નથી માનતો જેણે બાબા સાહેબ આંબેડકરને સમજ્યા હશે તો કદાચ જ આવો સવાલ કર્યો હોત.
આપણે 26મી જાન્યુઆરીની જ્યારે વાત વાત કરીએ છીએ ત્યારે પણ બાબા સાહેબ આંબેડકર ઉજાગર થઇને દેશની સામે નથી આવતા, એ માનવું પડશે. 15 ઓગસ્ટને આપણે યાદ કરીએ છીએ તો મહાત્મા ગાંધી, ભગતસિંહ તમામ સામે આવે છે પરંતુ 26 જાન્યુઆરીના સમયે યાદ નથી આવતા, તથા એટલા મોટા યોગદાનને આપણે નકારી શકતા નથી. તથા આગામી પેઢીઓને સંસ્કારિત કરવા માટે પણ, તથા રાષ્ટ્રની એકતા માટે પણ એવા મહાપુરુષોનું યોગદાન, તેનું સ્મરણ આપણા માટે તે તાકાત બને છે જે સમાજને જોડવાની આપણને તક આપે છે. અને એ અર્થમાં સાંસદની અંદર તથા આ મારો ઇરાદો છે કે દેશમાં બાબા સાહેબ આંબેડકર તથા સંવિધાન, એ વિષયમાં નિરંતર ચર્ચા થવી જોઇએ, આપણી નવી પેઢીને જોડવી જોઇએ. એવી સ્પર્ધા થવી જોઇએ. ઓનલાઇન સ્પર્ધા થવી જોઇએ. વકૃત્વ સ્પર્ધા થવી જોઇએ. આ સતત ચાલવું જોઇએ. મેં કહ્યું છે કે સરકારમાં તેની પર જરા કામ કરો. આગામી દિવસોમાં 26મી નવેમ્બરથી 26મી જાન્યુઆરી સુધી તેને કરવામાં આવે. 26મી જાન્યુઆરીએ તમામ ઇનામો જાહેર કરવામાં આવશે. એવી એક વ્યવસ્થા ઉભી કરવી જોઇએ જેથી નવી પેઢીને ખબર પડે.
બાબા સાહેબ આંબેડકર, તેમની વિવિધતા, વિશેષતા જુઓ, હું અલગ દ્રષ્ટિકોણથી જોઉં છું. સમાજથી તે પીડિત હતા, સમાજથી તે દુખી પણ હતા તથા સમાજ પ્રત્યે તેમના મનમાં આક્રોશ પણ હતો તથા એ પરિસ્થિતિમાં ફેરફાર લાવવાની એક લલક પણ હતી, તે એક રૂપમાં. પરંતુ આ અવસ્થા હોવા છતાં પણ તેમણે જ્યારે વિશ્વને જોયું તથા તેમણે લખ્યું હતું કે મેં જ્યારે ભારતની બહાર પાંચ વર્ષ રહ્યો ત્યારે અસ્પૃશ્યતા શું હોય છે, અન- ટચેબિલીટી શું હોય છે, તે હું ભૂલી ગયો હતો. મને યાદ જ નહોતું. કારણકે, જ્યારે એક તરફ અહીં અપમાનની અવસ્થા હોય, બીજા તરફ સન્માનનો અનુભવ મળતો હોય, પછી કોઇ પણ માણસનો જુસ્સો કેવો હોય, તે સન્માનની અવસ્થા છોડીને અપમાનની જિંદગી ભલે જીવવી પડે પરંતુ પરત જઇશ. અને પરત ફરે છે તે નાની વાત નથી. એક વ્યક્તિત્વનો, વ્યક્તિત્વને ઓળખવાનો આ એક દ્રષ્ટિકોણ છે કે કોઇને મન કરી જાય, યાર હવે ત્યાં જઇને શું રહેવું છે, પહેલા ગામમાં પેદા થયા હતા, ત્યાં વિજળી નથી, રસ્તા નથી, ચલો અહીં જ રહીએ છીએ. એ માણસને તો એટલી મુશ્કેલીઓ વેઠવી પડી, એટલા અપમાન સહન કરવા પડ્યા અને ત્યાર બાદ પણ તે કહે છે કે ઠીક છે મને અહીં માન મળ્યું. સન્માન મળ્યું. છૂત-અઝૂતનું નામો – નિશાન નથી. ત્યાં જે છે પરંતુ જઇશ તો હુ ત્યાં જ. પરંતુ એ વિશેષ, જાણે કે અંદરથી કોઇ આંતરિક તાકાત હોય છે ત્યારે થાય છે.
