Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સામાજિક, આર્થિક, ઔદ્યોગિક અને પ્રાદેશિક વિકાસ કાર્યક્રમોનાં ક્ષેત્રમાં નીતિ આયોગ અને રશિયન સંઘનાં આર્થિક વિકાસ મંત્રાલય વચ્ચે સમજૂતી કરારને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સામાજિક, આર્થિક, ઔદ્યોગિક અને પ્રાદેશિક વિકાસ કાર્યક્રમોનાં ક્ષેત્રમાં નીતિ આયોગ અને રશિયન સંઘનાં આર્થિક વિકાસ મંત્રાલય વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષરને પોતાની મંજૂરી આપી દીધી છે.

આ સમજૂતી કરારનો ઉદ્દેશ સામાજિક, આર્થિક, ઔદ્યોગિક અને પ્રાદેશિક વિકાસની વ્યૂહરચનાઓ અને કાર્યક્રમો બનાવવા અને લાગુ કરવામાં સહયોગની સંભાવનાઓ શોધવાનો છે. એમાં એકબીજાની શક્તિઓ, બજાર, ટેકનોલોજી, નીતિઓ વગેરે સમજવા માટે માળખું અને અનુકૂળ વાતાવરણ બનાવવાની જોગવાઈ સામેલ છે.

સમજૂતીકરારમાં સહયોગનાં નીચે મુજબના ક્ષેત્રો સામેલ છે:

 

  1. પરસ્પર હિતનાં વિષયો સાથે સંબંધિત સંયુક્ત સંશોધન યોજનાઓ ચલાવવી અને લાગુ કરવી.
  2. બંને પક્ષો વચ્ચે સંબંધિત સરકારી વ્યૂહરચનાઓ અને વિકાસ કાર્યક્રમો સહિત પરસ્પર હિતનાં વિષયો પર માહિતી સાથે સંશોધન કાર્યોનું આદાન-પ્રદાન.
  3. સંયુક્ત આયોજનોમાં ભાગીદારી માટે બંને પક્ષોનાં નિષ્ણાતોની અવરજવર.
  4. બંને પક્ષોની સંમતિ હોય એવા કાર્યક્રમો પર ચર્ચાવિચારણા, સંમેલન અને અન્ય બેઠકોનું આયોજન કરવું.
  5. બંને પક્ષોની પારસ્પરિક સંમતિ અનુસાર સહયોગનું અન્ય સ્વરૂપ.

 

NP/J.Khunt/GP/RP