પીએમઇન્ડિયા
24 ડિસેમ્બરે રશિયામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત બે સાંસ્કૃતિક કાર્યક્રમો ‘અભિનંદન’ અને ‘અભિવ્યક્તિ’ સાથે થશે. ‘અભિનંદન’માં રશિયન કલાકારો ભારતીય કલાત્મક-ક્રિયાકલાપો એટલે કે આર્ટ ફોર્મ (ક્લાસિકલ તેમજ લોક નૃત્ય) પર પ્રસ્તુતિ કરશે. આ રશિયામાં ભારતની સાંસ્કૃતિક પરંપરાઓની લોકપ્રિયતા અને સાંસ્કૃતિક સમજના મહત્વને પ્રદર્શિત કરશે. ‘અભિનંદન’ એક શ્લોક ગાયન અને રશિયન બ્રહ્મકુમારીઓ દ્વારા વંદે માતરમની રચનાત્મક પ્રસ્તુતિ સાથે શરુ થશે. ત્યારબાદ સંક્ષિપ્ત રીતે કુચીપુડી, કથક અને દાંડિયા રસ પણ પ્રસ્તુત કરવામાં આવશે. કાર્યક્રમનું સમાપન મંચ પર બધા કલાકારો દ્વારા લતા મંગેશકર દ્વારા ગવાયેલી શ્રી અટલ બિહારી વાજપેયીની કવિતા ‘ગીત નયા ગાતા હું’ની સંગીતમય પ્રસ્તુતિ સાથે થશે. ‘અભિનંદન’માં 52 કલાકારો પોતાની પ્રસ્તુતિ આપશે. આ પ્રસ્તુતિનું મહત્વ એ છે કે તે અટલ જીના જન્મ દિવસની પૂર્વ સંધ્યા પર થશે.
‘અભિવ્યક્તિ’ રશિયન કલાકારો તેમજ કેટલાક ઉત્સાહી લોકો દ્વારા ભારતીય પરંપરાઓ, ઈતિહાસ તેમજ સંસ્કૃતિની બધા ભારતીયો તેમજ ભારતના શુભ ચિંતકોના મનમાં બનેલી અને દિલથી પ્રતિધ્વનિત થનારી પ્રામાણિક છબીને પ્રદર્શિત કરવાનો પ્રયાસ છે. તે ભારત અને રશિયાના લોકો વચ્ચે પહલેથી હાજર ભાઈચારા અને સૌહાર્દની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ‘અભિવ્યક્તિ’ સદભાવનાના પ્રગટીકરણને સમર્પિત છે અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ના આપણા વિચારોને પ્રસ્તુત કરે છે, જે સમગ્ર વિશ્વ સાથે આપણા સંબંધોની વિશેષતા છે. ‘અભિવ્યક્તિ’માં 100 કલાકારો પોતાની પ્રસ્તુતિઓ આપશે. તેમાં મુખ્યત્વે નમસ્કારમ, ચારીષ્ણું, ભરત નાટ્યમ, રુદ્ર પંડત્તમ, ખોરીયા, લાવણી અને કલીના તાલનું પ્રદર્શન થશે.
In a unique gesture, Russian artists will display Indian art forms in 2 programmes to welcome PM @narendramodi https://t.co/qOW9nxyLSf
— PMO India (@PMOIndia) December 23, 2015
The cultural shows will display the popularity of Indian cultural traditions in Russia and the importance of inter-cultural understanding.
— PMO India (@PMOIndia) December 23, 2015
Artists will perform musical enactment of Atal ji's poem 'Geet Naya Gata Hoon' rendered by Lata Mangeshkar on the eve of Atal ji's birthday.
— PMO India (@PMOIndia) December 23, 2015