બીજી વિશેષતા જુઓ, સમાજની પ્રત્યે આ આક્રોશ હતો, એ દર્દ હતું, પીડા હતી, આ તમામ હોવા છતાં પણ તેમની ભારત – ભક્તિ પણ દરેક પળે ઝળકે છે, દરેક પળે ઝળકે છે. પરંતુ ભારત ભક્તિ એ દેશના સ્વરૂપે મને, એક જો સીમામાં બંધાયેલો દેશ છે તે રૂપમાં નથી, તેમની સંસ્કૃતિ વિરાસતના પ્રત્યે તે ગર્વ અનુભવ કરતા હતા. જેમની વિકૃતિઓએ એટલી મોટી મુસીબતો પેદા કરી હતી, ખૂબ જ મુશ્કેલ હોય છે એવી અવસ્થામાં પણ એક સત્ય સુધી પહોંચવું તથા એટલા માટે જ્યારે તેમણે પોતાનું પીએચડી કર્યું, તેમનો એક વિષય હતો પ્રાચિન ભારતનો વેપાર, હવે એ પ્રાચિન ભારતનો વેપાર તથા તેમનું મન થયું તે એ વાતનું સબૂત છે કે તે ભારતની ગરીમા તથા ભારતના ગૌરવ ગાન સાથે તેમનો અતૂટ સંબંધ માનતા હતા. નહીં તો બીજો પ્રકાર પણ ઊભરીને બહાર આવતો, હું તો એ માનું છું કે આજે જે નીતિ નિર્ધારક છે, જે થીન્ક ટેન્ક ચલાવે છે. તેમણે આર્થિક વૈશ્વિક અર્થતંત્રના સંદર્ભમાં બાબા સાહેબ આંબેડકરને આર્થિક ચિંતનનો શું પ્રભાવ છે, શું વિચાર હતો તેનો કોઇ તાલમેલ છે કે અત્યારે પણ દુનિયાને બાબા સાહેબ સુધી પહોંચવામાં સમય લાગવાનો છે, એની પર વિશેષ શોધ નિબંધ થવો જોઇએ, ખબર પડશે. ભારત જેવા દેશમાં તે આર્થિક ચિંતનનો તેમનો મંત્ર ખૂબ જ સામાન્ય હતો. ‘બહુજન હિતાય, બહુજન સુખાય.
આ જે ‘બહુજન હિતાય, બહુસન સુખાય’, આ મૂલ તત્વ છે. હું સમજું છું કે આર્થિક દ્રષ્ટિથી કોઇ પણ સરકાર માટે આ ક્ષેત્રમાંથી બહાર જવાનું કોઇ કારણ જ નથી બનતું, આ કોઇ કારણ જ નથી બનતું.
આજે આપણે રિઝર્વ બેન્કની કલ્પના કરીએ છીએ. દેશ આઝાદ થયો નહોતો ત્યારે બાબા સાહેબ આંબડકરે પોતાના મહાનિબંધમાં ભારતમાં રિઝર્વ બેન્કની કલ્પના કરી હતી. આજે આપણે ફેડરલ ક્ષેત્રની વાત કરીએ છીએ, ફાઇનાન્સ કમિશન રાજ્યની માગ રહે છે એટલા પૈસા કોણ આપશે, આટલા પૈસા કોણ આપશે, ક્યું રાજ્ય કેવા ક્રમમાં ચાલશે. દેશ આઝાદ થયાથી પહેલા બાબા સાહેબ આંબેડકરે આ વિચાર રાખ્યો હતો. ફાઇનાન્સ કમિશનનો તથા સંપતિના ભાગ કેન્દ્ર તથા રાજ્યની વચ્ચે કેવી રીતે થાય, તેનો ઉંડાણથી તેમણે ચિંતન પ્રગટ કર્યું હતું તથા તે વિચારોમાં પ્રકાશમાં આજે આ ફાઇનાન્સ કમિશન, ભલે આરબીઆઇ હોય. એવી અનેક સંસ્થાઓ છે.
આજે આપણે નદીને જોડવાનું અભિયાન ચલાવીએ છીએ. રિવર ગ્રીડની વાત કરીએ છીએ. આજ હિન્દુસ્તાનમાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. અત્યારે બે દિવસ પૂર્વે હું ચીફ જસ્ટિસ સાહેબની સાથે ભોજન પર બેઠો હતો. બાબા સાહેબ આંબેડકરે તે જમાનામાં પાણી લઇને કમિશનના નિર્માણની કલ્પના કરી હતી. એટલે કે કોઇ દિર્ઘદ્રષ્ટા વ્યક્તિ કેવા પ્રકારથી આગળ વિચારી શકે છે.
