પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબર, 2018ના રોજ શિરડી, મહારાષ્ટ્રની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ દર્શાવતી તકતીનું અનાવરણ કરશે. તેઓ શ્રી સાંઈબાબા સમાધિના શતાબ્દી વર્ષની ઉજવણીની યાદમાં એક ચાંદીનો સિક્કો પ્રસિદ્ધ કરશે.
એક જાહેર સભા ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજના– ગ્રામીણ (પીએમએવાય– જી)ના લાભાર્થીઓને તેમના ઘરની ચાવીઓ અર્પણ કરી ગૃહપ્રવેશ કરાવશે. તેઓ જનસભાને સંબોધન પણ કરશે.
પ્રધાનમંત્રી શ્રી સાંઈબાબા સમાધિ મંદિર પરિસરની મુલાકાત પણ લેશે.
J.Khunt/RP