પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે ઉચ્ચ શિક્ષણ શ્રેત્રે સહયોગ માટે ભારત અને કેનેડા વચ્ચેના સમજૂતી કરાર રીન્યુ કરવા મંજૂરી આપી છે.
આ સમજૂતી કરાર રીન્યુ થવાને પગલે ભારત અને કેનેડા વચ્ચે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે હાલનો સહયોગ વધુ મજબૂત બનાવવામાં સહાયભૂત થશે.
પશ્ચાદ્ ભૂમિકા
જૂન, 2010માં ભારત અને કેનેડા વચ્ચે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સહયોગ માટે પાંચ વર્ષના ગાળા માટેની સમજૂતી થઈ હતી. સમજૂતીની શરતો મુજબ, પાંચ વર્ષને અંતે આ કરારને વધુ પાંચ વર્ષના ગાળા માટે રીન્યુ કરવો શક્ય હતો. કેનેડા અને ભારતની ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ વચ્ચે સહયોગની ભરપૂર શક્યતાઓ હોવાથી તેમજ ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે હાલનાં દ્વિપક્ષીય સંબંધો વધુ વિકસાવવા માટે આ સમજૂતી કરારને રીન્યુ કરીને ભારત અને કેનેડા વચ્ચેનાં શૈક્ષણિક જોડાણોને વધુ મજબૂત બનાવવાનું સૂચવાયું હતું.
AP/J.Khunt