તેમણે વિકાસમાં નારીના મહત્વને, તેના યોગદાનને ઉજાગર કર્યું હતું. જ્યારે પુરુષો માટે પણ સન્માનના દિવસ નહોતા, તે સમયે દલિત, પીડિત, શોષિત સમાજ અપમાનનો શિકાર થઇ ગયો હતો એવી અવસ્થામાં પણ આ મહાપુરુષને એ વિચાર આવે છે કે વિકાસ યાત્રામાં ખભાથી ખભો મિળાવીને બરાબરની ભાગીદારીની કલ્પના કરી હતી. તથા એના માટે તેઓ કહેતા હતા કે – ‘શિક્ષા’ તથા જુઓ સાહેબ, તેમણે… બાબા સાહેબ આંબેડકરે પણ દરેક ચીજના કેન્દ્રમાં શિક્ષાને એકદમ ઉચ્ચ ક્રમ આપ્યો છે. બાકીનું બધું પછી, પહેલા ભણો, મુશ્કેલીમાં પણ ભણો. ભણશો તો દુનિયા એ ચીજ છે જે તમને લૂંટી શકતી નથી.
આ ભણવાનો જે તેમનો આગ્રહ હતો, ભણવાનો જે આગ્રહ હતો તથા તેણે જ સમાજને એક નવી તાકાત આપી છે. તથા આજે આપણે એક તરફ 125મી જયંતિ તથા બીજી તરફ આપણે એ વિચાર કરીને ચાલી રહ્યા છીએ.
બાબા સાહેબ આંબેડકરનો ભારતના મૂળ જીવની સાથેના સંબધની જે હું ચર્ચા કરી રહ્યો હતો. છેલ્લા બે દિવસથી શારીરિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી એટલે કે એક પ્રકારથી બિમારીઓનું ઘર બની ગયું હતું તેમનું શરીર તથા બાળપણમાં, જવાનીમાં જ્યારે શરીરને મજબૂત બનાવવાની અવસ્થા થાય છે ત્યારે તેમને તક નહોતી મળી કારણ કે એટલું પેટભરીને ભોજન પણ ઉપલબ્ધ નહોતું તથા જ્યારે જીવનમાં અમુક સંભાવનાઓ બની તો પોતાને તેમણે સમાજ તથા દેશ માટે ખપાવી દીધું. અને જે કામ લેતા હતા કે પાગલપનથી કરતા હતા એટલે કે એક રીતે સમગ્ર રીતે ડૂબી જતા હતા તથા એટલા માટે એક સ્થિતિ આવી ગઇ શરીરે સાથ આપવાનું છોડી દીધું હતું.
એટલું સરળ જીવનમાં ઉંચાઇઓ મેળવ્યા બાદ કોઇને પણ લાગી શકતું હતું કે ચાલો ભાઇ હવે શરીર કામ નથી કરતું, ઇશ્વની શરણમાં જતા રહીએ, છોડી દો બધું. જે થશે તે થશે.
તેમણે હાર ન માની, તેમનું છેલ્લું પુસ્તક મૃત્યુના ચાર દિવસ પહેલા જ પૂર્ણ કર્યું. ચાર દિવસ બાદ તેમનો સ્વર્ગવાસ થયો હતો. છેલ્લા પુસ્તકની પણ ધારા દેખો ચિંતન એટલે કે પહેલો મહાનિબંધ જેણે તેમને દુનિયામાં ઓળછખ અપાવી તે શરૂ થાય છે. ‘ઇન્ડિયન – એશિયંટ કોમર્સ. છેલ્લું પુસ્તક હોય છે. – ‘બુદ્ધ તથા કાલમાર્ક્સ’ .
હવે જુઓ તે સમય હવા કાલમાર્ક્સની ચાલી રહી હતી. સમાજવાદી ચિંતન તથા ભારતમાં પણ લગભગ – લગભગ તેમની હવા ચાલતી હતી. તે સમયે આ મહાપુરુષ ભગવાન બુદ્ધના ચિંતનને મૂળ આધાર બનાવીને તથા ‘ બુદ્ધ એન્ડ કાલમાર્ક્સ’ નથી લખ્યું. ‘ બુદ્ધ અને કાલમાર્ક્સ’ લખ્યું છે તથા તેમનો એ આગ્રહ રહ્યો છે કે સર્વસમાવેશી, ‘બહુજન હિતાય, બહુજન સુખાય.’
જો આર્થિક ચિંતનનો વિચાર કરવો છે તો તે ભારતની મૂળ માટી સાથે જોડાય છે. જેમાં બુદ્ધ પણ એક મોટી મુખ્ય ધારા રહીને એ જે બાબા સાહેબ આંબેડકરનું યોગદાન હતું. અને એટલા માટે હું સમજું છું કે એવી મહામૂલ્ય ચીજો કોઇ પણ રાષ્ટ્ર પોતાના, પોતાના પૂર્વજોથી, પોતાના ઇતિહાસથી હંમેશા રસ – કસ મેળવે છે ત્યારે જઇને પલ્લવિત થાય છે. આપણે ઇતિહાસને ભૂલાવી દેવાનો પ્રયાસ તથા આપણા મહાપુરુષોને ભૂલાવી દેવાનો પ્રયાસ આપણને નવી તાકાત આપતું નથી.
બાબા સાહેબ આંબેડકર તે મનીષી હતા. તે તાકાત હતા જેમણે આજે આપણને આટલા માટે સામાજિક દ્રષ્ટિકોણ આપ્યા. આર્થિક દ્રષ્ટિકોણ આપ્યા, વૈધાનિક દ્રષ્ટિકોણ આપ્યા તથા એક પ્રકારથી સમાજ તથા રાષ્ટ્ર સંચાલનની જે મૂળભૂત વિધાઓ છે તે મૂળભૂત વિધાઓના ફાઉન્ડેશનમાં તેમણે પોતાની તાકાત જોડી દીધી હતી.
આજે એવા મહાપુરુષને તેમના પૂણ્ય સ્મરણ કરવાનો અવસર મળ્યો છે તથા એ ગર્વની વાત છે કે ભારત સરકાર આજે આ કોઇન તથા હું જાણું છું, કદાચ, કદાચ ભારત સરકારનો આ પહેલો સિક્કો એવો હશે જેને સ્ટેન્ડિંગ એવોશન મળ્યું હશે.
સિક્કા તો ઘણા નીકળ્યા હશે તથા સમાજનો દરેક દલિત, પીડિત, શોષિત, વંચિત જેની પાસે સવા સો રૂપિયાની તાકાત નહી હોય પોતાના ખિસ્સામાં તેમના માટે પુણ્ય પ્રસાર મળી બની જશે તમે જોઇ લેજો. એવું તેમનું રૂપ બની જશે તથા એટલા માટે આ અર્પિત કરતા એક જવાબદારી નિભાવવાનો સંતોષ થઇ રહ્યો છે.
આવનારી પેઢીઓને દિશા આપવા માટે આ તમામ ચીજો કામમાં આવશે એ જ એક શુભ આશિષ છે. હું ફરીથી એક વખત નાણામંત્રીને અભિનંદન આપું છું કે સમયની સાથે તમામ ચીજો થઇ રહી છે. એટલા માટે હું નાણા મંત્રાલયને હ્દયથી ખૂબ – ખૂબ અભિનંદન આપું છું . ખૂબ – ખૂબ ધન્યવાદ.
J.Khunt/GP
Remembering Dr.BabasahebAmbedkaron his PunyaTithi. pic.twitter.com/l0N3dju7jy
— NarendraModi(@narendramodi) December 6, 2015
Paid homage to Dr.Ambedkar. pic.twitter.com/kT3IPND3Tt
— NarendraModi(@narendramodi) December 6, 2015
A grateful nation pays homage to Dr. Ambedkar. A commemorative coin on Dr. Ambedkar released by PM @narendramodi. pic.twitter.com/OlblLdI2b4
— PMO India (@PMOIndia) December 6, 2015
Today is 6th December. We pay homage to Dr.BabasahebAmbedkar: PM while releasing commemorative coins on Dr.Ambedkar
— PMO India (@PMOIndia) December 6, 2015
Even after 60 years, Dr.Ambedkaris still alive & that is his greatness: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 6, 2015
Dr.Ambedkarwas a visionary and was a very deep thinker: PM @narendramodi while releasing coins on Dr.Ambedkar
— PMO India (@PMOIndia) December 6, 2015
We know about Dr.Ambedkar's rich thoughts on social justice but less is known about his economic thoughts: PM on Dr.Ambedkar
— PMO India (@PMOIndia) December 6, 2015
Be it a Finance Commission or RBI, Dr.Ambedkarenvisioned all of this. Such was his greatness: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 6, 2015
Honoured to release commemorative coins on Dr. Ambedkar. It is because of great men like Babasaheb that India scaled heights of progress.
— Narendra Modi (@narendramodi) December 6, 2015
Dr.Ambedkarwill always be remembered as an original & profound thinker. His views on inclusiveness & harmony continue to inspire us.
— NarendraModi(@narendramodi) December 6, 2015
We are aware of Dr.Ambedkar's contributions towards social justice but Babasaheb's thoughts on economic issues are equally enlightening.
— NarendraModi(@narendramodi) December 6, 2015
Highlighted Dr.Ambedkar's vision on women empowerment, federalism, economy & its relevance today. https://t.co/3luzQi7Qi9
— NarendraModi(@narendramodi) December 6, 2015
Our Government is leaving no stone unturned to fulfil the vision & dreams of Dr.Ambedkarto create a prosperous & inclusive India.
— NarendraModi(@narendramodi) December 6, 2015